સાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.
રોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.
એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.
ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.
સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.
લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.
– અનિલ ચાવડા
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ❗️
खूब सरस. संवेदनशील कवि ज आ लखी शके.
Good poem.Please give me your idea for going in WIKIPEDIA.
Thanks. Wiki ma me nathi mukyu Maru. Anant Rathod Namana kavie mukyu chhe
Very good Gazal.
Here is a Roman Transliteration of this Gazal.
Vaḷī gaī hoy evu̇ lāge chhe.
Sāv aṇadhārī nahī̇ paṇ joī vichārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
roj ghar lag āvanārī keḍī parabārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
e tamārāmō̇ hajī hamaṇ̄̇ j to janmī hatī ne vṛddh paṇ thaī gaī tarat?
bāḷ avayanī chhe, kamarathī toy khumārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
kyō̇k khūṇāmō̇ jaīne jā raḍī le khāru̇ pāṇī sāchavīne rākh naï ,
shej darpaṇamō̇ najar kar ā̇khamō̇ chhārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
sȧbhaḷāshe chīs dekhāshe nahī̇ e saty bichārī bhaṇī gaī eṭale,
skūl chhoḍī any raste kyō̇k lāchārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
lohamō̇ udāratā āvī ke jāgyu̇ shaury su̇vāḷī ā majabutāīnu̇ ?
phūlanī ek pō̇daḍīne kāpatā ārī vaḷī gaī hoy evu̇ lāge chhe.
– By Anil chāvaḍā
અ આ ઇ ઈ ઉ ઊ ઋ ૠ એ ઐ ઓ ઔ ઍ ઑ અઃ
ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ
ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ
ય ર લ ળ વ હ શ ષ સ
ક઼ ખ઼ ગ઼ જ઼ ડ઼ ઢ઼ ફ઼ ર઼ ળ઼
અં આં ઇં ઈં ઉં ઊં એં ઐં ૐ ઔં
અઁ આઁ ઇઁ ઈઁ ઉઁ ઊઁ એઁ ઐઁ ૐ ઔઁ
a ā i ī u ū ṛ ṝ e ai o au ă ŏ aḥ
ka kha ga gha ṅa cha chha ja jha ña
ṭa ṭha ḍa ḍha ṇa ta tha da dha na pa pha ba bha ma
ya ra la ḷ a va ha sha ṣa sa
ḳ a ḳha g̣a j̣a d̤a d̤ha f̣a ṛa l̤a
ȧ ā̇ ï ī̇ u̇ ū̇ ė aï ȯ au̇
a̐ ā̐ i̐ ī̐ u̐ ū̐ e̐ ai̐ o̐ au̐……..Roman Diacritics
Thanks
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ❗
खूब सरस. संवेदनशील कवि ज आ लखी शके.
आभार.
આફરીન ,,, અનિલભાઈ ….
ખુબ સરસ કવિતા છે….
ઘણા લાંબા સમય પછી ……પરંતુ ખુબ જ સુંદર રચના કરી ભાઈ…..
આપ હમેશા ચાહકોના દિલો પર રાજ કરી રહ્યા છો અને કરતા રહેશો……
આપનો ચાહક: હરેશ ગજ્જર (એડીટર-જીએ ન્યુજ) અમદાવાદ.
આભાર હરેશભાઈ
વાહ ખૂબ સરસ ગઝલ
લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે
Thanks bahen
“દેવું કરી પરદેશ મોકલેલ દીકરાની કદી કોઈ ખબર પણ ન આવતા
એક ચબરખીની આશ રાખતી માવડીની કેડ વળી ગઈ હોય તેવું લાગે છે. ”
*****************************************
Oho saras pankti lakhi aapi
Thanks
“દેવું કરી પરદેશ મોકલેલ દીકરાની કદી કોઈ ખબર પણ ન આવતા
એક ચબરખીની આશ રાખતી માવડીની કેડ વળી ગઈ હોય તેવું લાગે છે. ”
*****************************************
‘પરવારી’ જેવા ગામડાના શબ્દને પરદેશમાં આપની આ લાંબા રદીફ ‘વળી ગઈ હોય એવું લાગે છે’
સાથે પહોચાડવા માટે અભિનંદન અને ઘન્યાવાદ. માંડા સમયે લખાઈ પણ યાદ રહી જાય એવી લખાઈ છે. આઅભાર સાથે-‘ચમન’
Thanks sir
મજાની ગઝલ.. મજાની રદીફ. સુંદર અભિવ્યક્તિ
Thanks navin bhai
Anil,
Beautiful Gazal as usual Maza aavi, God Bless you,
Nilesh Rana
વાહ કવિ મજા આવી ગઈ!
આ ગઝલનો સાચો અર્થ હું સમજ્યો કે નઈ એ હું નથી જાણતો. પણ, જીવનની અમુક ભાવનાઓને શબ્દો મળી ગયા.
આ રીતે જ પ્રેણના આપતા રહેશો.
દિલથી આભાર સાહેબ. કવિતાનો પ્રતિભાવ કવિતાથી આપ્યો તે વધારે ગમ્યું.
સરસ ગઝલ. ગમી.
Thanks sureshbhai
ખમ્મા ખમ્મા બાપલા….
સ્નેહી અનિલભાઈ,
લાંબા રદીફની ગઝલ માગી લે છે શાયર ને શાયરીની તમામ મશક્કતોં,
આ સમજ સાથે જ અનિલ કલમ તમારી વળી ગઈ હોય એવું લાગે છે.
વાંચવાની મજા આવી.
સુદર્શન
વાહ કવિ. .
બહુજ લય મા વાંચી
ગમી??
અભિનંદન મિત્ર!
નલિન સુચક
આભાર