ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

Share

60 Thoughts on “વર્ષો પછી પ્રેમિકાને મળતાં…

 1. પરભુભાઈ એસ. મિસ્ત્રી નવસારી on 15 January, 2017 at 8:26 pm said:

  ખૂબ જ સુંદર
  કવિની મધુર કલ્પના નથી પણ મધુર સ્મૃતિ હોય એમ લાગે છે.

 2. સુંદર મજાનું ગીત …

 3. Rjsavani on 16 January, 2017 at 6:48 pm said:

  संप माटीअे कर्यो तो ईंट थई…
  खूब सरस.
  रमेश सवाणी,IPS

 4. જગદીશ પટેલ on 16 January, 2017 at 7:54 pm said:

  બહુ સરસ રચના. તમે લંબાવી હોત તો ગમત

 5. બલરામ ચાવડા on 19 January, 2017 at 10:20 am said:

  મોટેભાગે હૈયામાં જ રહેતી વાત અહિ હોઠે આવી શબ્દરૂપ પામી છે…એમાય કાવ્યનો ઉપાડ ઓળખ્યોને કોણ છું ?
  પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું; કાબિલે દાદ છે..
  ચોપડીમાં ચીમળાયેલા ગુલાબની સુગંધ જેને માણી હોય એજ આ ગીત સાચી રીતે પામે…

 6. અનિલભાઇ,
  બહુ ગમ્યું આ ગીત યુવાની યાદ કરાવી!!!!

 7. Uttam Gajjar on 24 January, 2017 at 5:23 pm said:

  વાહ ! વાહ !! ક્યા અંદાઝ હૈ !!!

  ઓળખ્યા તમને… પરમ દીવસે જેને સાંભળ્યા તે..

  ભાઈ, સુરતમાં તમને સાંભળીને બહુ બહુ બહુ જ આનંદ થયો..

  જીતે રહો, લીખતે ઔર ખીલતે રહો..

  ..ઉ.મ..

  .સુરત.

 8. Maulik Chauhan on 24 January, 2017 at 8:16 pm said:

  Khub j Sundar Kavya Rachana… Dil ma Besi gai.. Ek request che aapne ke Premika ne Prem thi manava mate,Care krta hoi e batava mate Ni ek Sundar Rachana Moklso..

  Aabhar,
  Maulik Chauhan

  • આભાર મૌલિકભાઈ,
   આપે જે વાત કરી તે વિષય પર પણ હું ચોક્કસ લખવા પ્રયત્ન કરીશ.

 9. Shrilekha Tolat on 30 January, 2017 at 11:24 am said:

  Very beautiful , perfectly expressed!

 10. Bhavy Vyas on 12 February, 2017 at 1:42 pm said:

  Sir Tamari kruti ane game nai…!!? Kadach, Na.. mara mate e Sakya nathi..

  Aa pn best..

 11. Ramesh Savani on 28 June, 2017 at 6:17 pm said:

  Waah ! Khoob Sundar rajooat.

  Ramesh Savani

 12. Mahendra Vora on 28 June, 2017 at 7:55 pm said:

  Very nice anilbhai…Mahendra Vora

 13. Chiman Patel on 28 June, 2017 at 8:04 pm said:

  અનિલભાઈ અનોખી વાત આપી જાય છે આપણ સહુને! અનિલભાઈની અનોખી વાતો એમની કૃતિઓમાં વાંચીને મજા માણી લઈએ છીએ! આભાર અનિલભાઈ તમને અમારા સહુના!

 14. Rajnikumar Pandya on 29 June, 2017 at 1:41 pm said:

  બહુ સરસ અને માર્મિક છે. અભિનંદન.

 15. અંતરાની અંતીમ પંક્તીમાંના મધ્યાનુ પ્રાસો દ્વારા એક મજાનો લય ઉભો થાય છે તે ને, હળવાશથી કહું તો, પ્રીયતમાને જાણે કે “સંભળાવવા”નું કામ કરે છે !! ઉપરા ઉપરી ત્રણ પ્રાસો પ્રીયતમાને ધરાર ઓળખવાની ફરજ પાડે છે. તમે આ કાવ્યને દૃષ્યમાન કરી જુઓ ને પ્રીયતમ કાવ્ય વાંચતો વાંચતો, દરેક પ્રાસ સાથે તર્જની ઉંચીનીચી કરતો કલ્પી જુઓ !! પેલી કાનની બુટ્ટી પકડીને કહેશે કે હા ભૈ હા, ઓળખું છું તને ક્યારનોય !

 16. Chiman Patel on 25 July, 2017 at 8:37 pm said:

  હું જેમ કોમેન્ટ કરતો આવ્યો છું એને દોહરાવું છું; અનિલભાઈ, તમારી કૃતિઓમાં વિવિધતાને કારણે એ આંખે વળગે ને દિલ સુધી સરી જાય છે! અત્યારે તમારા ગ્રહો તમારી સોડમાં છે તો એનો પુરેપુરો લાભ લઈ લખતા રહો અને અમને પિરસતા રહો! શુભેચ્છા સાથે…

 17. અનિલભાઈ,
  ઓળખ્યોને કોણ છું? બસ આટલી જ પંકતિ હ્ર્દયને આરપાર જવાને સમર્થ છે…ખૂબ ખૂબ આભાર આ ગીતની ભેટ માટૅ!!

 18. NAVIN BANKER on 26 July, 2017 at 12:55 am said:

  આપનું ગીત વાંચીને મને તો ગદ્યમાં એની પાદપુર્તી કરવાનું મન થયું. હું ઘણી વખત, અમદાવાદમાં મારી જુની સ્ત્રીમિત્રોને મળ્યો છું અને ઘણાં સંવેદનો અનુભવ્યા છે.આ કાવ્ય વાંચીને પત્રશૈલિમાં કશુંક લખીશ. નસીર ઇસ્માઇલીની સ્ટાઇલમાં.
  બાકી મજા પડી ગઈ, દોસ્ત !

 19. Manoj Doshi on 15 September, 2017 at 11:41 am said:

  Tamari biji 2-3 rachna vachi..
  Sunder..
  “Anilya..” !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation