મારા વિશે…

નામ: અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com

C-303, અર્જુન વીલા, સંસ્કાર હીલની પાછળ, આનંદ પાર્ટી પ્લોટની બાજુમાં, ન્યૂ રાણીપ, અમદાવાદ-382480, ગુજરાત, ભારત.

મો. 09925604613

પ્રિય મિત્રો,

હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.

હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.

કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.

મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તે વચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

Share

184 Thoughts on “મારા વિશે…

 1. અનિલભાઈ ખુબજ સરસ શબ્દો થકી પરિચય જાણવા અને માણવા મળ્યો .

 2. સંજુ વાળા on 22 November, 2011 at 3:56 pm said:

  Dear anil, i glad to see your site. my best wishes and blessing to u nd your lovely poems.

 3. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રાખ્યો છે…હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે… કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું… કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે… કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું…ક્યા બાત હૈ ..કવિતા લખતો નહીં પણ કવિતા જીવતો માણસ જ આમ લખી શકે.
  અનિલભાઈ, તમારી કવિતા તમને જ નહીં અનેકોને જીવંત રાખે છે. તમારી કલમમાં નીતરતી અનાવૃત સંવેદના હૃદયને સ્પર્શે છે. બળકટ લાગણીઓનો ધોધ એમાંથી વહે છે જેમાં વારંવાર ભીંજાવું ગમે છે..તમારી કલમ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. સરસ્વતી સદાય તમારી કલમ પર આસીન્ન રહે. ધોધમાર શુભેચ્છાઓ ..

 4. Anil Chavda on 6 December, 2011 at 1:46 pm said:

  thank u Daxeshbhai. Tamari jeva mitro Utsah Vadhare chhe Aetle kavita saathe naato satat jodayelo rahe chhe

 5. Anonymous on 6 December, 2011 at 3:20 pm said:

  ame nirantar kavita ane gazalo vanchiye chhiye. jevu tamaru name chhe tevu j kam chhe anil bhai hamesha pavan ni jem amne tamari kavita ane gazalo ni thandak apta rehjo.

  jai satya.

  morbi thi Kavi jalrup.

 6. kavi jalrup on 6 December, 2011 at 3:23 pm said:

  ame tamari kavita ane gazalo nirantar vanchata rahiye chhie. jevu tamaru nam chhe tevu j kam. unada ma jem pavan thi thandak male chhe tem tamari kavitao ane gazalo vanchi ne ankho ne thandak male chhe.

  jai satya.

  parmar Rupesh (kavi jalrup)
  morbi

 7. saras.tamaro parichay pan kavita ma j.saras shabdo no sathvaro malyo chhe.
  tamari kavitao man ne sparshi jay tevi hoy chhe.

 8. bhati n on 6 December, 2011 at 4:29 pm said:

  anilbhai mane to aapani kavitao gami atale mara wall par tamari aaj link muki chhe bas anathi vadhare kai keva jevu lagatu nathi ok ,,,,,,,,,,,,,,,,,,,,bhati n “aziz”

 9. Nimesh parekh on 6 December, 2011 at 5:35 pm said:

  આપની બાયોગ્રાફી ખુબ સરસ છે

 10. Vinod Contractor on 6 December, 2011 at 7:39 pm said:

  થોડા શબ્દો માં આપે પોતાના વિષે ઘણું કહી દીધું.

 11. alkesh patel on 7 December, 2011 at 2:14 am said:

  AAP BAHUT SUNDER LIKHATA HO………..PRABHU AAP NE KHUBAJ SHAKTI AAPA……JAY JAY GARAVI GUJARAT….

 12. Tank You Vinodbhai

 13. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર… આપ હંમેશા આ જ રિતે સાથ આપતા અહેશો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે.

 14. Wah.. Anil.. nice to know from youg biography… Carry on… You are on the road of success…. Congrets for your website…

 15. Anonymous on 16 December, 2011 at 2:35 am said:

  Anil bhai Tamari kavita ma thi je shabd moti prakte chhe,e amuly moti no ame to har banavi laiye chhiye ne. tamari kavita chhek unde sudhi pahonchi jay chhe….bhai good progres. Ane aap nirntar pragti karo te subhechha….
  Mehul soni (MOX)

 16. Rekha joshi.

  Anilbhai bahu saras…

 17. Dear Anil,
  I am happy to run through some of your poems and self-intro on your website. Congratulations for all your creative works and we look forward for many more of them in coming days.

  Poetry is not a hobby but condition, an inner compulsion … and see tons of such urges and compulsions within you.

  You have got a voice, which if of your own and you have got a diction, which is your own, fresh and original.

  I am happy to have such a humble friend like you with immense creativity and Word Craft in its true form and originality.

  Best Regards,

  ILIYAS

 18. Anilbhai, good to see you with website. Hope see ever flourishing collection over here.

 19. hi dear anil bhai, aap na parichay ma to chhu j , aap ni aaje website joi ne ati aanand thayo .. khub khub abhinandan. ane khub khub dil thi best wishes …..

 20. સૌ પ્રથમ તારી વેબસાઇટ માટે અભિનંદન અનિલ,

  માણસ સામાન્ય છે કે અસામાન્ય એ તો એના કાર્યો જ કહી શકે….આપણે જાતે ન કહી શકીએ.

  લાગણીને શબ્દોના વસ્ત્રો પહેરાવીએ ત્યારે એ હોય એના કરતાં પણ વાધારે રુપાળી લાગે. બસ આશા રાખું કે તારી દરેક લાગણી તારા દરેક વાચક સુધી પહોંચે….ક…ખ…ગ..ઘ…થી શરુ થયેલી શબ્દયાત્રા ઘણી લાંબી ચાલે….!

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *