એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

Share

70 Thoughts on “એક નાના કાંકરે…

 1. સરસ !
  હવે હમણાં તો વીદેશે જ કે સ્વદેશે ? કુશળ હશો.

 2. સુંદર ગઝલ…

  લગભગ બધા જ શેર આસ્વાદ્ય…

 3. આખી રચના સરસ.
  એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
  ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.
  સરયૂ પરીખ

 4. Preety Sengupta on 27 April, 2016 at 7:20 pm said:

  nice gazal, Anil

 5. Paresh T. Mehta on 29 April, 2016 at 10:10 am said:

  Snehi Shri, Anil Bhai,

  AAp tamari navi krutio—-Sarjano Mail karo 60 , te Saru lage 6e–Tamari badhi j mail karel hun jarur vanchu 6un, pan tena Pratibhav mokali shakato nathi, To Maf Karasho—-Vanchi anand pamu 6un.

  Paresh Mehta
  88661 02244.

  • Aap mari kavitao vancho chho ey mare mann moto aanand chhe Pareshbhai
   Aapni Anukultae pratibhav aapsho to pn chalshe.
   aap aapno kimti samay mari kavitaone aapo chho te mate aapno dilthi aabhari chhu

 6. bhankhodiya mukeshkumar on 29 April, 2016 at 1:20 pm said:

  sundar rachana abhinandan kaviraj…

 7. અનિલભાઇ
  પહેલો, બીજો અને છેલ્લો- આ ત્રણે શેર ખૂબ ગમ્યા. મારી ‘ચિંતન ચોપડી’માં ફરી ફરી વાંચવા, વાગોળવા ઉતારી લીધા છે.
  આપની યુ.એસ.એ.ની સફર દરમિયાન ત્યાંના લોકો,જીવન વગેરે વિષે કોઇ કવિતા કે લેખ થયો હોય તો તે પણ રજૂ કરી આપશો તો વાંચીને આનંદ થશે.

  • આભાર મહેક ટંકારવી સાહેબ
   યુએસએની ટ્રીપ વિશે કંઈ ખાસ લખ્યું નથી, હવે લખવાનો વિચાર છે. જ્યારે થશે ત્યારે જરૂર આપની સાથે શેર કરીશ.
   આભાર

 8. Dipen Rathod on 29 April, 2016 at 4:17 pm said:

  Khub j saras anilbhai..aap e to aapda Gujarat nu gaurav vadharyu che..to aap ne dil thi khub khub abhi nandan..ane aa ghazal pan as usual superb

 9. મત્લાથી મક્તા સુધી સાદ્યંત સુંદર ગઝલ..

 10. મત્લાથી મક્તા સુધી સુંદર ગઝલ..પણ મક્તા તો એકદમ મર્મસભર..

 11. R S SHASTRI on 30 April, 2016 at 12:08 pm said:

  Dear brother,
  Very philosophical poem…
  Enjoyed..
  Madhyam marg is bes

 12. hardik on 2 May, 2016 at 11:03 am said:

  gazal sari che pan level weli vat hajam na thi karan ke gujarati ma english word na aave to saru che.

 13. Chollamadam VARGHESE PAUL on 2 May, 2016 at 11:39 am said:

  Dear Anil
  Thanks for your poem on A SMALL STONE. I enjoyed reading it. The last two line are a bit puzzling for me; or perhaps I do not understand it much. You say: Anil’s standard is higher than the mountaintop and yet you stay in the middle which neither the top nor the bottom.
  With love & regards

  • dear sir
   majama hasho

   aape mari kavita vanchi pratibhav aapyo tethi khub aanand thayo.

   Je Kavitani pankti ni tame vat kari rahya chho tema hu kaik evu kaheva itchhto hato ke maru leval – mari kavitani unchai to shikhar karta pn unchi chhe, pn hu hammesh madhyama rahu chu. nahi toch upar ke nahi saav taliye. maari kavitani aavi unchainu hu khotu abhiman nathi karto evu kaik hu kaheva magto hato.

   aasha chhe mari vat aap sudhi pahonchi hashe.

   aape mari kavita vanchi ane aapni laagni vyakt kari eni maate aapno dilthi aabhari chhu.

  • dear sir
   majama hasho

   aape mari kavita vanchi pratibhav aapyo tethi khub aanand thayo.

   Je Kavitani pankti ni tame vat kari rahya chho tema hu kaik evu kaheva itchhto hato ke maru leval – mari kavitani unchai to shikhar karta pn unchi chhe, pn hu hammesh madhyama rahu chu. nahi toch upar ke nahi saav taliye. maari kavitani aavi unchainu hu khotu abhiman nathi karto evu kaik hu kaheva magto hato.

   aasha chhe mari vat aap sudhi pahonchi hashe.

   aape mari kavita vanchi ane aapni laagni vyakt kari eni maate aapno dilthi aabhari chhu.

 14. અશોક જાની 'આનંદ' on 2 May, 2016 at 5:05 pm said:

  આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
  “આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”… વ્વાહ..!

  આખી ગઝલ ગમી..

 15. ભૂલ વગરની પદ્ધતિસરની સમજવા જેવી અલંકારિક ઉત્તમ ગજલ કહેવાય
  આવી સરસ ગજલો મારા જેવા અદના માણસ સુધી પહોંચાડવા બદલ તમારો આભાર અનિલભાઈ

 16. P.K.Davda on 2 May, 2016 at 7:55 pm said:

  લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
  લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં

  વાહ સરસ રૂપક.

 17. Dr. Kedar Upadhyay on 3 May, 2016 at 3:26 pm said:

  waah Anilbhai… majja majja…

 18. Vah….! Moj padi……!

 19. Suresh Parmar on 3 May, 2016 at 8:45 pm said:

  Nice Gazal; Anilbhai.

Comment navigation

 

Leave a Reply to hardik Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation