એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

Share

75 Thoughts on “એવી ખબર થોડી જ હોય?

 1. krushna dave on 10 December, 2015 at 3:35 pm said:

  તું આવી સારી ગઝલ લખે છે એવી બધાને ખબર ક્યાંથી હોય ?

 2. P.K.Davda on 10 December, 2015 at 9:05 pm said:

  જરાપણ ન હોય !!

 3. Jitendra Padh on 11 December, 2015 at 11:17 am said:

  શ્રી અનિલ ચાવડા ,,,,તમારી ઈ પોસ્ટ મળેછે ,અગાઉ બ્લોગમાંથી તમારી ભાવવાહી ગઝલો વાચી અમેરિકામાં નવરાશની પળે 73માં વરસે પણ ખુશી અનુભવું છું , સરળતા ,નવીનતા અને છંદ ની કાબેલિયત તમારી મનોભાવની અભિવ્યક્તિમાં યથાયોગ્ય ભાવકતા આપમેળે પ્રગટ કરે છે ,ગઝલો ઘણાં લખે છે,સારી વાત છે ,પણ આજના વોટ્સેપ જગતે લેખકો /કવિઓ /ગઝલકારોના નામોલેખ વિના સંદેશ માથે ઠોકી બેસાડવાનો નવોવેપલો કર્યો છે જે ગુજરાતી ભાષા માટે ખતરાની ઘંટી માનું છું ,હા બ્લોગ જગત મને તેથી ગમે , છે બ્લોગમાં ,યોગ્ય ન્યાય આપી શકાય અને વ્યથાને વાચા આપી આત્મીયતા પામી શકાય ,ગુજરાતી ગઝલ ક્ષેત્રે અનિલ ચાવડાનું નામ નવું રહ્યું નથી ,હું વિવેચક નથી ,
  અમદાવાદ જન્મ ,અભ્યાસ હ.કા આર્ટસ કોલેજ। ગુજરાતી વિષય બીએ /મુરબ્બી ઉમાશંકર જોશી ગુજરાત યુનિ ,વાઈસ ચાનસ્લેસર વેળાએ એમ ,એ ,નોકરી અર્થે મુંબઈ પછી નવી મુંબઈ અને સંતાનો પરદેશ વસવાટ કરતાં અમેરિકા ,,,આ લખવાનું કારણ હું વિશ્લેષક નહીં પણ સાહિત્ય રસિક અને તરસ્યો જીવ છું ,
  તમારી ગઝલો વિષે મારું હૃદય સદાયે અભિ નંદનીય ,રહ્યું છે ,હું ગઝલ ગુરુ જમિયત પંડ્યા “જિગર સાથે અમદાવાદમાં ગઝલનો ગ શીખ્યો ,કુમાર બુધવારીયામાં ઘડાયો અને આખરે પત્રકાર બન્યો /નવી મુંબઈ 10 વરસથી એક ગુજરાતી સાપ્તાહિક પ્રકાશક ,માલિક,સંપાદક બન્યો, .આ બધું ભાષણ લખવાનો ઇરાદો માત્ર એટલો છે ,મને મારા મિત્રો આદિલ મન્સૂરી ,મનહર મોદી। રાજેન્દ્ર શુકલ ,ચિનુ મોદી ,જૂનામાં ,અંબાલાલ ડાયર ,જયંતિલાલ દવે વિશ્વરથ ,મનહર દિલદાર ,નટવર મામા ,સબીર સાહેબ વટવા વગેરે સાથે ની દોસ્તી યાદ આવી ગયી અમદાવાદના મુશાયરા યાદ આવ્યા ઘાયલ સાહેબ સાથેની ગોષ્ટી ,આસિમ રાંદેરી સાથે ગુફ્તગુ , યાદ આવી ગયા ,તમારી ગઝલમાં આ તાકાત છે,
  આધુનિકતા સાથે પૂર્વજોની ઋણ મુક્તિ નો અહેસાસ છે ,,,,,,,,મઝા પડી ,કલમ ,કાગળ અને કલ્પનાનો સાથ અજર અમર બનો ,ઉત્તમતા નો રંગ છલકતો રહે ,નવા આયામો સહજતા ના વાઘા પહેરી ,કલ્પનાના આકાશનું મેઘ ધનુષ બને અને માં ગુર્જરી ના પાયલે આપની ગઝલ સદા ઘૂઘરું બની ગૂંજન કરતી રહે ,,,આસ્વાદ્ય બની સહૃદયી જનો ની તરસ છીપાવવા કામિયાબ બનો ,,એ આશા ,,,,આશિર્વાદ ,જિતેન્દ્ર પાઢ
  રેલે સિટી। નોર્થ કેરોલિના /અમેરિકા /તા ,10/12/2015/ સ્થાનિક સમય રાતે 6/45/ગુરુ વાર ,,જય માં ગુર્જરી ,,,,,,,,,,,

  • પ્રિય જિતેન્દ્રભાઈ પાઢ સાહેબ,
   કુશળ હશો,

   આપ મારી કવિતાઓ વાંચતા રહો છો તે મારા માટે અત્યંત આનંદની વાત છે. આપની વાત પરથી આપનો સાહિત્ય સાથેનો નાતો ઘનિષ્ટ છે તે જણાયું. ચિનુકાકા, આદિલ મન્સુરી, રાજેન્દ્ર શુક્લ વગેરે ગઝલના મજબૂત સ્તંભ સમાં નામો છે, આ તેમની સાથે નજીકનો સંબંધ ધરાવો છો, તે વાત મારા માટે ખૂબ મહત્ત્વની છે. આપની સાહિત્ય પ્રીતિને લીધે આપ મારા જેવા નવતર અને યુવાન કવિને વાંચો છો તેમાં મારું સૌભાગ્ય છે.
   કવિતા લખવા હું હંમેશાં પ્રયત્નશીલ રહું છું અને રહીશ. મારા આ પ્રયાસમાં આપ જેવા સુજ્ઞ રસિકોનો સાથ અને આશીર્વાદ મળે તે પ્રભુકૃપા છે. આપે મારા પ્રત્યે જે લાગણી દર્શાવી તે માટે આપનો દિલથી આભારી છું સાહેબ…

   ક્યારેક આપને રૂબરૂ મળવાની ઇચ્છા છે…

 4. Dear Anilbhai, 11/ 12 2015.
  Very nice Gazal .-Parimal Dalal.

 5. Dharmesh S Bhagat on 11 December, 2015 at 7:21 pm said:

  જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય…
  ?really nyc line

 6. ashiq vankani on 11 December, 2015 at 8:02 pm said:

  Anil bhai nice to see you….
  Tame Kavita lakho chho toh evu lage chhe ke aa shBdo toh Mara chhe….
  Great writer …

 7. Kamlesh Oza on 11 December, 2015 at 10:42 pm said:

  It is a good gazal but my moto and interest to read poems which is written for a depressed class of whose pain is never reflected in your poems and your gazals.
  I am sorry but this is my honest opinion.Plz do not think otherwise

 8. Jitendra Padh on 12 December, 2015 at 12:09 pm said:

  પ્રિય અનિલ ભાઈ ,,,,,,,,,અતિ પ્રસન્નતા થયી ,આજે અહી સવારે તમારી ઈ પોસ્ટ મળી ,એકેક શબ્દોના શ્વાસમાં તમારી ડોકાતી લાગણી જેમ જેમ ઝીલતો ગયો તેમ તેમ ભાવ વિશ્વમાં વિહરતો ગયો ,હાલમાં ચિનુ મોદી ,રાજેન્દ્ર શુકલ વગેરે સાથે બહુ મુલાકાતો નથી થતી /આતો ભૂતકાળના સ્મરણ વાગોળતો હતો ,નવી મુંબઈ વાશીમાં 30 વરસથી સ્થાયી થતા મરાઠી લોકો વચ્ચે રહી ,ગૂંગળાતો રહ્યો ,મુંબઈ સુધી આવનજાવન સગવડોનો શરૂશરૂમાં અભાવ ,,,,,તમે આશ્ચર્ય થશે મેં એસ ,એન ,ડી ,ટી યુનિ ,માં સુરેશ દલાલ ના હાથ નીચે રિર્ચસ આસિ ,તરીકે કામ કરેલું ,મસ્કત જવાનું થતાં છોડી દીધું ,ર, વ દેસાઈના પૂત્ર ,નીરા દેસાઈ (એસ ,એન ,ડીટી )ના એક ગ્રંથ ની પૂરે પૂરી લખાણ વિધિ મેં કરેલી ,તે જમાનામાં ઝેરોક્ષ નહોતું તેથી મારા અક્ષર સારા અને થોડું જોડણી જ્ઞાન ખરું તેથી હાથે લખવાનું મળી રહેતું ,મફતલાલ મિલમાં ટાઈમ ઓફિસમાં રે રોંડ (સ્ટેશન )મુંબઈ 8 વરસ નોકરી કરી ,મિલો 6મહિના હડતાલ બાદ બંધ પડી /……. નવી મુંબઈ થી મુંબઈ ગુજરાતસમાચાર 6 વરસ નવી મુંબઈ પ્રતિનિધિ તરીકે કામ,પછી મુંબઈ સમાચાર નવી મુંબઈ પ્રતિનિધિ 4 વરસ ,બાદ સ્થાનિક નોકરી ,…અને વિવિધ ભાષી સ્થાનિક અખબારો વચ્ચે એક માત્ર ગુજરાતી સાપ્તાહિક 10વરસ ચલવ્યું ,અમેરિકા બેઠાં બેઠા ચાલુ રાખ્યું (હાલમાં ગુજરાતી ટાઈપ સેટિંગ અડચણ માટે સ્થગિત )કરવું પડ્યું12લાખની વસ્તીમાં 4લાખ ગુજરાતીઓ માં એક /બે ગુજરાતી ટાઈપ કરનારા છે ,,,,,જેઓ મુંબઈ કામ કરતાં થયા ,,, ચાર મોટા ભવનો ,,ગુજરાતી સમાજ ના અલગ અલગ જ્ઞાતિ ના છે /મેં ગુજરાતી ભાષા મરાઠીઓ વચ્ચે સ્વમાન ભેર ટકે તે માટે મારી ગુજરાતી તરીકેની ફરજ બજાવી છે પરિવાર વિરૂદ્ધ જઈ મેં મારો પ્રયાસ ચાલુ રાખ્યો અમેરિકા નેધરલેંડ ,મારા એક પુત્ર /3દિકરીઓ સેટ થયા ,તેઓના પરિવારમાં ફરજિયાત ગુજરાતી બોલવાનો રિવાજ કર્યો ,ગુજરાતી ભાષા। સંસ્કાર પ્રદાન કર્યા ,,,,,માતૃભાષાનો લગાવ છે,હું ગુજરાતી છું તેનું ગૌરવ છે ,,માણસ ધારેતો બધું કરીશકે તેનું ઉદાહરણ ર,,, જુ કર્યું ,,,,આપવીતી કહી સમય બગાડ્યો હોય તો ક્ષમા ચાહું છું ,,તમારો સર્વાંગી વિકાસ થાય ,સફળતા તમારા ચરણો ચૂમે તેવી અભ્યર્થના..જિતેન્દ્ર પાઢ રેલે સિટી /નોંર્થ કેરોલિના /અમેરિકા /સ્થાનિક સમય સવારે 8/50/શુકર્વાર। /// જય મા ગુર્જરી ,,આવજો ,

  • પ્રતિશ્રી, જિતેન્દ્રભાઈ પાઢ,
   કુશળ હશો,

   આપનો વિગતવાર મેસેજ વાંચ્યો. વાંચીને આનંદ થયો. ત્યાં રહીને પણ આપ ગુજરાતી શ્વાસ શ્વસી રહ્યા છો. આપ જેવા વ્યક્તિત્વો વિદેશોમાં ગુજરાતી જીવતી રાખો છો. આપે આપના જીવનની ટૂંકમાં અને સરસ કથા કહી આપી. આપના જીવનમાંથી પ્રેરણા લેવા જેવું છે. હું તો હજી ઘણો નાનો માણસ છું. આપે જીવનને ઘણી બધી રેત જોયું – જાણ્યું છે. હું એ સમયમાંથી પસાર થઈ રહ્યો છું, તમે વર્ષો પહેલાં જેમાંથી પસાર થયા. હું ધીમે ધીમે દુનિયાને અને મારી પોતાની જાતને શીખવા મથું છું. આપ જેવા સજ્જન વડીલોના આશીર્વાદ તેમાં સાંપડે છે તેને હું મારું સદનસીબ માનું છું.

   આપની લાગણી મને મળતી રહેશે તેવી આશા રાખું છું.

   આભાર

 9. parimal dalal on 12 December, 2015 at 12:10 pm said:

  Nice Gazal.-Parimal Dalal.

 10. harshal brahmbhatt on 12 December, 2015 at 12:11 pm said:

  જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
  અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

  એકદમ મસ્ત ( આંખ ભીંજવી દે તેવું…)

 11. montu kahar on 12 December, 2015 at 12:12 pm said:

  Really awesome gazal..

 12. સ્મરણ કોદાળી જેવાં હોય છે …very touchy …જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?– અનિલ ચાવડા

 13. waah

 14. મઝાના કલ્પનો અને સરસ રવાની

 15. Trivedi Reema on 13 December, 2015 at 12:29 pm said:

  Nice one sir….

 16. Jitendra Desai on 13 December, 2015 at 2:06 pm said:

  ખુબ સરસ.મઝા આવી ગઈ.
  મન પર ઈચ્છાની ફોડકી નું થવું અને જિંદગીની વાર્તાનું લંબાવું ….. વાહ ! આજ રીતે લખતા રહેશો અને શેર કરતા રહેશો.

 17. Jitendra Padh on 14 December, 2015 at 1:12 pm said:

  પ્રિય અનિલ ભાઈ ,,,જય મા ગૂર્જરી ,,,,,,,હૃદય જયારે પ્રફુલ્લિત બને ત્યારે તે મહેકે છે ,આ સ્પંદનો ઝીલ્યા ઝીલાય નહીં /માત્ર અનુભવી શકાય ,,હું અહી બેઠાબેઠા તમારા સ્મિતની લહેરખી માણી રહ્યો છું ,સ્વજન દિલની વાતો કરે ત્યારે બસ સાંભળવાનું મન થાય ! ઇમૈલ ના જમાનામાં હવે હસ્તાક્ષરની કુમાશ માણવાની મજા ગયી ,,,,,,,તેમ છતાં અંતરની સોડમ ફેલાયા વિના રહી ના શકે ,ખરું પૂછું તો હું નાનો માણસ છું ,મારી પાસે કોઈ અવોર્ડ નથી। કોઈ સન્માન નથી। કોઈ પ્રમાણપત્ર નથી ,,,,,બસ નિજાનંદ ની મસ્તી છે ,,,હું તો બધાને મારી અભિવ્યક્તિ સાથે થોડી પંક્તિ માં કહું છું। …વાંચો ,વિચારો જીવન વિતાવો /મળ્યો છે આજ લ્હાવો મજાનો /જીવતરને ઉજાળો ,સમયને સજાવો /મર્યા પછી પૂછે પાંચ લોકો /એવું તમે ઉન્નત જીવન બનાવો /અને કહેવાનું મન થાય ,,મળે જવાબ ત્યારે દિલ નાચે છે /રુદિયામાં યાદોની યાત્રા સરવરે છે /દોસ્ત ! તારા વિના જીવન સાવ સૂનું। દિવા નીચે અધારું તમ તમે છે ,,,,,,…/
  મને છંદનું ભાન કે જ્ઞાન નથી ,લય પ્રવાહમાં લખાઈ જાય ,પ્રાસ જોડાઈ જાય ,ભાવના પ્રગટ થઈ જાય એટલે બસ /હું સાહિત્યિક વર્તુળો ,વાડા બંધી અને મનગમતાં ટોળા જમાવી આપવડાઈ ના ગુણગાન કરતાં દિગજ્જો ,નવોદિતો થી દૂર છું ,એટલે જ મેં ઊછળતુ લોહી ધરાવતા લાભશંકર ઠાકર /આદિલ મન્સૂરી ,ચિનુ મોદી વગરે ના રે મઠ માં સાથે ભળેલો નહિ /સીડીના પ્રથમ પગથીયાને ભૂલી તમે સીધા પ્રથમ માળે। બીજા મળે પહોંચી ના શકો ગાળ દેવી આસાન છે ,ટીખળ કરવી સહેલી છે પણ સારી વાતને સ્વીકારી ,તેને પ્રોત્સાહન આપી પોતાનો નવો ચીલો પાડવો તે ખેલ દિલી છે , બાકી વિરોધ સર્જાવી પરિવર્તન કરવાની ખોજ કરી હોય તેવો દાવો વહેતો કરવો માત્ર જુવાનીનું જોશ છે ,અને તે તે વયનો તકાજો છે ,
  હું ભૂતકાળ કરતાં આજની સવારનું સ્વાગત કરનારો જીવ છું। મેં જે તમને લખ્યું તે કોઈને લખ્યું નથી ,મને તેની જરૂર પણ નથી ,વહી ગયેલા નીરમાં છબછબિયા કરતાં રહેવાનો શો ,,, અર્થ છે,,,.
  હા ,એક વાત નિશ્ચિત ,,,મારાં જોડકણા,અધકચરી કવિતાઓ,..ગઝલ/કે હઝલ ભૂલ બતાવી સુધારી આપશો ,,સમય હોય તો તો હું ઢળતી ઉમરે કંઈક સારું /સાત્વિક લખવા તૈયાર થાઉં ,,મને ગમશે વિચાર કરો 73 વરસે સપ્ટેમ્બર 2015.ગુજરાતી ગૂગલ ઈનપુટ ઉપકરણથી ગુજરાતી શીખી આજ તમને આ દિલખોલ વાતો લખી રહ્યો છું ,,,,આ મારો આનંદ છે ,જમાના સાથે ચાલી whatsaap શીખ્યો ,,,,,,મરતા સુધી ગુજરાતીભાષા ,ગુજરાતી જાત અને વતન ઋણ મુક્તિના પ્રયાસો કરવાની તમન્ના છે,ઝંખના છે ,,,,,તમારી ઉન્નતિ ,વિકાસ ,પરિવાર સુખ ,સમૃધ્ધિ માટે ,તમારી કલમ ,કાગળ અને કોમ્પ્યુટર ની ભાઈબંધી અખંડ રહો અને મોબાઈલની ઘંટડીઓ રણકતી રહો ,જગતની ક્ષિતિજમાં નામ પ્રકાશિત કરો એવી પ્રભુ પાસે અભ્યર્થના ,,વિરમું ,,,આવજો ,,,,,,,,,જિતેન્દ્ર પાઢ /રેલે સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /તા ,12/12/2015/શનિવાર। સ્થાનિક સમય સવારે 10/45/

  • પ્રિય જિતેન્દ્રભાઈ,
   આપ આટલા મોટા માણસ છો છતાં એમ કહો છો કે હું સાવ નાનો માણસ છું, તે આપની નમ્રતા છે. આટલા મોટા માણસ પણ પોતાને નાના કહે તો હું તો એટલો નાનો છું કે મારું તો કોઈ ખાસ અસ્તિત્વ જ નથી. આપના જેવા વડીલો-મિત્રો-સ્વજનોની લાગણી એ જ મારી હયાતીનું ખરું કારણ છે.
   આપના ગુજરાતી ભાષા ધબકી રહી છે. આપ જેવા વડીલમિત્રો છો ત્યાં સુધી ગુજરાતી ભાષા વધારે ઊજળી છે. સર્જનને અને ઉંમરને કોઈ બાધ નથી હોતો. શીખવા માટે કોઈ ઉંમર પણ નાની કે મોટી નથી હોતી. આપની ધગશ અને આપની લાગણી એ તેનું પ્રથમ પગથિયું છું.
   આપના શબ્દની અને આપની શીખવાની ધગશની દરેક યાત્રા સુખમયી બની રહે તેવી પ્રભુપ્રાર્થના…

 18. ચિંતન કરીને આવું લખશો ગઝલ તમે એવી ખબર થોડી જ હોય!
  ગાગાલગા,ગાગાલગા રદિફ મોટો લેશો એવી ખબર થોડી જ હોય!
  ઉપર સરયૂબેને ટાંકેલો શેર પણ મને ગમ્યો.
  અભિનંદન.
  ચીમન પટેલ ‘ચમન’

 19. Jitendra Padh on 15 December, 2015 at 11:30 am said:

  શબ્દો મારા,,,,,,,,,,,,,,,,,વાત તમારી
  અનિલ ચાવડા ,,,,,
  હું નહીં મારું હૃદય બોલે છે /અકેક શબ્દે સ્વપ્ના ખૂલે છે /અને કયારેક એવું લાગે છે દિલથી ! /આકાશે મારી ઉર્મિઓ ઝૂમેછે /આં ,વૃક્ષો ,સાગર ,કુદરત ખજાનો / મારાં ધબકતાં રાલે શ્વાસે શ્વસે છે /વસે હૃદયમાં કોમળ તડકો /કયારેક દુઃખોના રણ ખુંચે છે /મિત્રોની મહોબત મારી છે દોલત /કદમે કદમે બસ દુવાઓ ફળે છે / એવોર્ડ ,સન્માન ,ચન્દ્રકો કરતાં /સ હૃદયી ના અંતરે છુપાવું ગમે છે /મક્સદની મંઝિલે પ્રવાસ કરતાં /શબ્દ ,કલ્પના ,કલમ સાથીઓ છે /પછી શી ?ફિકર ,ભલા ! હોય મારે ? /ગગનમાં અનિલે ગીતો ગૂંજે છે /તમન્ના છે મારી અડગ સદાયે /મા ગૂર્જરી ના ચરણે એટલી બસ ! /વિસારું નહીં હું ,વતનને કદિયે /વૈ ભવ ભલે મને મબલખ સાંપડે છે ,/,,,,,,,,,,,જિતેન્દ્ર પાઢ /14/12/2015/રાલે સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /સ્થાનિક સમય 11/45/સોમવાર //////આવજો મેં માત્ર લય પકડી અભિવ્યક્તિને વાચા આપી છે ,,,છંદ તૂટે એવુ બને માંફ કરજો ,ભૂલ બતાવશો /યોગ્ય શબ્દો સૂચવશો ,,આભારી થઈશ ,,,,,,પરિવારજનો ની કુશળતા યાચતો ,,જિતેન્દ્ર ,,જય ,દ્વારકાધીશ,,,,,,,,,,,,હું દ્વારકાના નિવાસી છું ..

 20. BHARATBHAI on 16 December, 2015 at 2:07 pm said:

  Congratulation for best creation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation