ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

Share

51 Thoughts on “સ્ટેપ્લર

 1. Mukesh Makwana on 12 February, 2017 at 1:14 pm said:

  Wow

 2. Uttam Gajjar on 12 February, 2017 at 1:44 pm said:

  વાહ ! નવો જ વીચાર ને તેની ધારદાર રજુઆત !!​
  ધન્યવાદ..
  ..ઉ.મ..

 3. Falgun Thakore on 12 February, 2017 at 1:45 pm said:

  Very true nice..anilbhai

 4. Good one.i like it

 5. Superb…

 6. કવિતાનો અંત કવિતાને ઉગારી ગયો… વાહ !!!

 7. Paresh T. Mehta on 13 February, 2017 at 12:50 pm said:

  ADBHOOT==STAPLER—-SARAS METAPHOR 6E. CONGRATULATIONS —KEEP IT UP A.C JI.

 8. Vipul Amarav on 13 February, 2017 at 3:02 pm said:

  Kyaaa Khub… Jordar….

 9. SHEETAL JOSHI on 13 February, 2017 at 6:15 pm said:

  Kya baat anilbhai … super like

 10. Superb… new thought on stepler very first time…

 11. Balkrishna Vyas on 18 February, 2017 at 3:52 pm said:

  Really novel idea….Congrats..!!

 12. Dear Anil, good poem. The image of stapler is powerful in the poem about relationship. I read it more than once and enjoyed it.

 13. Very good poem.Please keep it up.

 14. Sudha Mehta on 26 February, 2017 at 4:34 pm said:

  Chhatima stapler aetle Annu dil, jay samandho bandhe ane vikhere, right? Kadacn hriday replace thaay, ,dil kem badalay? Khari vaat.

 15. Jigar Solanki on 27 February, 2017 at 6:14 pm said:

  છેલ્લી બે લાઈન એ તો કવિતા ને સો ગણી ચોટદાર બનાવી દીધી…
  વાહ અનિલ ભાઈ વાહ..!!

 16. છેલ્લી બે લાઈન એ તો કવિતા ને સો ગણી ચોટદાર બનાવી દીધી…
  વાહ અનિલ ભાઈ વાહ..!!

 17. Saroop Dhruv on 28 February, 2017 at 6:07 pm said:

  Achcha hai, fresh pan.

 18. harshal brahmbhatt on 28 February, 2017 at 6:08 pm said:

  હા ભાઈ યે કવિતા મુજે યાદ આઇ અપુન તબ ગુલાબી સ્ટેપ્લર કે બારે મે બાત કર રહેથે તબ આપને કવિતા ઠોકી થી હો…મસ્ત હે ભાઇજાન…

 19. હિમ્મત ખોલીયા on 1 March, 2017 at 10:19 pm said:

  વાહ, અનિલ ભાઈ.

  જેની કોઈ ને કલ્પના પણ ના આવે તેવા વિષય પર કવિતા લખી ને તમે સુખદ આંચકો આપ્યો. સ્ટેપ્લર જેવી વસ્તુ પર કોઈ કવિતા લખવા નુ કહે તો….. થૉડીવાર તો ચક્કર આવી જાય, પણ અનિલ ચાવડા જેનુ નામ, એને માટે કશુ અશક્ય નથી. સેલ્યુટ ???

 20. અનિતા રમેશ તન્ના on 4 March, 2017 at 12:19 pm said:

  અનિલભાઇ,ખરેખર આવું સ્ટેપલર દરેક વ્યક્તિના મનમાં હોતુ જ હશે.મારા મનની વાત તમારી કવિતા દ્વારા રજૂ થઇ….
  શુબેચ્છાઓ

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation