એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

Share

70 Thoughts on “એક નાના કાંકરે…

 1. Sudhir Patel on 4 May, 2016 at 7:35 am said:

  ખૂબ સુંદર ગઝલ, અનિલભાઈ

  યુ.એસ.માં બે દિવસ સાથે રહેવાનો અને આપની કવિતા માણવાનો આનંદ હજી પણ અકબંધ છે.

  અનુકૂળતાએ ફોન પર વાત કરીશું.

  –સુધીર પટેલ.

 2. santosh on 4 May, 2016 at 3:11 pm said:

  તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
  પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં……………..good.

 3. Rakesh Shukla on 4 May, 2016 at 3:47 pm said:

  nice ghazal. level could be replaced by star. i dont know much more about chhandas. maths teacher chhu,
  but you write good ghazals. i always read it.

 4. ramkrishna on 4 May, 2016 at 4:04 pm said:

  Unala ma pan thandak aapi jay saband ni evu SARS kavi ta lakhi che ho sir.

 5. khoob saras gazal!! congrats..

 6. Dinesh R Patel on 5 May, 2016 at 8:08 am said:

  Like its !
  after time some interval fresh seen after USA tour……………..

 7. Jitendra Desai on 5 May, 2016 at 11:11 am said:

  ખુબ સરસ ! મને પહેલી ૨ પંક્તિઓ ખુબ ગમી છે

  આખી નદી નહિ ડહોળી શકો તો શું? એક વમળ તો જરૂર પેદા કરી શકો ! વાહ !

 8. Dear Anilbhai, At 12.05.P.M. 5/5/2016.
  JayshreeKrishna.In this gazal I like your philosophical
  thinking about Vishavas & Lifespan.You must have enjoyed
  your trip of U.S.We will welcome your new sarjans.O.K.
  -Parimal Dalal.

  • આભાર પરિમલભાઈ દલાલ સાહેબ,
   આપની શુભેચ્છાઓ અને પ્રેમ હરહંમેશ મારી સાથે રહે છે.
   આપની આવી લાગણી અવિરત વરસતી રહે તેવી પ્રભુપ્રાર્થના…

 9. harshal brahmbhatt on 5 May, 2016 at 12:34 pm said:

  લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
  લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

  એકદમ મસ્ત અનિલ…

 10. ashiq vankani on 5 May, 2016 at 12:36 pm said:

  Very nice to hear from you…
  Liked new poetry very much and need not any changing like other experts…
  Thanks ..

 11. pragna patel on 5 May, 2016 at 12:37 pm said:

  thanks…bahu saras…subhechchhao…

 12. Chiman Patel on 5 May, 2016 at 6:20 pm said:

  અનિલભાઈ,

  દેવિકાબેન અને સરયૂબેને આપેલ પ્રતિભાવ સાથે હું પણ સંમત થાઉ છું. તમે જે આભાર માનો છો એ જો ગુજરાતીમાં આપી શકો તો સોનામાં સુગંધ.

  • આભાર ચીમનભાઈ
   આપ, દેવીકાબહેન,સરયુબહેન જેવા વ્યક્તિત્વોના પ્રતિભાવોથી મારી કવિતા વધારે નિખરે છે

 13. Niles Rana on 6 May, 2016 at 7:12 am said:

  sunder Gazal, sorry missed your program in USA

 14. Hasmukh Aboti on 6 May, 2016 at 2:28 pm said:

  અતિ સુંદર રચને છે.

 15. Chandrakanth Vallabhadas Chothani on 6 May, 2016 at 2:29 pm said:

  bhai bhai prabhu jio jio prabhu

 16. anand seta on 7 May, 2016 at 1:32 pm said:

  wah anilbhai gazal gami etlu j nahii khoob gmi…

 17. NAVIN BANKER on 7 May, 2016 at 6:49 pm said:

  ખુબ સુંદર ગઝલ. મેં તો એને ફોલ્ડરમાં સેઇવે કરી લીધી.

  નવીન બેન્કર

 18. NAVIN BANKER on 7 May, 2016 at 6:52 pm said:

  ખુબ સરસ ગઝલ. મેં તો એને મારી પ્રિય ગઝલોના ફોલ્ડરમાં સેઇવે કરી લીધી છે.

  નવીન બેન્કર

 19. darpan purohit on 9 May, 2016 at 10:23 am said:

  very nice lines

 20. Yogesh Shukla on 9 May, 2016 at 9:12 pm said:

  એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
  પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

  ગઝલ ના એક એક શેર દમદાર છે ,
  બહુ ઉડાણથી ઘણુબધું કહી જાય છે ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation