ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

Share

51 Thoughts on “સ્ટેપ્લર

 1. પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
  અને હું એને બદલી નથી શકતો.

  વાહ, બેમિસાલ !

 2. તાજગી ભર્યુ.
  ગમ્યું.

 3. પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
  અને હું એને બદલી નથી શકતો.
  ——
  એ પણ બદલી શકાય.

 4. P.K.Davda on 4 March, 2017 at 9:18 pm said:

  સ્ટેપલપીન અણીદાર હોય છે, કાગળના સમુહને વીંધી એક્ઝુટ કરતાં કાગળને દુખતું પણ હશે, પણ પરિણામે કાગળોનું સંયુક્ત કુટુંબ.

 5. જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોચે અનિલ કવિ!

 6. manishi jani on 5 March, 2017 at 3:07 pm said:

  સરસ..!

 7. અશોક જાની 'આનંદ' on 5 March, 2017 at 11:25 pm said:

  અર્થસભર અછાંદસ … ગમ્યું

 8. વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું એક સ્ટેપ્લર ,,,!! saras rachna

 9. dhirajlal vaidya on 8 March, 2017 at 3:40 pm said:

  સ્ટેપ્લર એ સોય-દોરાનો કુટુંબી ગણાય. એનું મુખ્યત્વે કામ ખેર-વિખેરને જોડવાનું છે. માત્ર પોતાનાથી જોડાઈ ગયેલા કજોડાને જ છૂટા પાડવાનો એનો ગુણ રહે છે. જીવનમાં શક્ય હોય તો કોઈનો સોય-દોરો બનજો, પણ કાતર કદી બનશો નહીં. આપની કાવ્ય રચના મને ગમી…………..

 10. It is sticker there for ever. Unless you release from MIND .

  New wave excellent end.

 11. Ashiqav@yahoo.com on 12 March, 2017 at 7:00 am said:

  Anil bhai….
  Thanks for giving us such a nice poetry…
  Really enjoyed your poetry from my inner part (Heart)…
  Keep us in your contact…..

 12. Maulik Dixit on 13 March, 2017 at 4:35 pm said:

  Very nice Poem.. Khakekhar Dil ne Sparshi gai… Lagni o na aa Dariya ma Jane Manas Eklo Atulo bani gyo Che… Practicle ane Selfish manaso ni Bheed ma Aaj no LagniSabhar Manas khovayo che..

 13. Smita Dave on 7 April, 2017 at 1:15 pm said:

  Always like your creation. This is innovative, effective, different thinking, thoughts n emotion flow in words.

 14. Ek kavi shu shu vichari shake !!
  khub sundar Anil bhai..

 15. સુંદર વર્ણન…………innovative one

  Lalit Chande – Rajkot

 16. સુંદર વર્ણન…………innovative one

  – Rajkot

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation