સાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.
રોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.

એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.

ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.

સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.

લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

– અનિલ ચાવડા

Share

60 Thoughts on “વળી ગઈ હોય એવું લાગે છે.

 1. “સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
  સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.” બહુત ખુબ…

 2. અશોક જાની 'આનંદ' on 9 March, 2018 at 8:56 am said:

  એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
  બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે…. વાહ વાહ…

  મજાની ગઝલ.. મજાની રદીફ

 3. આખી ગઝલ મજાની… લાંબી રદીફ પણ સુપેરે નિભાવાઈ છે…

  સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
  સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.
  – આ એક શેરમાં બાની કૃતક લાગી…

  • આભાર વિવેકભાઈ,

   આપના પ્રતિભાવ મારા માટે ખૂબ જ મહત્ત્વના છે.

 4. SHEETAL JOSHI on 9 March, 2018 at 2:04 pm said:

  Waah .superb.

 5. Dilip Gohil on 9 March, 2018 at 2:06 pm said:

  લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.
  -ફૂલની પાંદડી આરીને વાળી નાખે તે જબરું છે, પણ કવિ પહેલી લાઇન જરાક સમજાવજો

  • પ્રિય દિલીપભાઈ કુશળ હશો
   આપે મારી ગઝલ વાંચીને પ્રતિભાવ આપ્યો તે માટે આપનો આભારી છું.
   પ્રથમ પંક્તિ વિશે આપે પૂછ્યું.

   હું કંઈક આવું કહેવા માગતો હતો કે ફૂલની પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું કેમ લાગ્યું, એવું શું થઈ ગયું. આરી લોખંડની હોય છે, તે લોહ અર્થાત લોખંડમાં ઉદારતા આવી ગઈ એટલે આરી વળી ગઈ કે પછી ફૂલની પાંદડીઓની જે સુંવાળપ છે તેમાં શૌર્ય જાગી ઊઠ્યું, કે પછી પાંદડીઓ એટલી બહાદૂર થઈ ગઈ એટલે આરી વળી ગઈ?
   શેના લીધે આવું થયું?

 6. Kokila Raval on 9 March, 2018 at 2:10 pm said:

  હું અત્યારે ભારત છું. મને તમારી કવિતાઓમાં રસ છે.
  મારી ઈમેઈ:
  Kokila.raval22@gmail.com

  • આભાર કોકીલાબહેન

   આપે મારી કવિતામાં રસ દાખવ્યો તે માટે આપનો દિલથી આભારી છું.
   આપ ભારતમાં ક્યાં છો. મારો મોબાઈલ નંબર 99256 04613 છે. અનુકૂળતાએ સંપર્ક કરશો તેવી આપને વિનંતી છે.

 7. દીપક દોશી on 12 March, 2018 at 3:40 pm said:

  લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

  – અનિલ ચાવડા

 8. Rajul on 12 March, 2018 at 5:13 pm said:

  લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

  અધભૂત રચના અનિલભાઈ,
  સાદર પ્રણામ.

 9. રાકેશ શુક્લ on 14 March, 2018 at 3:07 am said:

  સરસ સરસ! લાંબા રદ્દિફ કાફિયા પર પણ સારું પ્રભુત્વ છે.

 10. અનિલ વ્યાસ on 14 March, 2018 at 11:34 pm said:

  વાહ.
  બહુ જ સરસ ગઝલ લખાઈ છે ભાઇ.
  અભિનંદન.
  લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.
  આ વાંચતા કૈફ ભૂપાલીનો શેર યાદ આવી ગયો.
  સરખામણી નહિ પણ ભાવ સબબ
  ગુલસે લીપટી હુઈ તીતલીકો ગીરાકર દેખો,
  આંધીયો તુમને દરખ્તોંકો ગીરાયા હોગા…
  મજા પડી અનિલભાઈ.

  • આભાર અનિલભાઈ,
   સમાન નામધારી વ્યક્તિ કોમેન્ટ આપે ત્યારે વિશેષ આનંદ થાય.

 11. સુનીલ શાહ on 16 March, 2018 at 11:22 am said:

  વાહ દોસ્ત..!
  બહુ જ સુંદર અભિવ્યક્તિ.
  લાંબા રદીફને નિભાવી શેરિયત અકબંધ રાખવાની તમારી કળાનો હું ચાહક છું.
  સુંદર ગઝલ..અભિનંદન

 12. R S SHASTRI on 16 March, 2018 at 12:37 pm said:

  Dear brother,.
  Nice poem..”Vali gai hoy tem laage chhe ” . It is very philosophical …”kedi” of life is always changeble…you have presented nicely in philosophical base…

 13. P Kishor Kumar on 16 March, 2018 at 12:38 pm said:

  Very nice, keep it up.

 14. Chintan Bhanushali on 19 March, 2018 at 9:08 am said:

  Wah!!!
  Khub j saras rachna Anilbhai.
  Tamara sabdo ma ek gahanta chhe ek bhav chhe. Atle j hu bau ochha samay ma tamari kavitao na touch ma aavyo ane tamari kavitao no fan thai gyo chhu.

 15. Rakesh Thakkar, Vapi on 29 March, 2018 at 1:32 pm said:

  Waah…

 16. Bhai…
  Superb ……
  Each and every words are important used in your poetry.
  But last two lines are superb….
  I think these lines describes how you can develop resistance to adverse condition…..
  Rigidity develops in any body due to environmental changes…

 17. Jitendra Desai on 1 April, 2018 at 1:06 pm said:

  “આરિ વળી ગઈ લાગે છે” ખુબ સરસ.. આ રીતે શેર કરતા રહેશો

 18. P.K.Davda on 3 April, 2018 at 11:34 pm said:

  “ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
  સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.”

  વાહ, સુંદર અભિવ્યક્તિ.

 19. रमेश सवाणी on 4 April, 2018 at 8:48 am said:

  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગआ…वाह. खूब सरस. रमेश सवाणी

 20. रमेश सवाणी on 4 April, 2018 at 8:49 am said:

  ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગआ…वाह.
  खूब सरस. रमेश सवाणी

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation