મારા વિશે…

નામ: અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com

A-7, શિવ કોમ્પલેક્ષ, શ્રીનંદનગર વિભાગ-2ની સામે, મકરબા રોડ, વેજલપુર, અમદાવાદ-380051, ગુજરાત, ભારત.

મો. 09925604613

પ્રિય મિત્રો,

હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.

હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.

કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.

મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તે વચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

Share

181 Thoughts on “મારા વિશે…

 1. i am really happy to c ur website…n thx’s ..once again …for ur nice kavita

 2. Anil Chavda on 26 December, 2011 at 3:00 pm said:

  હીરલ વ્યાસ
  મારી વેબસાઈટ પર નજર કરી અએ બદલ આભારી છું.
  બને ત્યાં સુધી કૈક નવું આપવાનો પ્રયત્ન કરતો રહીશ.
  પછી તો બધું કવિતા પર છોડી દઉં છું (જેમ લોકો ભગવાન પર છોડી દે છે!)

 3. bhikhu vegada on 26 December, 2011 at 6:04 pm said:

  anilbhai,excellent ur website,ur parichay and ur kawita.i am very happy and congretulates.

 4. ઇશ્વરનું બેલેન્સ આવુ છે….ભાઇ…. પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર
  એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.
  વિઝિટ – http://www.pareshgiri.co.cc

 5. અનિલ,

  તું બધુ કવિતા/ઇશ્વ્રર પર છોડી દે એજ સારું કારણકે આપણા હાથમાં કશું જ નથી હોતું જો રાખવા મથીએ તો પણ.

  “રામ રાખે ત્યમ રહીએ અઓધવજી …રામ રાખે ત્યમ રહીએ”

  આપણે આપણી વૌતરણી શવ્દોથી પાર કરવાની છે!

  All the best for more creation!

 6. sudhir patel"radhey" on 31 December, 2011 at 6:49 am said:

  sab ne itna sab keh diya hai to ab kehne ko aur to ku6 nahi par ha ek bat hai ki apke pas ek aisi chiz hai jo har poet ke pas nahi hota…ab wo chiz kya hai ye mai reveal nahi karunga…warna hahaha jsk

 7. Anil Chavda on 31 December, 2011 at 1:43 pm said:

  Pareh Goswami

  Tamari vaat bilikul sachi chhe paresh bhai

 8. Anil Chavda on 31 December, 2011 at 1:45 pm said:

  હીરલ વ્યાસ

  Thank u Hiral.

  જિંદગીની નાવ છે ને શબ્દનું હલેસું છે. હાંક્યા કરું છું.ષી ખબર ક્યાં પહોંચાડશે?

 9. Shailesh Chavda on 3 January, 2012 at 11:40 am said:

  ઘણા સમય પછી તુ મળ્યો, ફેશબુક દ્વારા

  આંનદ થયો એ જાણીને કે કવિતાઓને છોડી નહી પરંતુ આત્મસાત કરી અને ગુજરાતમા એવોર્ડ લેવાની નાની ઉમરે ઝડપી શરુઆત કરી.
  કદાચ મારી જેમ તુ પણ મને યાદ નહી હોય અમદાવાદમા રહેવા છતા પણ,

 10. kalpesh nayak on 10 January, 2012 at 3:02 pm said:

  bahot achhe. lakhta raho. gazalnuma andaz bahu saras chhe. sahityani ek biji web pan aaje joi sahityasetu.co.in sari chhe tame pan jojo.

 11. અશોક જાની 'આનંદ' on 12 January, 2012 at 7:01 am said:

  ભાઈ અનિલ.
  આજે અચાનક વાયા ફેસ-બુક તમારા બ્લોગ પર જઈ ચઢ્યો અને લટાર મારવાનું ગમ્યું,
  બ્લોગમાંનું કન્ટેન્ટ અને ડીઝાઇન થી માંડી દરેક વાત આલગ તરી આવે તેવી અને આકર્ષક
  છે, મને ખુબ ગમી..તમારો જાત પરિચયનો નમ્રતા ભર્યો પ્રયાસ પણ…

  કવિતા તમને વરેલી છે તે સ્પષ્ટપણે દેખાય છે, અંતરિયાળ ગામથી આવતા યુવાનને કવિતાની
  દરેક સિદ્ધિ સર કરવા માટે મબલખ શુભેચ્છા..!!

  ઇતિ શુભમ…

  -અશોક જાની ‘આનંદ’

 12. Anil Chavda on 12 January, 2012 at 12:11 pm said:

  Ashok Jaani :

  Dear Sir,
  Aapni Subhehchha mathe chadavu chhu, ane bane aetli suddh ane saari kavitao lakhavano prayatn karu chhu. aap jeva vadil saheb ane mitrono prem humf aape chhe sir.

  Tamaro dilthi aabhaari chhu.

 13. jitendra on 26 January, 2012 at 2:03 pm said:

  ATI UTTAM SHABDO NO SARVALO ANE TAMARI SUNDAR SHABDO NI SUZ, AAVI J KAVITA O AMNE APTA RAHO…

 14. આજે જ તમારી વેબસાઈટ જોઈ… ખૂબ આનંદ થયો.
  તમારી કવિતાનાં આ વર્ચુઅલ ઘર તમને અઢળક અભિનંદન, અનિલભાઈ.
  તમે કવિતાને અને કવિતા તમને… આમ બંને એકબીજાને સતત ધબકતા રાખો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 15. Anil Chavda on 3 February, 2012 at 4:27 pm said:

  ઊર્મીબહેન :
  આભારી છું ઊર્મીબહેન તમારો, તમારા જેવા કાવ્યરસિક માણસોથી હું અને મારી કવિતા ધબકતી રહે છે.
  વેબસાઇટ જગતમાં તો હું નવોસવો છું, આપની વેબસાઈટ મને ખૂબ ગમે છે.
  પુન: આભાર….

 16. આપની વેબસાઇટ ગમી. આપની રચનાઓનો તો ચાહક છું જ. આજે વિશ્વ માતૃભાષા દિન છે ત્યારે એક નમ્ર સૂચન જરૂર કરીશ કે સાઇટ પર ગુજરાતી લખાણમાં ક્યાંક ભાષાદોષ છે. શક્ય હોય ત્યાં સુધી કવિઓ-લેખકો ભાષાદોષથી બચે એવી વાચક અને ચાહક તરીકે અપીલ.

 17. Anil Chavda on 21 February, 2012 at 3:32 pm said:

  પ્રિય સવજીભાઈ,
  આપ મારી વેબસાઈટ પર નજર કરતા રહો છો એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. આપે મારી ભાષાભૂલ પ્રત્યે મારું ધ્યાન દોર્યું તે માટે આપનો આભારી છું, ટૂંક સમયમાં હું મારી ભૂલ સુધારી લઈશ.
  અવાર જોતા રહેશો તો મને વિશેષ આનંદ થશે.

 18. શ્રી અનિલભાઈ
  આપના હૃદયમાં કવિતા જ મહેકે છે અને તેની સૌરભથી જગ છલકે છે.
  આપના બ્લોગ પર આવી એક વિશેષ આનંદ અનુભવ્યો…અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 19. નમસ્કાર અનિલભાઇ…. 1-1-2010 ના દિવસે પાલનપુર શ્રી રાજેશભાઇ વ્યાસ ‘મિસ્કીન અને શ્રી પ્રશાંત જાદવ સાથે મૂશાયરા માટે આવ્યા ત્યારે પ્રથમ વખત આપને મળવાનુ થયું… અને આપની ‘કવિતા’ને હવે…આપના મૈલ મને મળતા થયા અને હુ આપની કવિતાને…. અને હવે તો ગઝલના નાતે રોજ મળતા રહીશું …આપનો બ્લોગ ઘણો જ ગમ્યો….

 20. Anil Chavda on 6 March, 2012 at 6:16 pm said:

  Dear Jagtapbhai,

  Thank u

  Aape juni yado taaji karavi aapi. Ae musharamakhub j maja aavi Hati.
  Mara blog par aape pratibhaav aapi maara bligni shobha vadhari E maate pn aapno aabhaari chhu.
  malata rahishu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *