ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

Share

33 Thoughts on “ઓલ્યું… હિન્દીમાં કે’ છે

 1. સંજુ વાળા on 16 January, 2012 at 5:34 am said:

  અનિલ સરસ છે . આજકાલ બહુ ઓછા મિત્રોની સાદ્યંત સુંદર રચના મળે છે ત્યારે તમે થોડાક એમાં વિકલ્પ બનો છો એનો રાજીપો.

 2. હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
  પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા? wah

 3. wwaahh

 4. ભરત ત્રિવેદી on 16 January, 2012 at 6:05 am said:

  ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
  તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં,જખ મારવા?

  આપણને તો ભાઈ આવી જ ગઝલું માફક આવે.
  મનહરભાઈના ગયા પછી પહેલી જ વાર મઝા પડી ગઈ
  તેમની યાદ અપાવતી અને તો પણ સાવ નોખી !

 5. gunvant thakkar on 16 January, 2012 at 6:25 am said:

  સીધી બાત , ખુબ સરસ .

 6. ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
  આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.
  Anilbhai:aa line extra ordinary 6e..
  khub j maja aavi.

 7. Nalin Suchak on 16 January, 2012 at 7:03 am said:

  bahu vakhte bahu j sundar rachna mali, tamne have “navodit” kahi na shakay… “yuva kavi kevu kathu kadhe chhe enu .. udaharan tame ….. hu …nalin suchak.namaskar sathe.

 8. wah kya baat he. ek bar fir se

 9. અનિલભાઈ, તમે ગુજરાતી કવિતાને એક નવી જ ઊંચાઈ બક્ષી છે તેમ કહીએ તે ખોટું તો નથી જ.! ખુબ જ સરસ અને તૈયારીમાં ”ગમેબલ” રચના.

 10. Dr santosh on 16 January, 2012 at 11:58 am said:

  ભાઈ મઝા પડી હો.

 11. આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.સત્યને સુંદરતાનું છોગું ચડાવ્યું…વાહ વાહ

 12. HEMANG DAVE on 16 January, 2012 at 7:09 pm said:

  Anilbhai, Khub sundar che !!!

 13. saras.
  hoy mathe potlu,
  aagiyanu ek tolu,
  saras.

 14. અનિલભાઈ, મજા આવી. છેલ્લો શેર ખૂબ ખાસ!

  છંદની દૃષ્ટિએ પહેલા શેરમાં “કે છે” ને લગામાં પઠન કરવા જઈએ છીએ તો થોડી તકલીફ પડે છે. કદાચ કે’ માં “કહે” છે એટલે! વિચારી જોજો.

 15. Anil Chavda on 17 January, 2012 at 4:54 am said:

  હેમંત પુણેકર :
  જરૂર હેમંતભાઈ,
  તમારી વાતનું ધ્યાન રાખીશ.

 16. ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
  આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.
  very nice

 17. Bhikhu vegda on 18 January, 2012 at 4:10 pm said:

  Very very excellent,Anilbhai

 18. શ્રીઅનિલ ભાઈ

  આપની આ રચન અત્યંત સુંદર છે અને આપે પહેલી પંક્તિ માં સરસ રીતે આપની વ્યથા આલેખી છે કે
  ” ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
  તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?”

  ખુબ સરસ ,માણવા લાયક ગઝલ

 19. ખૂબ સુંદર ગઝલ… ઘણા સમય પૂર્વે વાંચી હતી… આજે ફરી માણવી ગમી…

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation