પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.

બેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,
સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.

પ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,
આશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.

એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.

જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

– અનિલ ચાવડા

Share

74 Thoughts on “લગોલગ

 1. ગમતી ઘટમાળ….વાહ !
  બહુ સસશક્ત ગઝલ બની છે, અનિલભાઇ
  – ગઝલપૂર્વક અભિનંદન… વ્હાલા !

 2. Paras Jha on 21 September, 2017 at 4:32 pm said:

  સરસ ગઝલ થઈ છે, અનિલભાઈ. વાહ…

 3. Valibhai Musa on 21 September, 2017 at 4:33 pm said:

  શ્રી અનિલભાઈ,
  સરસ મજાની ગઝલ. આનો રાગ/લય ‘સારે જહાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા’ સમાન લાગે છે. આનું ‘લગાગા’ જેવું આનું છંદવિધાન આપી શકશો?
  સસ્નેહ,
  વલીભાઈ

  • આભાર વલીભાઈ મારી કવિતાનું બંધારણ નીચે મુજબ છે.

   પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
   ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.

   ગાગા લગા લગાગા ગાગા લગા લગાગા

 4. Jatin maru on 27 September, 2017 at 2:21 pm said:

  Waah…Khub j saras rachna…

 5. kashmira Mistry on 12 March, 2018 at 1:00 pm said:

  ખુબ જ સરસ રચનાઓ છે આપની…..
  આમ જ તમારી રચનાઓ અમને ભેટ રૂપે આપતા રહો….

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation