ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

Share

64 Thoughts on “ઉનાળાનું ગીત

 1. ઉનાળાની ભડભડતી ગરમીમાં ઘડીક શીતલતા બક્ષે એવું મજાનું ગીત. મુખડું અને પહેલો અંતરો સવિશેષ ગમ્યા.

 2. Paresh T. Mehta on 19 May, 2016 at 5:53 pm said:

  “SARAS” TAME LAKHUN TE ANUBHAVAY 6E, UNALO KAL ZAL CHALE 6E “

 3. Paresh T. Mehta on 19 May, 2016 at 5:53 pm said:

  “SARAS” TAME LAKHUN TE ANUBHAVAY 6E, UNALO KAL ZAL CHALE 6E “

 4. Kiran Chavan on 19 May, 2016 at 6:18 pm said:

  આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
  જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
  સૂરજના ઘરમાં તો અવસર હો આવ્યો એમ આભ આખું ગીત એનાં ગાય છે;
  ઉનાળો કાળઝાળ થાય છે.
  વાહ્ વાહ્…..

 5. Naresh Solanki on 19 May, 2016 at 8:03 pm said:

  waah… unalano sundar rite anubhav karavyo.. gret poem…Anilbhai… jakkas..

 6. Bhavesh Raval on 19 May, 2016 at 8:43 pm said:

  Sache j Khubj saras rachna che….

 7. wow gajab anilbhai.aapni kannti aa ri aagal dhape tevi abhyarthana .pravin b vegada 9512827999

 8. Rajesh Bhagat on 21 May, 2016 at 1:10 pm said:

  Very good.

 9. Lata J. Hirani on 21 May, 2016 at 1:15 pm said:

  Nice song Anilbhai..

 10. mahesh yagnik on 21 May, 2016 at 1:16 pm said:

  ગીત સરસ છે..બહુ સમજ નથી પણ સોરી,જ્વાળા શબ્દ સ્હેજ ખૂંચે છે.બાકી અદ્ ભૂત..

  MAHESH YAGNIK

  • આભાર મહેશભાઈ યાજ્ઞિક,
   આપ જેવા દિગ્ગજ લેખક મારા જેવા યુવાન કવિની રચનાઓ વાંચે છે અને પ્રતિભાવ પાઠવે છે તે મારા માટે મૂલ્યવાન વાત છે.
   આપની સૂચનો પર હું હંમેશાં ધ્યાન આપું છું.

 11. Ketan Rupera on 21 May, 2016 at 3:06 pm said:

  સરસ દોસ્ત.
  વાંચીને આનંદ થયો.

  કેતન

 12. sanjay chauhan on 21 May, 2016 at 11:51 pm said:

  vaah bhaai khub saras

 13. smita shah on 22 May, 2016 at 7:41 am said:

  Kya baat …

 14. અશોક જાની 'આનંદ' on 24 May, 2016 at 5:05 pm said:

  કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?

  વાહ અનુભૂતિને સચોટ શબ્દોથી અભિવ્યક્ત કરી છે… ખૂબ સુંદર ગીત… કવિ..!!

 15. P.K.Davda on 24 May, 2016 at 8:04 pm said:

  બહુ સરસ. હવે Earth warming ઉપર લખો.

  • જરૂર, હું પ્રયત્ન કરીશ દાવડા સાહેબ.
   આપની સાથેની કેલિફોર્નિયાની યાદો હજી તાજી છે.
   આપ કુશળ હશો.

 16. ઉનાળાના શારીરિક અને માનસિક તાપનું આબાદ શબ્દ ચિત્ર રજુ કરતું અનીલભાઈ નું સુંદર કાવ્ય

 17. મનસુખલાલ ગાંધી on 25 May, 2016 at 7:15 am said:

  બહુ સરસ.

 18. Pingback: ( 914 ) ગામડાનો ઉનાળો…. ( મારાં સંસ્મરણો ) / બે ગ્રીષ્મ કાવ્યો | વિનોદ વિહાર

 19. આશા વીરેંદ્ર on 26 May, 2016 at 2:53 pm said:

  અનિલભાઈ,
  આખું ગીત જ સરસ પણ મને તો પાંપણથી ગાલ સુધી પહોંચતા સુધીમાં આંસું વરાળ થઈ જાય એ કલ્પના બહુ સ્પર્શી ગઈ.ધન્યવાદ.

  • આભાર વીરેન્દ્રભાઈ
   આપે કવિતા પ્રત્યે આપની લાગણી દર્શાવી તેથી આનંદ થયો.

 20. himatlal joshi on 26 May, 2016 at 4:07 pm said:

  બહુ સરસ ગીત છે .
  તમારા ગીતો વાંચવા ગમે એવા હોય છે ,
  મેં એક દુહો બનાવ્યો છે। જોકે તમારા જેવા સમર્થ કવિને ન પણ ગમે છતાં હું મારા મનોરંજન માટે લખું છું .
  ખડ સુક્યાં બાવળ બળ્યા થોરીયાય સુકાણા ,
  કીએ અવ ગુણે મેહુલા તમે અમ પર કોપાણા

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation