શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Share

60 Thoughts on “સુધી

 1. અશોક જાની 'આનંદ' on 29 June, 2015 at 4:41 pm said:

  આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
  કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી… વાહ મસ્ત.. !!

 2. Balkrishna Vyas on 29 June, 2015 at 6:28 pm said:

  ekdam tarotaza

 3. વાહ.. તરોતાજા ગઝલમાં હંમેશની જેમ નવીન કલ્પનો, વિચારોની તાજગી અને શબ્દોની યોગ્ય પસંદગી ગઝલને ઊંચાઈ બક્ષે છે. અનીલ ચાવડાની છાપ સ્પષ્ટ જણાય છે. અભિનંદન

 4. chalni ma pani bharvu chhe tamare to bharo, pan jara dhiraj dharo jalana baraf thava sudhi, bahu moti vat.saras.

 5. સંજુ વાળા on 30 June, 2015 at 8:54 am said:

  Vah… Anil

 6. Nitin Shukla on 30 June, 2015 at 12:24 pm said:

  Anilbhai …. Laa-Jawaab …. Nitin

 7. Manisha Gala on 30 June, 2015 at 12:59 pm said:

  Really….has a deep meaning!!!

 8. Paras Chauhan on 30 June, 2015 at 11:34 pm said:

  As a student i may not be able to understand a deep meaning….But whenever i reads it it motivates me a lot !!…You r awesome…

 9. Manish Sanghani on 1 July, 2015 at 11:49 am said:

  Adbhut ghazal che Anilbhai….

  Abhinandan!!

 10. Tejas shah on 1 July, 2015 at 1:03 pm said:

  Sorry pan mane tamari pahela I kavita o j gamati hati..have evi maja rahi nathi

  • આભાર તેજસભાઈ,
   મારી કવિતાઓ વધારે સારી થાય તેવા તમામ પ્રયાસો હું કરીશ.
   મારા પ્રયાસોમાં આપની લાગણી હંમેશાં મારી સાથે રહેશે તેવી આશા છે…

 11. kishor dodiya PHULCHHAB rajkot on 1 July, 2015 at 8:35 pm said:

  vha anilbhai

 12. himanshupatel555 on 2 July, 2015 at 4:52 am said:

  very nice

 13. NAVIN BANKER on 2 July, 2015 at 6:48 pm said:

  રાબેતા મુજબ વધુ એક સરસ રચના. દોસ્ત, ખુબ ખુબ લખતા રહો. વર્તમાન કવિઓ અને શાયરોમાં આપે સ્થાન સુદ્ર્ઢ બનાવી દીધું છે એ દેખાઇ આવે છે. અભિનંદન.

  નવીન બેન્કર

  • આભાર નવીનભાઈ
   આપની લાગણીનું સ્થાન મારી પ્રત્યે અને મારી કવિતા પ્રત્યે હરહંમેશ સુદૃઢ રહે તેવી પ્રભુપ્રાર્થના કરું છું.

   કુશળ હશો…

 14. P.K.Davda on 2 July, 2015 at 7:37 pm said:

  યોગ્ય સમય સુધી રાહ જોવાના બધા ઉદાહરણો સારા છે.

 15. Ashok Solanki on 3 July, 2015 at 9:12 am said:

  અદભૂત રચના છે અનીલભાઈ.

  ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
  પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

  ખૂબ મોટી વાત કરી છે આમાં.

 16. AJAY OZA on 3 July, 2015 at 6:10 pm said:

  wahhh… bahu saras
  than U very much.

 17. ખુબજ સરસ…..

 18. pravin khant on 3 July, 2015 at 8:44 pm said:

  વાહ અનિલભાઇ આખી ગઝલ મસ્ત છે…….

 19. Jabardast gazal raju kari..enjoyed.

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation