આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

Share

68 Thoughts on “બીજું પણ કંઈ ઘણું બધું છે

 1. Jitendra Desai on 22 November, 2016 at 9:58 pm said:

  Great gazal Anilbhai.Enjoyed it. Last two lines are devastating. Keep writing and posting

 2. Sanju vala on 22 November, 2016 at 10:03 pm said:

  Noce one

 3. વાહ…. અનિલભાઇ,
  આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
  સત્ય વચન તો ખરૂં જ, સાથે-સાથે માણસ સંબંધ લાગણી અને એના રખરખાવ
  બધું કેવું “યંત્રવત્” નિભાવ્યે જાય છે, એના સશક્ત અને સચોટ કવિકર્મની પ્રલંબ છંદમાં સરસ ગઝલ.
  અભિનંદનનાં અધિકારી છો..મિત્ર !
  અને એ પણ, ગઝલપૂર્વક.

 4. mahesh yagnik on 23 November, 2016 at 2:04 pm said:

  અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
  તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
  aa pankti sauthi saras…kyarek malo..maja aavashe..
  MAHESH YAGNIK
  A/1,Neelkamal Apts.
  B/h L.D.Arts College, Navarangpura,
  Ahmedabad 380 009
  [ M ] 98790 65207 (R) 079 2630 5614

 5. Shivangi on 23 November, 2016 at 3:04 pm said:

  તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
  Waah waah kya baat hai…

 6. Geeta doshi on 23 November, 2016 at 5:46 pm said:

  waaahhh … khub saras … 🙂

 7. Manish Sanghani on 23 November, 2016 at 6:21 pm said:

  ‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે….

  Great Anilbhai…very nice

 8. Mahesh Chauhan on 24 November, 2016 at 8:05 pm said:

  Very good message through the Gazal…

 9. વાહ કવિ …
  ‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે…
  તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે…

 10. વાહ… સરસ મજાની રચના…

  આનંદ થયો….

 11. kazimhuseni on 26 November, 2016 at 5:19 pm said:

  khub j saras Anil Bhai

 12. હસમુખભાઈ પટેલ on 27 November, 2016 at 3:23 pm said:

  ઉપર ઉપર બધુ છે ભીતરમાં કાંઈ નહિં અભિનંદન

 13. jugalkishor on 27 November, 2016 at 4:37 pm said:

  અનિલભાઈ,

  તમારી રચનાનો પ્રલંબ લય જ ઘણું બધું કહી દ્યે છે !! આ લયમાંનો પ્રચ્છન્ન ઉછાળ કાવ્યને ઉંચી કોટી આપે છે.

  ધન્યવાદ.

 14. કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
  દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

  excellent

 15. ચાવડા ભાઈ અનિલ તમારી ગઝલ વાંચી અને ઘણો બોધ પણ મળ્યો .
  बंदा बाज़ी जुट है मत सच्ची कर मान
  कहाँ बीरबल गंगहै कहाँ है अकबर खान
  તમારી કવિત્વ શક્તિ વધતી રહે એવા આતાશ્રીના આશીર્વાદ

 16. તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
  ——
  જે છે – તે અહીં અને અત્યારે છે. બાકી બધું હતું કે હશે !

 17. jitendra padh on 27 November, 2016 at 7:46 pm said:

  shri anil bhai ..shuprabhat,,,america ma betha betha tamari rachanao khankhakhola kari shodhi ne vanchiati aanad pamu chhu ,matr koine khush karava ke prasansha kari samana vhala banvva no rivaj mane gamto nathi ,sachujj kahevu te aadat marichhe ,,,tamari rachanao bhavhahi hruday sprashi anechit ma na bhulay tevi chhap muke chhe ,sidhd hhast rachana kone kahevay te nava shiukhu rasiko ae shikhva maate purv gazalsurio sathe tamari rachana vachi talim levi joiya,,aa maro angat mat chhe ,,,,,, tamara naam ,kaam ane svabhav gurajjar dhara nu gaatu ,vahetu zarnu chhe ,,,,khubkhub abhinadan ,,,,,,,matrubhasha gujaartini snnisth seva badal ane masai bahen gazal ni
  apulki banavi,nava sanketo ayamo dwara atm saad kari vachako ne aswaday banavi vaheti karva badaal ,,,,,,tamari sevane birdavu chhu ,,,,,,,
  jitendrapadh /rahle city /north cerolina/amerika///////jai maa gurjjari

 18. P.K.Davda on 27 November, 2016 at 9:09 pm said:

  આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
  ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

  વાહ અનિલભાઈ! બહુ સુંદર અભિવ્યક્તિ.

 19. અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
  તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

  અનિલભાઈ , આપની ગઝલમાં સુંદર ભાવ , શબ્દ, અર્થ અને અભિવ્યક્તિ છે.
  એટલે જ એ ભાવકના હૃદયમાં વિચાર વર્તુળો જન્માવે છે.

 20. અશોક જાની 'આનંદ' on 29 November, 2016 at 7:08 pm said:

  મજાની અર્થપૂર્ણ રદીફ.. સાચે જ બીજું કે ત્રીજું નહીં ઘણું બધુ છે… !!

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation