ન રકતનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર,
ન એમનાં સગડ કશાં ન એમની ખબર-બબર.
હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર.
ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.
ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાંયે સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?
ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કૈં રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?
– અનિલ ચાવડા
અનિલ . સરસ રચના , કેટલીક ફોનિક ઉક્તિઓના કારણે ગઝલને એક જુદી ગતિ મળે છે, અને એવો જ તારો છંદ પણ છે બીજા શેરમાં એ સૌથી સારી રીતે કાવ્યત્વ પામે છે અસ્તવ્યસ્ત અને લઘર-વઘર કહેવા માટે ઉલામાં એણે બરાબર નિભાવ્યા . આ જ તો કાવ્ય્કારણ . અભિનંદન .
વાહ… અદભુત રવાની સાથે વહી નીકળતી મજેદાર ગઝલ…
આ ‘અ-બ’નો પ્રયોગ જો કે તમારી રચનાઓમાં બીજી વાર થયો, ખરું ને? અને તોય જામે છે! બધા જ શેર પાણીદાર થયા છે…
aaawessomee
હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર.
aa ek pankti to khubj gami…
વાહ…!
સુંદર ગઝલ બની છે અનિલભાઇ
બોલચાલની ભાષામાં સરળ અભિવ્યક્તિ- અભિનંદન.
ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કૈં રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?
Sunder Gazal Anilbhai,…Wah
saras.
હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર.
beautifull, shabash , abhinanadan
gali gali stabdh che ….vaah bahu saras
વાહ, અનીલ જી, બહુ જ સરસ ગઝલ છે.. મને ખુબ જ ગમી..તમારી ગઝલો માં મેં નોંધ્યું છે., કે તમે એના બહેર ને વફાદાર રહી ને ક્યારેય મીટર ની બહાર નથી જતા..સુંદર ન્યાય આપો છો., અભિવ્યક્તિ ચોટદાર હોય છે.. ને કાફિયા રદીફ માં પણ નવીનતા હોય છે..ખુબ જ હૃદયપૂર્વક ના અભિનંદનો…
સુંદર ગઝલ..
બધા જ શેર મઝાના. અભિનંદન.
સુંદર ગઝલ..
અભિનંદન…
સરસ ગઝલ માણવાની ગમે એવી.એક વાત કહુ હુ કોઇ કવિનથી ખરાબ લાગેતો ક્ષમા કરશો.
શબ્દોના મેળસાથે “નજર-ફજર ” કરતા નજર-બજર વધારે પ્રાસમા આવી શકે, કદાચ પ્રિંટીન્ગ
મિસ્ટેક પણ થૈ હોય. મરો કહેવાનો કોઇ હક નથી પણ એક વિચાર આવ્યો એટલે લખી નાખ્યુ.
“લખી નાખ્યુ ” ગણીને માફ કરશો.
મને પણ નજર બજર વધારે સારું લાગે છે, પરંતુ આ કવિ સિદ્ધહસ્ત છે તેથી એમણે વિચારીને જ નજરફજર લખ્યું હશે એમ માનવું રહ્યું.
આપનું સૂચન સારું છે. આભાર સાહેબ
મધુર છંદ, પ્રવાહી રવાની અને બોલચાલની ઉક્તિઓથી ભરી મજેદાર ગઝલ.
હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર…
એમ ગાનારી આ ગઝલ પોતે પોતાના પથ પર એકદમ વ્યવસ્થિત, સફાઈબંધ અને સડસડાટ ચાલી નીકળે છે. લોકબોલીના પ્રચલિત ઉચ્ચારો તથા લયની માધુરી માનસપટ પર ગુંજ્યા કરે છે. આ કૃતિના વખાણ માટે શબ્દોની જરૂર છે ખરી?
Mr.Anilbhai
this one small poetry nice but a & b are hesitate ignore if possible next time good keep it up
Pareshgiri Goswami
કાવ્ય વાંચન ગ્રુપ પર આપનું સ્વાગત છે આ કાવ્યબાનીથી ભરપૂર ગઝલ લઈને.
good1 … keep it up ..
ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કૈં રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?
એકદમ સુંદર રચના ……
Khub saras…….Jagjit sign pachi thodo andhakar lagto hato…Pan Manhar Udhas sahebne aa chokkas gamse…