મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

ગોકુળથી લઇ મથુરા, મથુરાથી મેવાડ લગી જે વ્હેતા,
એ સૂર બધાયે લીરે લીરા, ચાલો રમીએ મીરાં મીરાં.

ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.

મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.

– અનિલ ચાવડા

Share

24 Thoughts on “ચાલો રમીએ મીરાં મીરાં

 1. રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
  રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.વાહ બહુ સરસ ગીતમય ગઝલ…મજા પડી ગઈ..આભાર શુભેચ્છા નવા વરસ માટે..
  સપના

 2. ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
  છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.
  beautifull

 3. ચાલો રમીએ મીરાં મીરાં. – આ અર્થગહન રદીફથી મીરાં મીરાં રમવાની રમતને એકાધિક પરિમાણ મળે છે.

 4. રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
  રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
  વાહ, ક્યા બાત ..ગીતનો લય, ગઝલની તાજગી અને મીરાંની મહેંકનો સુભગ સમન્વય ..

 5. સંજુ વાળા on 3 January, 2012 at 4:01 am said:

  અનિલ , ગીત-ગઝલની પરંપરામાં આ તારું ઉમેરણ . મત્લા ઉપર ડીયર રાજી રાજી .

 6. praful gaglani on 3 January, 2012 at 4:07 am said:

  best gift for the year 2012 , its really superb.

 7. મને લાગે છે આ ગીત સંગીતબધ્ધ થવા લખાયું છે.
  ગીત વાંચતા એક લય ઊભો થાય છે.
  મીરાંની કાંબળી ઓઢતી વખતે ઊઠતી હવાની લહેરખી પણ અનુભવાય છે !

 8. Kanti Vachhani on 3 January, 2012 at 4:45 am said:

  વાહ…… બહુ સરસ ગીતમય ગઝલ…મજા પડી ગઈ..
  શુભેચ્છા નવા વરસની…

 9. arre dost maja padi gayi…savar sudhari gai kharekhar…khub khub khub abhinandan…

 10. Anil Chavda on 3 January, 2012 at 4:59 am said:

  સુંદર ગઝલ…

  મજા આવી…

 11. વાહ… મજાની ગઝલ… નવી તરેહ અને નવી બાની !

 12. ખુબ જ સુંદર રચના ભાઈ…. મજા આવી…

 13. nandu.desur on 3 January, 2012 at 6:28 am said:

  very nice sir,
  મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
  અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
  jane maru man jumva lagu.

 14. vah….. mira krishna bhakti na prakar nu mara mate nu gamtu patra che… ane મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
  અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં…….. bahu j sundar… rachna .. khub gami…

 15. વાહ..વાહ.. ખૂબ સરસ પ્રયોગ.

 16. ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
  છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.

  vaah anilbhai, jami gai.

 17. praful on 3 January, 2012 at 6:23 pm said:

  bahu saras..
  sufijam thi dwand dafanavi ekakar thavani adhirayi mate dhanyavad.

 18. Anonymous on 4 January, 2012 at 4:16 am said:

  વાહ.. વાહ .. વાહ.. વા… હબહુ સરસ ….

 19. maytri on 4 January, 2012 at 9:08 am said:

  simply superb

 20. Jitendra Desai on 4 January, 2012 at 4:04 pm said:

  I agree with Praful above.Best gift of 2012.
  Request friends above to pl teach me to type in Gujarati on these pages.Pl mail your advice to jaydee_desai@yahoo.co.in

  Anil is realy growing up now! This is new and so refrshing an experiment of trying to sing a song through a Gazal! Great.

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation