મારા વિશે…

નામ: અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com

A-7, શિવ કોમ્પલેક્ષ, શ્રીનંદનગર વિભાગ-2ની સામે, મકરબા રોડ, વેજલપુર, અમદાવાદ-380051, ગુજરાત, ભારત.

મો. 09925604613

પ્રિય મિત્રો,

હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.

હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.

કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.

મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તે વચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

Share

173 Thoughts on “મારા વિશે…

 1. Megi Asnani on 18 May, 2016 at 5:14 pm said:

  khub sado, saral ane sacho parichay..
  tamari nikhalastaa e kavita pachhino evo rang chhe tamaro je tamara chahko ne sparshe chhe.
  khub khub shubhechchhao..

 2. Jignesh patel.(Lakhtar,lilapur) on 2 June, 2016 at 4:41 pm said:

  [6/1, 16:39] Jignesh Patel: *જીવન-મરણ *
  જીવન મરણ શું ચીજ છે
  મળ્યો જે સમય એ પુરતોજ છે
  નથી ઓછો કે નથી વધારે
  ઉપરવાળીની યાદિમાં ઉપજતૉ છે
  માનવીને બબરના હોય મરણના દિવસની.
  જન્મેજો ભગવાન એનેય મયાઁદા હોય મરણના દિવસની
  આનંદ હોય ઉમંગ હોય મનમાં તારુ નામ હોય
  સુબ હોય કે દુઃખ હોય દિલમાં તારુ નામ હોય
  ભલે ગમેતેટલો મળે સમય મને.એ મારા માટે પુરતોજ હોય
  જીવન મરણ શું ચીજ છે?
  હે માઁ ભવાની કહે જીગર તારા દરબાર મા કોઈનો સમય ના બુટતો હોય
  જે ને મળ્યાે જે સમય એ એના માટે પુરતોજ હોય
  -જીગર (જીગ્નેશ પટેલ )
  લીલાપુર
  [6/1, 19:20] Jignesh Patel: *શબ્દો ની રમત*
  શબ્દ-શબ્દ મા ફેર હોય છે
  કોઇ સાચો કોઇ બોટો હોય છે
  કોઇ નાનો કોઇ મોટો હોય છે
  શબ્દ-શબ્દ થકી વાક્ય બનતુ હોય છે
  કોઇ સાચુ કોઇ બોટુ હોય છે
  સુવાક્ય થકી કોઇનુ જીવન બદલતુ હોય છે
  નથી તારુ કે નથી મારુ
  બધુ અહીંનુ અહીજ રહેતુ હોય છે
  વાક્ય-વાક્ય માં ફેર હોય છે
  કોઇ સારું કોઇ બરાબ હોય છે
  મારી હોય કે તમારી હોય
  શબ્દ થકિ વાક્ય,વચન થકી વાણી હોય
  છે
  કોણ સારો કોણ નરસો એમાજ તમારી પહેચાન હોય છે
  કહે જીગર. જીંદગી આખી શબ્દોથીજ વીટળાયેલી હોય છે
  – જીગર (જીગ્નેશ પટેલ )
  લીલાપુર
  [6/2, 08:39] Jignesh Patel: “બીંદુ”
  બીંદુ ઓતો જોયા અનેક
  તેમાં સવાેઁતમ ઝાકળ નુ બીંદુ અેક
  સવાર કેરા ફુલ પર ઝાકળના બીંદુની રોનક છે તેજ.
  એનાથી આંકિ શકુ ના ઓછા આપને સહેજ

  તુજ નયન કેરા બીંદુ માંથી
  ટપકે છે બીંદુ ઋપી આંસું

  તુજ ગાલ પર પડેલા આંસુ ઋપી બીંદુ ની વાત છે એક
  હુંતો માતર તારા આંસુ ઋપી બીંદુ નો”બાર”છુ એક.

  માન્યો ગુરૂ તને મે કુષ્ણ; તારી વાંસણી માં છે બીંદુ અનેક
  સાચેજ તું ભગવાન છે બધાનો;નહિતર ગોપીઓ તુજ થી રીઝાયના

  અમસ્તોજ સમય વેડફાઈ ગયો પુથ્વી જેવડા બીંદુ માં
  ભુલ થઇ હછે જીગર તારી; આંસુ કેરા બીંદુ થી રહિ ગઇ કીતાબ કોર.
  -જીગર(જીગ્નેશ પટેલ )
  લીલાપુર

 3. Jignesh patel.(Lakhtar,lilapur) on 2 June, 2016 at 4:46 pm said:

  લીલાપુર
  અહીંયાજ થઇ સવાર માંરી
  અહીંયાજ થઇ સાંજ માંરી
  અહીંયાજ મૅ બુશીયૉ નૅ ભાળી
  અહીંયાજ મૅ દુનિયા નીહાળી
  જનમૉ જનમ છે સંબંધ ની સરવાણી
  અહીંયાજ થઈ જીંદગી તારી દિવાની
  અહીંયાજ મળે અંતિમ શ્વાસ માંગુ અૅવી પરવાનગી.
  જીવન બલૅ ગમે તેવું મલૅ “તેમા બળૅ માંટી મારા ગામની.
  અહીંયાજ ઉડૅ રાબ માંરી”તૅમા બળૅ હવા મારા ગામની”
  નથી વાત રામની કૅ નથી બગવાનની
  હૅ માં ભવાની કહે જીગર જીંદગી મારી લીલાપુર માં સમાણી
  -જીગર લીલાપુર

 4. Mukesh makwana on 10 July, 2016 at 9:42 am said:

  ઉપર જે વરણવ્યું એ કાલે મળીને રૂબરૂ જોઈ લીધું અનિલભાઈ,આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આટલી સાદગી હોવી એ તમે મિત્રોને આપેલો પુરષ્કાર છે

 5. Ankita Dholiya on 12 December, 2016 at 8:32 am said:

  Good one Biography sir!! Awesome!!

 6. અનિલભાઈ!
  પહેલા કવિતાઓ વાંચી. ખુબ ગમી. પછી કવિપરિચય વાંચ્યો. પ્રભાવિત થયો. આંસુ,લોહી, પ્રસ્વેદ રેડીને હૈયે સ્પર્શે એવી કૃતિઓ સર્જો છો, કવિ!
  ધન્યવાદ સહ,
  ક્ષ .

 7. Very good GAZAL.Thanks.

 8. PARIMAL DAVE on 10 September, 2017 at 1:22 pm said:

  Aapni “NAYANSANG BAPU” Kavita Navnit Samarpan ma vanchi/mhani.
  Khub khub abhinandan and aabhar.

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *