પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,
ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.

બેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,
સમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.

પ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,
આશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.

એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.

જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

– અનિલ ચાવડા

Share

74 Thoughts on “લગોલગ

 1. Bharat Trivedi on 23 May, 2017 at 8:29 pm said:

  જે રીતથી કર્યા છે એણે વખાણ મારાં,
  એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

  kyaa baat !

 2. અશોક જાની 'આનંદ' on 25 May, 2017 at 8:58 am said:

  વાહ… ‘લગોલગ’ રદીફ ખૂબ સુંદર રીતે દરેક શે’રમાં આરોપાયો છે..

  દરેક શે’ર મનનીય થયા છે… !!

 3. Paresh Mehta on 2 June, 2017 at 4:33 pm said:

  Wah ! Anil bhai—-Maza aavi gai—-Tamari Gazal vanchi ne.

 4. મેહુલ સુતરીયા on 2 June, 2017 at 4:53 pm said:

  અદ્દભૂત, હૃદયની બિલકુલ લગોલગ

 5. Naresh Vaghela on 2 June, 2017 at 5:21 pm said:

  પ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,
  આશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.

  Nice Gazhal Anilbhai

 6. sachin on 2 June, 2017 at 7:56 pm said:

  alag chata lagolag

 7. Pradipkumar patel on 3 June, 2017 at 7:21 am said:

  ભગવા કપડાં, ધોળી દાઢી વાહ વાહ!!

 8. Rajul on 3 June, 2017 at 12:59 pm said:

  very well written sirji

 9. Sachin Mayani on 6 June, 2017 at 2:41 pm said:

  alag chata lagolag anil bhai

 10. Ramesh Thakkar on 13 June, 2017 at 4:53 pm said:

  મઝા આવી

 11. Very nice one Anilbhai. the last couplet is really the reality of ours. That’s where we have to be careful and only sensitive people like poets can understand. rightly you have indicated. the joy of rhyme n rhythm is pleasing. liked.
  Harish Mahuvakar 9426 22 35 22

 12. મનના વમળો ઓછા થયા, થયા શ્વાસ ધીરા,
  શાંત સમીપે પહોંચી ગયો અનિલ લગોલગ.

 13. સુંદર ગઝલ…

  મજા આવી…

 14. જે રીતથી કર્યા છે એણે વખાણ મારાં,
  એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.

  very nice

 15. P.K.Davda on 13 June, 2017 at 7:58 pm said:

  ગર્ભિત રીતે અનેક વાતો તરફ આંગળી ચીંધી છે. સાંપ્રત સમયને ઉજાગર કર્યો છે.

 16. ભાવ અને અર્થ વાહી ગઝલ

  ઘણીવાર જે લગોલગ હોય છે એ દુર થઇ જાય છે.

 17. Vipul joshi on 17 June, 2017 at 12:29 pm said:

  જે રીતથી કર્યા છે એણે વખાણ મારાં,
  એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.
  Waah anil chavda ji… kavi raaj waah

 18. Ginal Patel on 26 June, 2017 at 8:15 pm said:

  Bahu divase Avi saheb saras gajal.. thoda thoda time e apta raho sir…

 19. Chavdshitesh93@gmail.com on 26 June, 2017 at 10:25 pm said:

  એના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,
  સમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ

  વાહ…કવિ

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation