એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

Share

75 Thoughts on “એવી ખબર થોડી જ હોય?

 1. Naresh Solanki on 3 December, 2015 at 3:53 pm said:

  waah

 2. અશોક જાની 'આનંદ' on 3 December, 2015 at 3:56 pm said:

  વ્યથાને વાચા આપતા એક એક શે’ર મસ્ત થયા છે

  ખૂબ જ હ્રદય-સ્પર્શી ગઝલ, નવી રદીફનું પણ સુયાપેરે પ્રયોજન …!!

 3. વાહ અનિલ ભાઈ વાહ, હૃદયની વેદાનાને
  ધારદાર શબ્દોથી કોમળ કલ્પના સાથે
  રજુ કરી છે, તમારી દરેક રચનામાં ભીતરે
  ધરબાયેલું એક હળવું દર્દ હોય છે જે સહજ
  શબ્દો સાથે આવે છે, મોજ પડી ભાઈ વાહ

 4. અનિલભાઈ,
  સરસ રચના, “જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
  અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?” વિશેષ ગમી.

 5. ramkrishnasolanki on 5 December, 2015 at 12:37 pm said:

  Have mijaja jamyo che siyala no ho anila bhai

 6. ramkrishnasolanki on 5 December, 2015 at 12:38 pm said:

  Aatlu ne aavu Jo vicharu hoy to siyalani lambi rataj joi e ho Anil bhai

 7. pradip on 7 December, 2015 at 7:13 am said:

  એવી ખબર ન હોતી કે તમે મને આમ હચમચાવશો!!!!

 8. Baarin on 7 December, 2015 at 4:44 pm said:

  એવી થોડી જ ખબર હોય? કે કોઈ આવા મીટર માં પણ આવી અદભુત ગઝલ લખી શકે?

 9. Nilesh Rajgor on 7 December, 2015 at 6:26 pm said:

  Respected Anil Chavda ji
  Your creation is really good. I am fully impressed and pray to God that you will be contribute greater creations in Gujrati literature/poems…

  Thanks and regards…
  Nilesh Rajgor

 10. Arpan Christy on 8 December, 2015 at 2:21 pm said:

  bahot khub bhai.. waah

 11. Khub Sundar Rachna.Anilbhai.

 12. સરસ રચના…

 13. P.K.Davda on 8 December, 2015 at 8:50 pm said:

  સરસ ગઝલ

 14. ક્યા બાત હૈ કવિ, જલસો પડી ગયો ….સુંદર રદીફ અને બધા જ શેર મજાના … જો કે એની ખબર હતી … આખિર નામ મેં કુછ તો રક્ખા હૈ .. 🙂

 15. sanjay chauhan on 8 December, 2015 at 10:31 pm said:

  પ્રિય,
  અનિલભાઈ,
  ખુબ જ સરસ રચના છે.
  – સંજય ચૌહાણ,

 16. ઈરશાદ !
  ગોપાલ

 17. santosh on 9 December, 2015 at 1:45 pm said:

  sunder rachana

 18. santosh on 9 December, 2015 at 1:47 pm said:

  one of the best

 19. સાદ્યંત સુંદર રચના…

  બધા જ શેર મજાના. પહેલા બે શેર શિરમોર.

 20. himatlal joshi on 10 December, 2015 at 12:01 pm said:

  અનિલભાઈ
  તમારી વાત તદ્દન ખરી છે . ગજલ મને ગમી .
  આપણને પહ્લેથીજ જો ખબર હોય કે મેં જેની સાથે અગ્નિ દેવતાની સાથે સબંધ બાંધ્યો મોટા સ્વપ્ના સેવીને એ આટલી હદે બે વફા ખુદ ગરજ હશે .એવી થોડી ખબર હોય ?

Comment navigation

 

Leave a Reply to himatlal joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation