આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

Share

68 Thoughts on “બીજું પણ કંઈ ઘણું બધું છે

 1. Ravi Segliya on 9 December, 2016 at 12:10 pm said:

  વાહ અનિલ કવિતા ખૂબ જ ગમી

 2. Khub saras Anilbhai.
  Aapani kavitao aapna mukhe sambhalvani je maza chhe tevi ja maza ekantmaan vaanchine maannavani pann chhe.
  Khub lakho. Saras Lakho.
  Lakhta raho. Sambhalavata raho.
  Ane ame aapane sambhalata rahiye. Vaanchata rahiye.

 3. રમેશભાઇ જે. ઠક્કર on 11 December, 2016 at 7:39 pm said:

  ‘દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.’

  સરસ, ખૂબ સરસ

 4. Viral Joshi on 21 December, 2016 at 1:35 pm said:

  2nd sher to kaik vadhare j jordaaarrr cheee!!!

  just loved this!! <3

 5. Sunil Mewada on 21 December, 2016 at 1:36 pm said:

  આભાર અનીલભાઈ,
  અભિનંદન.
  ફક્ત સ્ફૂરણા ને મીટર ને ગોઠવણ ને રદીફકાફિયા સિવાય બીજું પણ ‘ઘણું બધું’ છે આ ગઝલમાં…
  દરેક શેરમાં બુદ્ધિ અને સંવેદનોને તાણી જતો લય રચનાનું જમાપાસું છે, પણ બીજા શેરની બે પંક્તિ મારી માટે ખરી કવિતાની ઉજાણી બની રહી… મજા આવી ગઈ. જોકે પહેલા શેરની બે પંક્તિ સૌથી દમદાર લાગી. એમાં કવિતા, વિચાર, સંવેદન અને અભિવ્યક્તિ બધું એની ઊંચાઈ પર હોય એવું મને લાગ્યું.
  અન્ય ત્રણ શેરોમાં સશક્ત અભિવ્યક્તિ પામેલા, સ્પર્શી જાય એવા વિચારોમાં, (વ્યક્તિગત રીતે) મારું હૃદય ઝંકૃત ન થયું, એ બુદ્ધિ સુધી સીમિત રહ્યા.
  (મને ન ગમતા પ્રકારમાં પણ ગમી જાય એવા અનીલત્વો તમે લાવો છે એનો આનંદ ને કૂતુહલ બંને રહે છે.)
  જીએલએફમાં તમને શોધ્યા હતા, પણ જડ્યા નહીં.
  અલબત્ત, ફરી જલદી મળીશું.

 6. chandra.mapara on 26 December, 2016 at 1:59 pm said:

  ધન્યવાદ ઘણી સરસ ગઝલ.

 7. Kiran Chavan on 30 January, 2017 at 3:40 pm said:

  Ghanu badhu chhe…sundar rachana..
  Aa rachnamu..aapna mukhe pathan sambhlya pachhi….kya baat.
  Pathan karvani…ada jordar kavi..
  God bless u alwys.

 8. અદભુત! ધન્યવાદ!!

 9. Kashmira mistry on 10 January, 2018 at 12:43 am said:

  કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
  ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

  વાત ૧૦૦% સાચી છે અનિલ ભાઈ……
  બીજુ પણ કંઈ ઘણુ બધુ છે…..
  આપે સરળ ભાષામા કંઈ કેટલુ સમજાવી દીધુ…
  આભાર….

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation