(પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

વહેલી પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની કથા કહેવા માંડે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ ઝબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં
માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા હાથ પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’

તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ પોતાથી સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

– અનિલ ચાવડા

Share

43 Thoughts on “સોરી!

 1. સરસ રચના થઈ છે

 2. પ્રદીપ પટેલ on 2 June, 2018 at 11:22 pm said:

  અવાક્ …. અદ્દભુત……

 3. Rajul Pandya on 2 June, 2018 at 11:34 pm said:

  અભુતપુર્વ રચના.

 4. Madhavi Pandya on 3 June, 2018 at 4:45 pm said:

  Wah sir

 5. R S SHASTRI on 8 June, 2018 at 12:39 am said:

  Very nice and different type of poem… enjoyed….what a nice emotions of a farmer!!!!

 6. Barin.dixit@gmail.com on 8 June, 2018 at 9:12 pm said:

  સરસ લખાઈ છે . એકદમ સચોટ. ઊંડે સુધી અસર કરી જાય એવી.
  આભાર
  અનિલભાઈ

 7. Dr santosh on 29 June, 2018 at 4:14 pm said:

  khub saras.

 8. SAAGOPAANG ANGE ANG DAZVTI GARIBINI GARIBINI SAAHYABI

  સાંગો પાંગ અંગેઅંગ દઝાવતી ગરીબીના દુઃખ દર્દના તર્જની સાયબી

 9. વ્યથાનું બહુ જ સરસ અને છંદના કોઈ બંધનથી મુક્ત શબ્દાંકન. ગમ્યું.

 10. P. K. Davda on 29 June, 2018 at 8:02 pm said:

  અનિલભાઈ, આંખો ભીની થઈ ગઈ. કોઈ ગમે તેટલું સમજાવે તો પણ આપણે ભૂતકાળ ભૂલી શકતા નથી. Unfortunately આપણે ભૂતકાળ બદલી શકતા નથી, એટલે We have to live with it for the rest of our lives.

 11. હસમુખ પટેલ on 29 June, 2018 at 9:55 pm said:

  અદભૂત

 12. અનિલભાઈ, કવિતા સાચી અનુભૂતિની છે. કેવળ કવિકલ્પનાને બદલે વાસ્તવ તરફ ધ્યાન દોરો છે તે પ્રશંસાયોગ્ય તો છે જ. નવકવિઓને કાન પકડાવે તેવી છે.

 13. manishi jani on 3 July, 2018 at 2:18 pm said:

  સરસ

 14. પરભુભાઈ એસ. મિસ્ત્રી on 3 July, 2018 at 3:18 pm said:

  Superb, Anilbhai.
  સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો– અહીં ઝ ને બદલે ભૂલથી ‘જ‘ લખાઈ ગયો એવું તો નથી ને? અમે ‘ઝબોળાય‘ એમ બોલીએ અને લખીએ.

  • પ્રિય પ્રભુભાઈ
   તમારી વાત સાચી છે, ત્યાં ટાઇપભૂલ છે. ધ્યાન દોરવા બદલ આભાર..

 15. UMESH SHAH on 3 July, 2018 at 3:39 pm said:

  Shu kahevu Kavivar Aapne..
  Adbhut.

  It succinctly portrays the harsh ground realities in the lives of the farm laborers which is the flip and dark side of the imaginative Prakruti Kavys.

  very well said.

  hearty congratulations.

 16. બહુ સાદી ભાષામાં પણ છેક અંદર ઊતરી જાય તેવા ભાવની અભિવ્યક્તિ . ગમી.

 17. જગદીશ ચાવડા on 3 July, 2018 at 8:27 pm said:

  નવી રચના હૃદય ને સ્પર્શીને એક લાગણી શીલ દુનિયામાં લઈ ગઈ.

 18. Dear Anil khub saras vastvikta na sparsh nu kavya

 19. Anita Tanna on 6 July, 2018 at 3:11 pm said:

  અનિલભાઈ ,

  તમારી આ તાજી કવિતા , સરસ છે.

  મા તો ચૂલાની આગથી, વૈશાખી તાપથી અને સમયના માપ થી અવાર -નવાર દાઝે પણ,

  કળવા ન દે એની લાહ્ય। ……એ તો પાણિયારે મુકેલા પાણી ના ઠંડા ગોળ ભરેલી જાણે નાર…..

  અભિનંદન

  અનિતા તન્ના

 20. Suresh Jani on 6 July, 2018 at 3:12 pm said:

  બહુ સાદી ભાષામાં પણ છેક અંદર ઊતરી જાય તેવા ભાવની અભિવ્યક્તિ . ગમી.
  ————–
  તમારા મિત્રોને ઈ-વિદ્યાલયની જાણ કરશો અને એમનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો, તો આભારી થઈશ.
  નાનાં ભુલકાંઓને આ ઉંદર – બિલાડી મઝા કરાવશે…
  http://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_84.html

  અહીં ક્લિક કરી ‘ઈ-વિદ્યાલય’ પર પહોંચી જાઓ

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation