ન રકતનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર,
ન એમનાં સગડ કશાં ન એમની ખબર-બબર.

હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર.

ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.

ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાંયે સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?

ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કૈં રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?

– અનિલ ચાવડા

Share

35 Thoughts on “ન રકતનું હલન-ચલન…

 1. saras rachana share karva badal aabhar dost.!

 2. અનીલ ભાઈ જેટલા મજાના માણસ છો એટલુજ મજાનું લખો છો.બહુ મજા આવી આપના આ કવિતા ના ઘર માં ફરીને.બધાજ કાવ્ય ગઝલ માણી,અદભૂત છે,સુંદર છે…………………………………………ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
  હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર. ………….આભાર.

 3. shu taal chhe anilbhai !
  shabdone tabla vagadta paheli vaar joya !

 4. lovely
  keep it up !!

 5. અનિલ ભાઈ… ખુબજ સુંદર લયદાર રચના…

 6. Jitendra Desai on 11 January, 2012 at 1:21 pm said:

  Great gazal.Keep churning out such orderly poems from the chaos of LAGHAR VAGHAR experiences.
  Remember Nietzsche? Who said
  ” Life is good because it is painful”
  From such pains and sorrows emerge the beautiful creations like this gazal, that laments the chaos around self and yet wish to celebrate them.

 7. Rp (New York) on 11 January, 2012 at 1:30 pm said:

  After a long time came something readable that I can enjoy and discuss with my friends. Bravo.

 8. superb ghazal dost….. Rahat indori Saa’b ni peli ghazal yaad aavi…chaaku vaaku chhuriyaa vuriyaa khanjar vanjar sab…uski kaththai aankho me hai….sab ! pan dost taari pravaahit shaili maate maan 6e….lage raho- jai ho

 9. અશોક જાની 'આનંદ' on 12 January, 2012 at 6:46 am said:

  ‘લગા’ના આઠ આવર્તાનમાં લયબદ્ધ મજેદાર કાફિયા ગઝલ..!!
  કાફિયા પણ અસરકારક રીતે પ્રયોજાયા છે,

  મારે મતે નજર-ફજર હિન્દીમાં સારું લાગે, ગુજરાતીમાં ‘નજર-બજર’ તો નથી લાગીને ..!!
  વધુ જામે..

 10. DR ASSHVIN BHATT on 14 January, 2012 at 7:38 pm said:

  wonderful…!!

 11. Bhikhu vegda on 18 January, 2012 at 4:19 pm said:

  vah majani gazal vanchava mali.

 12. Dr Niraj Mehta on 18 May, 2012 at 12:11 pm said:

  vaah saras ravaani
  saras ghazal

 13. Rasik Dave on 26 June, 2013 at 7:53 pm said:

  વાહ ખૂબ સરસ.બોલ ચાલની ભાષા નો અદભૂત વિનીયોગ ..રચના ગમી ગઈ .

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation