મારા વિશે…

નામ: અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com

C-303, અર્જુન વીલા, સંસ્કાર હીલની પાછળ, આનંદ પાર્ટી પ્લોટની બાજુમાં, ન્યૂ રાણીપ, અમદાવાદ-382480, ગુજરાત, ભારત.

મો. 09925604613

પ્રિય મિત્રો,

હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.

હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.

કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.

મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તે વચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

Share

184 Thoughts on “મારા વિશે…

 1. તમે સહજ રીતે વાતી અનિલલહરી છો. વીંજણો પણ થઈ શક્યા છો. તમારી કનેથી આક્રોષ મળે તો તમને વાવાઝોડુંય કહેવામાં વાંધો નહીં, બાકી તમારાં કાવ્યો અંગે લખતી વખતે મેં કાવ્યાનંદ માણ્યો છે….

  તમારા પડોશી તરીકે ક્યારેક મળીશ….હકીકતે મારી નિવૃત્તિ પછી તમારા જ બિલ્ડિંગમાં મેં નિ:શુલ્ક વાચનાલય પણ ચલાવેલું !

  મજામાં ?

  • બિલકુલ મજામાં છું સાહેબ
   આપણે રુબરુ મળવાનું બાકી છે.
   ટૂંક સમયમાં જ મળીશું….

 2. ભાઇશ્રી અનીલભાઇ., આપનો પરિચય વાંચ્યો., આપની નિખાલસતા ગમી., આપની કવિતાઓ વાચ્યા બાદ હું આપનો પરિચય વાંચી રહ્યો છું જે તમારી કવિતાની સફળતા દર્શાવે છે….. ખૂબ ખૂબ અભિનંદન….તમે ઘણા શિખરો સર કરી જ લીધા છે છતાં પણ હજુ વધુને વધુ પ્રગતિ કરો અને વાંચકોને આપની સુંદર રચનાઓ આપતા રહો તેવી અભ્યર્થના….

  • આભાર દીપકભાઈ,

   આપની લાગણી અને પ્રેમ હંમેશાં મારી સાથે રહેશે…

 3. ઓળખ આપવાની તમારી અનોખી રીત યાદ રહી જશે. તમારા કાવ્યો/ગઝલોમાં પણ તમારી આગવી ઓળખ અપાઈ રહી છે એ વાંચકોને સમજાઈ ગયું છે. આપને અભિનંદન દિલથી અમેરિકાથી !

  ચીમન પટેલ “ચમન”

  • આભાર ચિમનભાઈ પટેલ,

   આપે મારી વેબસાઇટ પર મારો લેખ વાંચી આપનો કીમતી પ્રતિભાવ આપ્યો તેથી આનંદ થયો.

 4. Ranchhod M Shah on 10 October, 2014 at 1:17 pm said:

  Please to read you introduction. I read regularly in Sandesh on every Sunday…Congrats. Will write you a letter today. Thanks. Ranchhod Shah , Amity School , Dahej bypass road , Bharuch……..My no. 9979861631.

  • આભાર રણછોડભાઈ શાહ સાહેબ,

   આપની કોમેન્ટ વાંચી ખૂબ આનંદ થયો.
   આપથી અને આપનાં પુસ્તકોથી હું થોડોઘણો પરિચિત છું.
   એક સર્જક તરીકે આપનો આ પ્રતિભાવ મારા માટે મૂલ્યવાન બની રહેશે.

 5. chandresh vaghela on 26 October, 2014 at 6:14 pm said:

  અનિલભાઈ આપના શબ્દોના સથવારે કાંઈ કેટલાય વાચકો જીવનમાં નવો જોશ , નવો જુસ્સો અનુભવી શકે છે .હું આપની ગઝલથી ખૂબ જ પ્રભાવિત થાવ છું. આપનું સજૅન અવિરત ચાલે એવી પ્રભુને અંત:કરણથી પ્રાર્થના.
  – આપનો વાચક

 6. Gangaram Makvana on 4 November, 2014 at 10:15 pm said:

  Khub j saras sabdo ma aap no parichy thayo. Khub j aanad thayo

 7. એક કવિનો આનાથી સુંદર પરિચય કશે વાંચવા મળ્યો નથી! ખુબ જ સુંદર!

 8. એક નવા જ માધ્યમ દ્વારા ગુજરાતી ભાષા નાં રસિકો અને તમારી કવિતા ના ચાહક વર્ગ સુધી પહોચવા ના આપણા નુતન પ્રયાસ માટે ખુબ જ અભિનંદન…તમે આપેલો તમારો પરિચય વાચ્યો.ખુબ જ ગમ્યું, એવું લાગ્યું કે આ અનીલ ચાવડા નહિ પણ એની કવિતા જ જાણે અનીલ ચાવડા નો પરિચય આપી રહી છે…ગુજરાતી ભાષા ની સેવા કરવા માટે આપણે અંતર થી શુભેચ્છા ….

 9. pro. devji solanki on 19 December, 2014 at 9:42 am said:

  અનિલ તારી પ્રગતિ જોઇને ખુબજ આનંદ થાય છે. આજે તને જે એવોર્ડ મળવાનો છે તે બદલ અભિનંદન ………………

 10. Dhruv Dave on 19 February, 2015 at 3:17 pm said:

  khub saras anil bhai aap ni kavitao sakshat laganio ane samvedna o na zarnao jevi j hoy chhe ekdum ahladak ane khub shital…khub agad vadhta raho evi j shubhechhao

 11. manilal suthar on 1 March, 2015 at 12:43 pm said:

  તમે પાલનપુર કોલેજમાં આવ્યા ત્યારે જોયા અને તમરી ગઝલો પણ સાંભળી. તમરું સર્જન પરિપકવ છે.ગુજરાતી ગઝલમાં તમારો પરિચય પ્રસરતો જ રહેવાનો છે. આવનારો સમય એની જરુર નોંધ લેશે. આ ક્ષણે હું આપને મારો એક શેર અર્પણ કરું છું કદાચ આપને ગમશે.
  આમ તો હું એકલો ભાગી પડત,
  કામ આવ્યો હું મને પણ સો વખત
  લખત જ રહો….

 12. jay m dhakan on 28 March, 2015 at 12:36 pm said:

  sir hu kayva ni book lakhu chhu ane mare tamara margdarshan ni jarur chhe….to sir tamaro sampark kari shaku

 13. pinal on 18 May, 2015 at 12:45 am said:

  U r god blessed..

 14. Dimple on 7 July, 2015 at 9:30 am said:

  Aatalo sundar parichay aapva mate aabhar sir….laagani no dhodh jyare antar na undan ma thi vaheto hoy…..ane jeevan ne drashti na koik khune sachavi rakhela bindu thi jova ni hathoti aave tyare j aavi sundar rachanao rachay….khub dhanyavad aavi sundar rachanao aapva mate.

 15. VAAH ..I HAVE OFTEN ENJOYED YOUR WORK THROUGH FB .THANKS FOR BRINGING IMMENSE PLEASURE TO OUR LIVES.

 16. Pinakin on 7 December, 2015 at 2:16 pm said:

  અનિલ ભાઈ બહુ સરસ.

  અનિલ ભાઈ મે અન્ય અનિલ ચાવડા ની રચનાઓ પણ વાંચેલી છે.
  તેઓ NHL મેડિકલ કોલેજમાં doctor નો અભ્યાસ કરતાં હતાં.

  આપ એજ તો નથી ને ?

 17. pradeep parmar on 9 December, 2015 at 2:58 pm said:

  anilbhai glad to see your website
  I m also from surendranagar district. wadhwancity
  khub saras kavita lakho chho.

 18. Bhavin Patel on 19 March, 2016 at 12:50 pm said:

  Aaje mane Anil bhai ne pratyaksh sambhalavno avasar malyo. Ane sambhaline thodi nirant thai ke gujarati sahitya nu bhavisya sara hatho ma chhe.
  Tamne sambhalta sambhalata ,tamara shabdo ma, kyarek mane suresh dalal ni zakhi dekhai to kyarek aadil mansuri ni., ane of course tamari kalpana o na vagada mathi gujaryo and anand anand thai gayo.

  To a badha mate tamaro gano abhar.. Asha rakhu chhu ke fari var tamne sambhalvano lahavo male , bay area ma nahi to amdavad ma.

  ~Bhavin Patel

 19. sanjay chauhan on 5 April, 2016 at 9:01 am said:

  ભાઇ, અનિલ,
  આપના વિશે જાણ્યું, ખુબ જ અંતરિયાળ ગામમાંથી આવી ને અમદાવાદમાં ગઝલ ક્ષેત્રે સારુ કાઠું કાઢ્યું છે. આનંદ થયો. -સંજય ચૌહાણ

 20. sanjay chauhan on 5 April, 2016 at 9:01 am said:

  ભાઇ, અનિલ,
  આપના વિશે જાણ્યું, ખુબ જ અંતરિયાળ ગામમાંથી આવી ને અમદાવાદમાં ગઝલ ક્ષેત્રે સારુ કાઠું કાઢ્યું છે. આનંદ થયો. -સંજય ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *