લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

Share

127 Thoughts on “લ્યો આવી ગઈ દિવાળી…

 1. ભીતરને અજવાળીને દિવાળીની અનોખી ઉજવણી કરવાનો નવીન વિચાર ખૂબ ગમ્યો. અભિનંદન. અને આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 2. beautiful….. Happy Diwali to you too…

 3. સાવ સહજ જ્યમ પ્રગટે કવિતા અનિલભાઈની જેમ,
  આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 4. સૌની ભીતર પડ્યો હોય છે
  એક ચમકતો હીરો,
  ચલો શોધીએ ભીતર જઈને
  ખુદની તેજ-લકીરો;
  KHub sunder Sahaj kaavya jem Jugalji kahe …

 5. sanjay chauhan on 8 November, 2012 at 4:52 pm said:

  anilbhai
  khub saras geet…
  -sanjay chauhan

 6. સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,
  ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;
  ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
  આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ…
  વાહ અનીલભાઈ .. અદભુત ..
  દિપાવલી અને નૂતન વર્ષની આગોતરી શુભેચ્છાઓ ..

 7. સત્યમ જોશી on 8 November, 2012 at 8:50 pm said:

  ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?……. અભિવ્યક્ત..થવાની વાત લાવ્યા…ખૂબ સરસ….

 8. dave krunal on 9 November, 2012 at 9:53 am said:

  good one mate. keep it up. happy diwali

 9. અશોક જાની 'આનંદ' on 9 November, 2012 at 9:56 am said:

  મારા ઘરની રંગોળીની થીમ મળી ગઇ તમારા આ ગીત પરથી….

  એક મજાનો દીવો ચિતરી તેની નીચે લખીશ “આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ…!!”સુંદર દિવાળી ગીત આપ્યું અનિલભાઇ..!!

  તમને પણ સપરિવાર દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ..છેક
  હૈયાના તળિએથી…!!

  • આભાર અશોકભાઈ,

   મારી કવિતા આપના ઘરની શોભા બની શકે તેનાથી રૂડું બીજું શું?

 10. આફરીન અનિલભાઈ,

  થોડા સરળ શબ્દોને સહજતાથી ગોઠવીને આપ શબ્દદેહે સ્વયં દિવાની જેમ પ્રગટ્યા છો.

  કવિતા જ્યાં હ્રદયને સ્પર્શે છે.

 11. dilip ghaswala on 9 November, 2012 at 10:54 am said:

  સ્રરસ અભિવ્ય્ક્તિ…..

 12. Dinesh Jadav on 9 November, 2012 at 12:02 pm said:

  Saras Dear….

  Thanks….

  Dinesh Jadav
  09978428868

 13. naresh solanki on 9 November, 2012 at 1:47 pm said:

  vaah…. kavi dipavaliii….. tamne shubhakamanao………..

 14. સરસ પ્રાસંગિક ગીત.
  શુભ દિવાળી સાથે નવા વર્ષની વધાઈ.

 15. હવે આવી દિવાળી આવી ગઇ કે સ્કૂલે નઇ જાવું.આવી એતો ફટાકડા લઇને કે ફટાકડા ફોડીને જાવું.

  .thank you so much with heppy diwali @heppy new year.

 16. સૌની ભીતર પડ્યો હોય છે
  એક ચમકતો હીરો,
  ચલો શોધીએ ભીતર જઈને
  ખુદની તેજ-લકીરો;
  ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
  આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

  અનિલભાઈ ખૂબજ સુંદર રચના !

  દિવાળીના શુભ પર્વની આપને તેમજ આપના પરિવારને શુભભાવના સાથે શુભેચ્છાઓ ! નૂતનવર્ષાભિનંદન !

 17. શુભ દિપાવલી.
  મનભાવન, લયબદ્ધ , ભાવસભર રચના.
  તમારો સંદેશ બધા અપનાવે તેવી અંતરની દુઆ .

 18. Makarand Musale on 10 November, 2012 at 10:58 am said:

  સરસ ગીત અનિલ. દિવાળી નિમિત્તે શુભેચ્છા

 19. ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ? વાહ!

  સુંદર રચના થઈ છે અનિલભાઈ!

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation