તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!

તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

– અનિલ ચાવડા

Share

47 Thoughts on “પીડાને ઠપકો

 1. Triku C. Makwana on 30 September, 2015 at 4:53 pm said:

  ખુબ જ સરસ.

 2. saras khub saras. mara maa thee mane kaadh ne mar taadu.

 3. SARYU PARIKH on 30 September, 2015 at 8:09 pm said:

  મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ! ..
  દર વખતની જેમ નવો વિચાર, નવો ઝબકાર. સરસ
  સરયૂ

 4. Ketansingh.yadav@gmail.com on 1 October, 2015 at 6:38 am said:

  Mast sir……halave rahi te charan zabolya……vah sir

 5. kishor barot on 2 October, 2015 at 10:06 pm said:

  bahu j sundar git. vah anil bhai.

 6. Wahhh …
  Ravji yaad aavi gayaa

 7. દક્ષેશ પટેલ on 5 October, 2015 at 12:55 pm said:

  ખુબ સરસ

 8. ડૉ. ધિમંત ઠાકર on 6 October, 2015 at 8:36 pm said:

  અનિલભાઈ, સુંદર રચના.

 9. Vipul Amarav on 6 October, 2015 at 8:49 pm said:

  Khub Sundar Rachana ‘AnilBhai’…

 10. Archana Patel on 6 October, 2015 at 11:47 pm said:

  વાહ…ક્યા બાત અનિલભાઈ… પીડાને અપાતો ઠપકો…. મારામાંથી કાઢ…ક્યા બાત…

 11. અનૂઠા અંદાજમાં અદકેરું ગીત… વાહ કવિ !

 12. P.K.Davda on 7 October, 2015 at 7:47 pm said:

  સરસ શબ્દો, સરસ બાંધણી અને રજૂઆત.

 13. himatlal joshi on 8 October, 2015 at 12:52 pm said:

  ચાવડા ભાઈ પીડાને શરમ સાથે લાગતું વળગતું નથી . એતો હેરાન પરેશાન કરીનેજ છોડે છે .
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 14. Kedar Upadhyay on 9 October, 2015 at 11:37 am said:

  waah saheb….

 15. અશોક જાની 'આનંદ' on 9 October, 2015 at 5:51 pm said:

  મજાની અભિવ્યક્તિઓ… જો કે ગીતની પ્રવાહિતમાં જરા ઓછી મજા પડી…

  • આપે આપનો સ્પષ્ટ પ્રતિભાવ પાઠવ્યો તે માટે આપનો આભારી છું અશોકભાઈ

 16. THAPKAAONAA BAZAARMAA BHULAA PADYAA CHHE BHAI

  VAAH RE BHAAI VAAH

 17. તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું’તું નામ; ઉઝરડો?
  હા, તમે જ બેઉં શું કામ મારાં સપનાંઓની ડોકી મરડો?
  so beautiful narration …atli badhi pida karadti hashe ??? maza muki ek ek shabde….ankho dhundhli thai gai bhai !!

 18. ખુબ સરસ,
  આપનુ ગીત અહી હુ આધુનીક ગુજરાતીમૉ રજુ કરુછુ .

  તને જ કહુ છુ સૉભળ પીડા! શરમ-બરમ જેવુ લાગે છે કૈ?
  જીવનની બસમૉ ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!

  તૅ કીધુ’તુઃ ‘અમથી અમથી બેઠી છુ હુ ઝળઝળીયાને કૉઠે’,
  હળવે રહી તૅ ચરણ ઝબોળ્યૉ, ઊતરી અન્દર, પછી મને તુ ગૉઠે?
  આન્ખોનુ આ તળાવ આખ્ખુ ડ્હોળી નાખ્યુ લીમીટ જરાયે રૈ?
  તને જ કહુ છુ સૉભળ પીડા! શરમ-બરમ જેવુ લાગે છે કૈ?

  તુ ને તારો પેલો પ્રેમી એનુ શુ કીધુ’તુ નામ; ઉઝરડો?
  હા, તમે જ બેઉન્ શુ કામ મારૉ સપનૉઓની ડોકી મરડો?
  મારામૉથી કાઢી મુકો બહાર મને અન્દરથી તાળુ દૈ!
  તને જ કહુ છુ સૉભળ પીડા! શરમ-બરમ જેવુ લાગે છે કૈ?

  – અનીલ ચાવડા

 19. डॉ.भरत पंडित on 10 October, 2015 at 9:16 pm said:

  वाह………रे………वाह.,

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation