1.
માર્ગમાં છું,
વરસોથી
તારાપણાના ગઢથી ઊતરી રહ્યો છું.

2.
તમામ જૂનાં સંધાનો
ગોટમોટ વાળીને દડાની જેમ
દૂર-દૂર-દૂર ફેંકી દઉં છું
છતાં તરત દોડીને લઈ આવે છે એને
મારા એકાંતનો શ્વાન
અને મૂકી દે છે મારી અંદર
હતાં એમ ને એમ જ…

3.
સુંદર અને ઇસ્ત્રીટાઇટ મારી ચામડીનું વસ્ત્ર
સાવ મેલુંઘેલું ને ચીમળાયેલું થઈ ગયું
પણ હજીયે
એ પહેરી શકતું નથી મને
માત્ર તને જ પહેરી રાખે છે.

4.
સાવ સિફતથી
સુંવાળા સ્પર્શથી
પંપાળી પંપાળીને
વહાલપૂર્વક કાપી લઉં છું,
છતાં રોજ તારાં સ્મરણો
મારામાં ઊગી જાય છે,
દાઢી પરનાં વાળ જેમ…
હું મૃત્યુ પામ્યો છું
મારા શબ પર
વાળની નાનીનાની અણીઓ ડોકિયા કરી રહી છે.

– અનિલ ચાવડા

Share

27 Thoughts on “તારા પ્રેમ પછી…

 1. હું મૃત્યુ પામ્યો છું
  મારા શબ પર
  વાળની નાનીનાની અણીઓ ડોકિયા કરી રહી છે.
  ખુબ સુંદર રચના અનિલભાઈ

 2. aavvanu rakho. khub saras rachnao chhe. Houston texas usa.

  • આભાર સુરેશભાઈ
   હમણા થોડા સમય પહેલાં યુ.એસ.એ. ચાલો ગુજરાતમાં આવ્યો હતો. પણ સમય ખૂબ ઓછો હતો, એટલે ક્યાંય જઈ શકાયું નહોતું.
   આપ ઇન્ડિયા આવો ત્યારે જરૂર જાણ કરજો.
   આપને રૂબરૂ મળીને આનંદ થશે.

 3. anilbhai shri chinu modi gazal man 5-7-9 sher ni vaat kare chhe ahi 6 chhe.

 4. બધા જ લઘુકાવ્યો ગમ્યા .. સવિશેષ
  ..
  તરત દોડીને લઈ આવે છે એને
  મારા એકાંતનો શ્વાન
  અને મૂકી દે છે મારી અંદર
  હતાં એમ ને એમ જ ..

 5. Beautiful. … waah

 6. 2nd valu best!!!….

 7. After a long time achandas!! Gazal na meter karta ahin tamari vaat sarlta thi sidhhi sonsarvi utari jay che.
  Adbhut. Keep it up boss, great

 8. utkal chittranjan vaishnav on 18 August, 2015 at 6:52 pm said:

  માર્ગમાં છું,
  વરસોથી
  તારાપણાના ગઢથી ઊતરી રહ્યો છું. અદભુત..excellent

 9. અશોક જાની 'આનંદ' on 19 August, 2015 at 4:49 pm said:

  અછાંદસમાં જરૂરી ચોટ સુપેરે આવી છે..

  અસરકારક અછાંદસ.. મોટેથી પણ વાંચવું ગમે એવું.. !!

 10. sapana53 on 19 August, 2015 at 5:25 pm said:

  વાહ…

 11. P.K.Davda on 19 August, 2015 at 10:02 pm said:

  અર્થપૂર્ણ પંક્તિઓ.

 12. SARYU PARIKH on 19 August, 2015 at 11:00 pm said:

  વાહ! બહુ સરસ.
  સરયૂ

 13. Wah……..vah…..! Niceee

 14. Excellent rajuyat.-Parimal Dalal.

 15. kunal.n.gandhi on 20 August, 2015 at 10:27 pm said:

  Anil sir…
  mari pase kehva mate shabdo nathi pan mari ankho pase ghanu badhu kehva mate che…dhanu badhu je maun rahi ne j samji sakay….bus.

 16. munavvarvana52@gmail.com on 28 August, 2015 at 2:58 pm said:

  સુંદર અને ઇસ્ત્રીટાઇટ મારી ચામડીનું વસ્ત્ર
  સાવ મેલુંઘેલું ને ચીમળાયેલું થઈ ગયું
  પણ હજીયે
  એ પહેરી શકતું નથી મને
  માત્ર તને જ પહેરી રાખે છે.
  વાહ! બહુ સરસ.

 17. ghanshyamsinh rathod on 30 August, 2015 at 10:34 am said:

  sara lghu avyo 6e…….

 18. alka chavda on 30 December, 2015 at 3:50 pm said:

  Mane khubaj gami…….karan mane achhand game che.
  ..Best wishes…
  Congrats
  Ganu sharu lakho cho.anilji..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation