ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

Share

60 Thoughts on “વર્ષો પછી પ્રેમિકાને મળતાં…

 1. Very good. Excellent.
  Bharat athakkar

 2. જરા અલગ લઢણનું અને અનૂઠા લયમાં વહેતું મજાનું ગીત…

 3. krushna dave on 27 December, 2016 at 5:32 pm said:

  anil saras geet thayu

 4. “બીજું પણ કંઈ ઘણું બધું છે” અને હવે “વર્ષો પછી પ્રેમિકાને મળતાં. . . ” વાહ! આ જ છે ને કવિનું ખીલવું ! હું હંમેશા કહેતો આવ્યો છું, મિત્ર! મારી અપેક્ષાઓ હજી ઘણી છે. હું મારા પરિચિતોને કહું છું કે જો જો! આ કવિ પાસે ‘બીજું પણ કંઈ ઘણું બધું છે ‘ જે આમ પ્રગટતું રહે છે.
  આગળ વધો, દોસ્ત! અનિલની આંખોને, હૃદયને, અનિલની કલમને હજી તો ઘણું બધું કહેવાનું છે! દોસ્ત! તમારી પાસે બીજું પણ કંઈ ઘણું બધું છે! શુભેચ્છાઓ!

 5. Jitendra Desai on 28 December, 2016 at 12:04 pm said:

  Simply beautiful! Great poem.Compliments

  Jitendra Desai

 6. Manish Sanghani on 29 December, 2016 at 11:49 am said:

  સરસ મજાની કવિતા, અનિલભાઈ.

 7. Patel Pradipkumar on 29 December, 2016 at 10:48 pm said:

  હા, ઓળખ્યા તમને, ગુજરાતી કવિતામાં ” દુકાળ હતો ત્યારે આવ્યા થઈને વરસાદ”

 8. vah khub saras

 9. Very good, maza padi.

 10. સામાન્ય રીતે હું ગાતો નથી, પણ આ ગીત એકલા એકલા ગવાઈ ગયું અને મજા પણ આવી ગઈ. સરસ મજાનો શબ્દોનો અનુબંધ !

 11. nice git in a very very real memory

 12. P.K.Davda on 10 January, 2017 at 9:49 pm said:

  કુંણી કુંણી લાગણીઓના પુષ્પગુચ્છ જેવી આ રચના મને બહુ જ ગમી જે. બારથી સોળ વરસની વયમાં થતી લાગણીઓનું સંપુર્ણ લીસ્ટ, એકે પણ વસ્તુમાં કવિની કલ્પના નહીં, બધું જ સાવ સાચું.

 13. અશોક જાની 'આનંદ' on 10 January, 2017 at 10:31 pm said:

  મજાની રવાનગીભર્યું મસ્ત ગીત

 14. Sudhir Patel on 11 January, 2017 at 7:12 am said:

  ખૂબ જ તાજગીસભર અને લયબધ્ધ અભિવ્યક્તિ લઈને વહેતું ગીત!
  — સુધીર પટેલ

 15. સંજય પંડ્યા on 11 January, 2017 at 7:29 pm said:

  વાહ ..સરસ ગીત બન્યું છે કવિ !

 16. Ghanshyamsinh rathod on 12 January, 2017 at 1:02 pm said:

  Vah vah. ……..jlso pdi gyo

 17. Madhavi Dave on 15 January, 2017 at 5:07 pm said:

  Awesome kavita Anil bhai….. Ek ek vaat ane vartan nu sachot varnan…..

 18. Saroop Dhruv on 15 January, 2017 at 5:08 pm said:

  Good poem

 19. ARATI KARODE on 15 January, 2017 at 5:10 pm said:

  Very Nice sir.

 20. જગદીશ ચાવડા on 15 January, 2017 at 5:15 pm said:

  શ્રી અનિલભાઇ

  ખુબ જ સુંદર.

  મારા મતે પ્રેમીકા અેટલે આપણે અોળખાણ આપે છે તે પરમાત્મા.

  જગદીશ ચાવડા

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation