મુક્તક

ઘૂંટડા ઘટ ઘટ કરીને રોજ સાંજે સાત પીવું છું,
કોઈ શરબત જેમ હું આખીય મારી જાત પીવું છું.
રોજ સૌની જેમ જીવન નામના આ રોગને હણવા,
એક ચમચી હું દિવસ ને એક ચમચી રાત પીવું છું.

3 thoughts on “મુક્તક

  1. આ મુક્તકના માનમાં….. અનિલની જ ગઝલના બે શે’ર

    અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે;
    ને તુ ચમચી લઈને ઉભો છે, દરિયો માંગવા માટે.

    કર્યુ છે ચપટીમાં જ તે આખુય જંગલ ખાક,
    ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

Leave a Reply