પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.

બેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,
સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.

પ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,
આશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.

એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.

જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

– અનિલ ચાવડા

Share

74 Thoughts on “લગોલગ

 1. drnileshtrivedi on 27 June, 2017 at 10:44 am said:

  ગર્ભિત રીતે અનેક વાતો તરફ આંગળી ચીંધી છે. સાંપ્રત સમયને ઉજાગર કર્યો

  અમુક શેર દર વખતે અલગ અર્થ આપી ગયા

 2. NIKUNJ on 27 June, 2017 at 10:14 pm said:

  Joradar

 3. harshal brahmbhatt on 28 June, 2017 at 2:01 pm said:

  એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
  સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.

  સુપર લ્યા અનિલ્યા

 4. S A N PRODUCTION on 28 June, 2017 at 2:04 pm said:

  Vaah supab lagolag

 5. Dakshaben Bhawsar on 28 June, 2017 at 2:07 pm said:

  Tu bahu ashaspad kavi che shubhecha daxa bhavsar

 6. એની શંકાઓનું નિરીક્ષણ……લગોલગ

 7. Laxman on 1 July, 2017 at 5:58 pm said:

  Kya baat…

 8. Hemal Moradiya on 5 July, 2017 at 5:12 pm said:

  વાહ!! અદ્ભૂત

 9. rita on 7 July, 2017 at 11:31 am said:

  superlike:)

 10. vijay rohit on 13 September, 2017 at 3:16 pm said:

  wah sunder radif “Lagolag”
  જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
  એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.
  badha sher uttam, maja aavi

 11. Maulik Chauhan on 13 September, 2017 at 3:41 pm said:

  પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
  ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.
  –આ પંક્તિ ખૂબ જ આકર્ષિત કરી દે છે..

  બેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,
  સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.
  –અને આની તો વાત જ નિરાળી છે..

 12. Pankaj Patel on 13 September, 2017 at 5:38 pm said:

  ખુબ સુંદર ….

 13. NAVIN BANKER on 13 September, 2017 at 7:55 pm said:

  અનિલભાઈ, આપે એક સુંદર ગઝલ આપી. ગમી. તમે હ્યુસ્ટનથી ગયા પણ અમારા દિલથી તો નજીક જ છો. કાયમ યાદ કરતા હોઇએ છીએ.
  નવીન બેન્કર

 14. Rohit Shah on 15 September, 2017 at 11:30 am said:

  તમારી ગઝલમાં તાજગી છે, કવિ.

 15. Bhavy Vyas on 15 September, 2017 at 11:42 am said:

  Sir, have aama Shu pratibhav aapu..Tamara shabdo, dar vakhte shabd vihona j kri nakhe Che?

 16. Neha Raval on 15 September, 2017 at 11:50 am said:

  પ્રિય મિત્ર,

  હું ગઝલો વાંચું છું, ક્યારેક સમજાય ક્યારેક ન પણ સમજાય.
  હું નથી જાણતી મેં ક્યારે ગઝલમાં રસ લીધો, અથવા તમને પ્રતિભાવ આપ્યો.
  મને એ પણ નથી ખબર કે મારું ઈ મેઈલ આપને ક્યાંથી મળ્યું.
  તમે મોકલાવી જ છે, તો વાંચી જ લઈશું, અને આ રહ્યા પ્રતિભાવ.

  પહેલો અને ત્રીજો શેર ખુબ ગમ્યો.
  ભગવી દાઢી વિષે સમજાયું નહિ.
  વખાણ અને ગાળના સંદર્ભો….એક સરસ હાસ્ય કથામાં છેલ્લે કડવો વ્યંગ આવી જાય એવું લાગ્યું.
  મારી ગઝલ વિશેની ઓછી સમજણ થી કદાચ કૈક કાચું કપાયું હોય તો….
  જે હોય તે, પ્રતિભાવ તો આને જ કહેવાય ને! જે સમજાણું એ કહ્યું.
  આભાર.
  નેહા.

  • સ્નેહાજી
   કુશળ હશો
   આપે ગઝલ વાંચીને પ્રતિભાવ આપ્યો તે બદલ આપનો દિલથી આભારી છું.
   ભગવી દાઢી એ આજના બાવાઓ અને સાધુઓ સંદર્ભે કટાક્ષ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.

   બેઠી છે ભગવા કપડાં પહેરીને ધોળી દાઢી,
   સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.

   આજકાલના બધા ધોળી (અથવા કાળી પણ) દાઢી વાળા બાવાઓ પોતાને ત્રિકાળ (ઈશ્વર – ત્રણે કાળના રક્ષક)ની લગોલગ સમજતા હોય છે. અને આ રીતે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. એમ હું કહેવા માગતો હતો.

   આપનો પ્રતિભાવ મારા માટે મૂલ્યવાન છે.
   ફરીથી આપનો આભાર…

 17. અનિલભાઇ,
  દરેક શેર ખૂબ ભાવ સાથે ગૂઢાર્થ ભર્યા

 18. Absolutely enjoyed each and every word of this Gazal!ઘણા સમય પછી જેના એકેએક શેર લાજવાબ છે, એવી ગઝલ વાંચીને મન ઝૂમી ઊઠયું! સુંદoર!

 19. Ramesh Patel on 16 September, 2017 at 2:39 am said:

  ઉમદા ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation