એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

Share

75 Thoughts on “એવી ખબર થોડી જ હોય?

 1. હ્રદય-સ્પર્શી ગઝલ,

 2. આશા વીરેંદ્ર on 19 December, 2015 at 3:55 pm said:

  અનિલભાઈ,
  તમારી દરેક રચના કંઈ નવી અને ચોતદાર વાત લઈને આવતી હોય છે.પ્રસ્તુત ગઝ્લમાં મન પર ઈચ્છાની ફોદકી વાળો શેર વાંચીને હું ખુશ થઈ ગઈ ને મને થયું કે તમને આવો વિચાર કેવી રીતે આવ્યો હશે?અભિનંદન.

 3. રમેશભાઇ ઠક્કર on 22 December, 2015 at 10:46 am said:

  જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
  અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

  – ખૂબ સરસ

 4. Manoj Shukla on 4 January, 2016 at 10:45 pm said:

  Wah

 5. પ્રવીણ જાદવ on 8 January, 2016 at 11:19 pm said:

  વાહ અનિલભાઈ ! મજાની ગઝલ!

 6. પરશુરામ ચૌહાણ on 2 February, 2016 at 10:33 pm said:

  અનિલભાઈ ,
  લાંબી બહરની પ્રયોગશીલ ગઝલના પ્રત્યેક શે’ર લાજવાબ.
  તમે પણ લાજવાબ છો. ? ? ?
  આ શેર—–>
  ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
  જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?
  વાંચતાની સાથે જ “My God….!!!” ઉદગાર સરી પડ્યો……એક મારી ગઝલનો શે’ર યાદ આવી ગયો :
  ———–>
  આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
  હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

  સાહેબજી આપ ઉત્તમમાં ઉત્તમ અને Outstanding શબ્દમાળા ગૂંથી રહ્યા છો. આ શબ્દસાધના દ્વારા અમારા જેવા અનેકને પ્રરેણા મળી રહી છે.
  આનંદ .
  શુભેચ્છાઓ !

 7. Pravin chavda on 11 February, 2016 at 7:39 pm said:

  Nice poem Anil chavda

 8. Kiran Chavan on 28 February, 2016 at 9:06 pm said:

  Wah..superrbb.

 9. nikunj on 6 March, 2016 at 9:04 pm said:

  nice one………………

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation