ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;

એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?

આટલી જ વાત જાણી આંગળીએ ત્યારથી એ જોગણ છે જોગણ છે જોગણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

Share

53 Thoughts on “તો પણ છે તો પણ છે તો પણ છે…

 1. Dr Pravin V. Sedani on 10 December, 2017 at 9:53 pm said:

  WAH ANILBHAI WAH…Excellent…”Badhir saa terva..ane Spars ne kem paherva,,,”AFALAATUN!!
  Dr Pravin Sedani..USA…

 2. Dr Pravin V. Sedani on 10 December, 2017 at 9:55 pm said:

  WAH ANILBHAI WAH…Excellent…”Badhir saa terva..ane Spars ne kem paherva,,,”AFALAATUN!!

 3. Indu Shah on 11 December, 2017 at 2:54 am said:

  સુંદર ગીત , અનિલભાઇ મોકલતા રહેશો.

 4. સુંદર ગીત .

 5. સરસ નવો પ્રયોગ. ગમ્યો.

 6. NAVIN BANKER on 13 December, 2017 at 4:34 am said:

  વીંટી અને સ્પર્શના ઉલ્લેખવાળી પંક્તિઓ ખુબ ધારદાર છે. ખુબ સરસ રચના, અનિલભાઈ !
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 7. prafull anubhai on 16 December, 2017 at 12:48 pm said:

  Very nice poem. Thank you.

  Thx. Regards.

  Prafull Anubhai

 8. Jatin maru on 19 December, 2017 at 2:39 pm said:

  Waah kavivar. Uttam rachna. Ek saras maja nu geet gujarati sahitya ne aapva badal aabhar.

 9. Kashmira mistry on 10 January, 2018 at 12:30 am said:

  કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
  મારાં બધીર સાવ ટેરવાં,
  વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
  પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?

  Wah khub j saras panktio che anil bhai…..
  Well done….

 10. 98343 4632.0 on 21 January, 2018 at 1:58 pm said:

  સરસ
  અનિલ.. સરસ
  મનગમતુ વાચવા મળેછે

 11. Sudarshan Iyengar on 12 March, 2018 at 1:06 pm said:

  સ્નેહી ભાઈ અનિલ,

  સરસ કલ્પના છે. કલ્પનાની પાંખે ઉડો તો આકાશ અનંત છે, અનંત છે, અંનત છે!
  મઝા પડી
  સુદર્શન

  Sudarshan Iyengar

  • આભાર સાહેબ
   આપ જેવા દિગ્ગજ વ્યક્તિનો પ્રતિભાવ મળે તે મારા માટે ગૌરવની વાત છે

 12. NAIK DHAVAL > on 12 March, 2018 at 1:08 pm said:

  it’s really nice one…

  Regards,
  Dhaval A.Naik (M-9227290290)
  VAPI

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation