શ્હેરના ડામર ઉપર રણની કસુંબલ સાંઢણી લઈને,
નીકળ્યો છે એક મુસાફર અજાણી માંગણી લઈને.

જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.

સાચું કહું તો આંખમાં બે-પાંચ કૈં દ્રશ્યો ફસાયાં છે,
સૌ ભલે કે’તા ફરું છું આંખમાં હું આંજણી લઈને.

તૂટતું હો કૈંક તો એને હવે તૂટી જવા દો સાવ,
ક્યાં સુધી મથતા રહેશો આ તમારી સાંધણી લઈને?

જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો;
ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને.

– અનિલ ચાવડા

Share

41 Thoughts on “શ્હેરના ડામર ઉપર રણની કસુંબલ સાંઢણી…

 1. Ramesh Patel on 29 December, 2012 at 1:13 pm said:

  જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
  એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને

  સુંદર સંવેદનોથી ખીલી ઉઠે છે.
  અભિનંદન અનિલભાઈ !

  Ramesh Patel(Aakashdeep)

  • પ્રિય રમેશભાઈ,
   આપ મારી કવિતાને અને મને હરહંમેશ પ્રોત્સાહિત કરતા રહો છો,
   આપનો દિલથી આભારી છું…

 2. Manoj Chhaya on 30 December, 2012 at 12:21 pm said:

  Wah, Wah! તૂટતું હો કૈંક તો એને હવે તૂટી જવા દો સાવ,
  ક્યાં સુધી મથતા રહેશો આ તમારી સાંધણી લઈને? manoj khanderiya ni yaad apve chhe, ne ‘ajaani maagni’ Wasim Barelvini. Wasim Barelvino aa sher juo: kisi aisi justajoo me jo kahi suni ya bataayi na jaye, wahan ek umr kaat aye jahaan saans li na jaye.

 3. P.K.Davda on 30 December, 2012 at 8:42 pm said:

  “જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
  એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને”

  વાહ ! અનિલભાઈ વાહ!
  ખૂબ ધારદાર પંક્તિઓથી ભરેલી છે તમારી આ ગઝલ.

 4. જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો;
  ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને…..ખુબ સરસ

  જો ઉંચકાતો હોઈ પર્વત ટચુકડી આંગળીએ
  કાં ન ફૂટે ફુગ્ગો પત્થર નો ટાંકણી એ
  જો હોઈ પરમાત્માનો હાથ અને આત્માનો સાથ
  ભલભલા પર્વત ફૂટે ટચુકડી ટાંકણી એ

  -અલી અસગર દેવજાની

 5. સત્યમ જોશી on 31 December, 2012 at 9:08 am said:

  જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો;
  ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને…….દિલ્હીમાં લોકોના દેખાવો ..થયા …મીણબતિઓ…રબારની ટાંકણીઓ જેવી લાગી….સત્તાધીસોના મગજ પત્થરનાં ફુગ્ગા જેવા લાગ્યા…ખૂબ સરસ રચના …અભિનંદન

 6. Beauty is in the eye of the beholder, and if the visionary is the gypsy like the poet himself, the colors of the poetry become the spectrum of the rainbow! What a lovely ghazal, Anilbhai! Hat’s off and the salute is due! Thank you for sharing the perfume emanating from your heart.

 7. રબરની ટાંકણીનો જવાબ નથી…

 8. Mithilesh Amin on 2 January, 2013 at 2:34 am said:

  Kudos
  Excellant. Evi EEchhao dubi gai Dhankani laine
  Mithilesh
  NB I will have to figure to write comments in Gujarati. I do have saral fonts!

 9. Jayesh goswami on 4 January, 2013 at 12:06 pm said:

  Dost Anil chacda
  there is passed a long duration between meeting. i can;t say that til u are remember me or not. but I always finding ur creation in different sources. you are a person who has magical and miracle power of imagination.
  kya bat hai. dost

 10. Ramesh Patel on 5 January, 2013 at 4:57 am said:

  શ્રી અનિલભાઈ

  રંગ રાખી દીધો. આગવો અંદાજ કે કસબ દરેક શેરમાં છલકે છે..વાહ! વાહ!

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. neetin kariya on 30 January, 2013 at 3:47 pm said:

  anilbhai
  very nice all the way from sandhani to taankni
  khub j saras
  koi sara gayak naa swar maa vadhu maja aaveshe

 12. જેઠા સેનવા on 12 February, 2014 at 8:48 pm said:

  ઈર્શાદ કવિ ઈર્શાદ….

 13. Kiran Chavan on 30 December, 2017 at 11:45 pm said:

  સાચું કહું તો આંખમાં બે-પાંચ કૈં દ્રશ્યો ફસાયાં છે,
  સૌ ભલે કે’તા ફરું છું આંખમાં હું આંજણી લઈને
  Kya baat..

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation