(ગુજરાતી ભાષાના લોકપ્રિય મેગેઝિન ‘નવનીત સમર્પણ’માં શ્રી આરાધના ભટ્ટ દ્વારા લેવાયેલ મારો ઇન્ટરવ્યૂ)

Entervue Page 1

Entervue Page 2

Entervue Page 3

Entervue Page 4

Entervue Page 5

(દેખાવમાં જેમનું કાઠું નાનું, સાંભળવામાં અવાજ નાનો, વર્ષોમાં જોઈએ તો વય પણ નાની, પણ સર્જનના વ્યાપ-વિસ્તારથી સાંપ્રત ગુજરાતી સાહિત્યિક પ્રવાહમાં જેમની હાજરી બુલંદપણે વરતાય છે, તે છે અમદાવાદમાં વસતા કવિ-લેખક અનિલ ચાવડા. તાજેતરમાં એમને એમના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી – દિલ્લી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ અર્પણ થયો. તે પૂર્વે 2010માં એમને ગુજરાત સરકારનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં આઈ.એન.ટી. મુંબઈ દ્વારા અપાતો ‘શયદા એવોર્ડ’ પણ તેમને અર્પણ થયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદનું 2012-13નું ‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલ ચાવડાએ ગદ્ય સ્વરૃપોમાં કલમ અજમાવી પ્રસિદ્ધ વાર્તામાસિક ‘મમતા’ સંચાલિત વાર્તાસ્પર્ધાનું પ્રથમ પારિતોષિક મેળવેલું અને હાલ ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનની મોસમ’ પ્રગટ થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામના વતની અનિલ ચાવડાએ અમદાવાદથી ગુજરાતી વિષયમાં એમ.એ., બી.એડ, અને ત્યાર પછી પત્રકારત્વનો ડિપ્લોમાં મેળવ્યો. તેમની સર્જના કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૃપે વહે છે. તે ઉપરાંત તેમણે ફિલ્મ, ટીવી, રેડિયો વગેરે માધ્યમો માટે પણ લેખન કર્યું છે. ગુજરાતી ટીવી કાર્યક્રમો, કવિસંમેલનો તથા મુશાયરાઓના મંચ પર તેઓ અવાર-નવાર દેખાય છે. એટલું જ નહીં, પણ અનેક રાષ્ટ્રીય કક્ષાના સંમેલનોમાં પણ તેમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની સાથેનો આ સરળ સંવાદ ગ્રામજીવનના બળકટ મૂળિયાંમાંથી ઊછરીને પાંગરી રહેલા ઘટાદાર વૃક્ષ જેવું એક વ્યક્તિત્વ છતું કરી આપે છે… આ. ભ.)

પ્રશ્ન: અનિલભાઈ, લેખન વિશે વાત કરીએ તે પહેલાં તમારાં મૂળિયાં વિશે વાત કરવી છે. તમારો જન્મ સાવ નાનકડા ગામમાં અને પછી અમદાવાદ સુધીની સફર, એનાં સંભારણાં કેવાં છે?
મારો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો. પહેલાથી સાતમાં ધોરણ સુધી હું ત્યાં ભણ્યો, પછી આઠમું ધોરણ વિઠ્ઠલનગર કરીને એક ગામ છે, ત્યાં હોસ્ટેલમાં રહીને ભણ્યો, નવમું-દસમું ધોરણ સુરેન્દ્રનગર સિદ્ધાર્થ છાત્રાલયમાં રહીને ભણ્યો, અગિયારમું ધોરણ પાલડી, અમદાવાદમાં, બારમું ધોરણ નવસર્જન હાઈસ્કુલ, રાણીપમાં ભણ્યો. પછી કોલેજનાં ત્રણ વર્ષ એચ.કે આર્ટ્સ કોલેજમાં, એમ.એ ભણ્યો સરસપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં, જે લાલ દરવાજા પાસે છે તેમાં. પછી બી.એડ કર્યું ચાણક્ય કોલેજમાં, જે ઘાટલોડિયામાં છે. અને પછી એક વર્ષનો પત્રકારત્વનો કોર્સ કર્યો ભવન્સમાં – ખાનપુરમાં. આટલું મારું ભણતર થયું. પણ ખબર નથી કે નાનપણમાં સાહિત્ય સાથે ક્યારે નાતો જોડાઈ ગયો. કોઈનું અવસાન થાય ત્યારે ભજનો ગાવાનો કાર્યક્રમ રાખવામાં આવતો, ત્યારે બધા ગાતા-વગાડતા હોય, મંજીરા તો છોકરા જ વગાડતા હોય, એમાં હું કાયમ મંજીરા વગાડતો. ત્યારે ગાવાવાળા કોઈ આડા–અવળા થાય તો અમે છોકરાઓ ગાવા બેસી જતા. ક્યારેક હું ભજન જાતે-જાતે બનાવીને ગાવા માંડતો. પછી છેલ્લે એક પંક્તિ ઉમેરી દેતો કે ‘બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર’. એમાં પછી ભજનમાં ક્યારેક ગામની વાત પણ આવી જાય, તો બધા પૂછતા પણ ખરા કે આ મીરાંબાઈના ભજનમાં આપણા ગામની વાત ક્યાંથી આવી? હું કશું બોલતો નહીં. ધીમું હસી લેતો. કદાચ આ રીતે જ મારી અંદર જાણે-અજાણે આવી કોઈક ઘટનાઓમાંથી કવિતા સાથેના નાતાના બીજ રોપાયાં હશે.

પ્રશ્ન: અમદાવાદ કયા સંજોગોમાં આવવાનું થયું?
કોઈ ખાસ કારણ નહોતું, પણ દસમા ધોરણનું ભણવાનું પૂરું થયું પછી મારે આગળ ભણવું હતું. એટલે મેં સુરેન્દ્રનગરમાં આગળ ભણવા માટે હોસ્ટેલ અને સ્કૂલમાં ફોર્મ ભર્યું. પણ અમદાવાદમાં મારા ગામનો એક છોકરો ભણવા આવેલો. એણે કહ્યું કે અહીં આવીને હોસ્ટેલમાં રહે તો ખર્ચ ઓછો આવશે. કારણકે હોસ્ટેલમાં રહીને ભણે એનો બધો ખર્ચ સરકાર ઉપાડતી હતી. એટલે મારા ગામના છોકરા દિલીપે મારું ફોર્મ ભરી દીધું. અમે ધોરણ 1 થી 7 સુધી સાથે ભણેલા અને પછી થયું એવું કે અમદાવાદ એડમિશનમાં મારો નંબર લાગી ગયો અને દિલીપનો રહી ગયો.

પ્રશ્ન: શરૂઆતના દિવસો સંઘર્ષમય હશે.
ઘણાં સંઘર્ષો. ગામડામાં અમે ખેતમજૂરી કરવા જતા, બીજાના ખેતરોમાં. અમને રોજના ત્રીસ-ચાળીસ રૂપિયા આપતા. એમાં કપાસ વીણવાનું હોય, બાજરી વાઢવાની હોય, નીંદવાનું હોય, ખાળિયા ખોદવાના હોય, છાણનું ખાતર ભરવાનું હોય, રસ્તા સાફ કરવાના હોય. સુરેન્દ્રનગર-વઢવાણની આસપાસ એવા કેટલાય રસ્તાઓ છે જ્યાંથી હું વાહનમાં નીકળતો હોઉં તો મને યાદ આવે કે એક સમયે આ રસ્તો હું વાળતો હતો. નર્મદાની કેટલીય નહેરો પાસેથી નીકળું ત્યારે મને યાદ આવે કે અહીં હું એક સમયે ઇંટો ગોઠવતો હતો કે સિમેન્ટના માલનાં તગારાં ઊંચકીને જતો હતો. અમારે ત્યાં ચોમાસમાં જે વરસાદ થાય એને આધીન રહીને ખેતી થતી, હવે નર્મદા આવી છે એટલે એનો થોડોઘણો ટેકો રહે છે, પણ એ દિવસોમાં એવું કંઈ હતું નહીં. એટલે ચોમાસામાં વાવણી થાય પછી પાક થાય ત્યાં સુધી રાહ જોવાની. શિયાળાના ચાર મહિના તો સાવ ખાલીખમ હોય, કંઈ ખાસ કામ જ ન હોય. એ વખતે કંઈ કામ-મજૂરી ન મળે. એટલે અમે ગામ છોડીને સૌરાષ્ટ્રના ગામડામાં મજૂરી કરવા જતા રહેતા. ત્યાં રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામડામાં કોઈકની ઢોર રાખવાની ગમાણમાં અમારું આખું કુટુંબ રહેતું. આ રીતે ઘણાં વર્ષ કાઢ્યાં છે. ક્યારેક ગામના બસ-સ્ટેન્ડમાં સુઈ રહેવું પડતું, કોઈ જગ્યાએ રસ્તાની બાજુમાં પણ રહેવું પડતું. જૂનાગઢ જિલ્લાના સાંકળી કરીને એક ગામડાની બહાર અમે બાવળ નીચે રાત્રે સૂઈ રહેતા, આ સિવાય પણ રાજકોટના સાંગણવા, મેંગણી જેવા અનેક ગામમોમાં મજૂરે જવાનું થયું. શિયાળો હોય ખૂબ ઠંડી પણ હોય, પણ કામ તો કરવાનું જ હતું, મજૂરી કરવાની જ હતી…
કોલેજ કરતો ત્યારે વેકેશનમાં વતનના ઘરે જવાનો બદલે મારું કુટુંબ જ્યાં મજૂરી કરતું હોય ત્યાં જ હું સીધો પહોંચી જતો અને એમની સાથે મજૂરી કરવા લાગતો. વેકેશન પતે પછી જે થોડાઘણા પૈસા મળ્યા હોય તે લઈ આવતો એમાથી કોલેજની ફી-પુસ્તકો વગેરે થઈ રહેતું . ભણવામાં હું ઠીકઠીક હોશિયાર હતો, એટલે વાંધો નહોતો આવ્યો. હું મજૂરી કરતો ત્યારે જે ખેડૂતો આ જાણતા તેમને આશ્ચર્ય થતું કે તું કોલેજ કરે છે અને મજૂરી કરે છે? કારણ કે એ લોકોને જલદી માનવામાં નહોતું આવતું કે આ રીતે મજૂરી કરતા, રખડતા, બસ-સ્ટેન્ડ ઉપર સુઈ રહેતા લોકોના છોકરા પણ ભણતા હોય – કોલેજ સુધ્ધાં કરતા હોય.

પ્રશ્ન: પ્રથમ કાવ્ય કઈ ઉંમરે, કયા સંજોગોમાં સ્ફુરેલું?
એ કહેવું અઘરું છે, પણ હું નાનપણમાં બધું લખ્યા કરતો. એ વખતે મારો એક ભાઈબંધ હતો, ગણપત. અમે દસમા ધોરણમાં સાથે હતા. હું તે વખતે નાની-મોટી કવિતાઓ લખ્યા કરતો. ગણપતનાં લગ્ન નાનપણમાં થઈ ગયાં. એટલે એની પત્નીને એ પત્રો લખતો. પણ એને બહુ લખતાં નહોતું આવડતું અને મને લખવાનો બહુ શોખ. એટલે એની પત્નીને એના નામે હું જ કાયમ પત્રો લખી દેતો. એની પત્ની એવું જ સમજતી કે પત્ર ગણપતે જ લખ્યો છે. અને દરેક પત્રમાં હું કવિતાઓ લખતો રહેતો. એ વખતે મોબાઈલ તો હતા નહીં, અને અમારે ત્યાં તો ફોન પણ નહોતા. એટલે પત્રો જ ચાલતા. આવું વર્ષો સુધી ચાલ્યું. અત્યારે તો એને બે બાળકો છે. પછી વર્ષો પછી એણે ગમ્મતમાં વાત કરી કે તને લખેલા બધા પત્રો હું નહીં પણ અનિલ લખતો હતો, ત્યારે અમે મજાકમાં ઝગડ્યાં પણ ખરાં. એટલે આવી કોઈક ઘટનામાં પણ કાવ્યનાં મૂળ હોઈ શકે.

પ્રશ્ન: અનિલભાઈ, બહુ ટૂંકી કારકિર્દીમાં તમે ઘણાં શિખરો સર કર્યા છે. હમણાં જ દિલ્હી સાહિત્ય અકાદમીએ તેનો ગુજરાતી ભાષા માટેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ તમને એનાયત કર્યો. એ પહેલાં પણ તમને સન્માનો મળ્યાં છે. આવાં સન્માનો મળે ત્યારે કેવી લાગણી થાય?
બહુ સારું લાગે. આમ તો હું સાવ ગામડાનો માણસ, ધૂળનો-માટીનો માણસ, જેને ભણવાની પણ ખાસ ગતાગમ નહોતી. પણ થોડુંઘણું મેં લખ્યું અને લોકોને એ ગમ્યું અને સન્માનો મળ્યાં તો આનંદ થાય છે. હું પછાત કોમનો છું એટલે પહેલાં લોકો તોછડા ભાવથી જોતા. અમદાવાદમાં મને ખાસ એનો અનુભવ નથી થયો પણ ગામમાં કે હું મજૂરીએ જતો ત્યારે એવા અનુભવો થયેલા. પહ હવે થોડું ઘણું સન્માન મળ્યું. ટીવી ઉપર કાર્યક્રમો થાય – લોકો ટીવી પર જુએ, એના લીધે ગામડાના લોકો પહેલાં કરતાં થોડા આદરની રીતે જુવે ખરા, કે આ મજૂરી કરતો છોકરો હવે થોડો સેટલ થયો છે. જોકે અત્યારે હું કંઈ બહુ ઊંચા સ્થાને પહોંચી ગયો અને સારી જગ્યાએ છું એવું નથી. અત્યારે પણ હું જુદા પ્રકારની મજૂરી જ કરું છું. માત્ર મજૂરીનો પ્રકાર બદલાયો છે અને મજૂરીએ મારા સુધી આવવાનો રસ્તો બદલી નાખ્યો છે. પણ જો ભણ્યો ન હોત તો આજે પણ હું ગામમાં છાણિયાં ખાતરના ટ્રેકટર ભરતો હોત. મારી સાથેના ગામના બધા ભાઈબંધો આજે પણ મજૂરી કરે છે. અમારે આજે પણ ફોન ઉપર એ બધી વાતો થાય છે. હું ગામમાં જાઉં ત્યારે અમે જૂની વાતો યાદ કરીને એટલું બધું હસીએ કે ન પૂછો વાત. એક સમયે કોઈના ખેતરમાંથી તરબૂચ ચોરીને લાવતા, કાકડી ચોરી લાવતા, બહુ ઊંચે ચડીને પછી તળાવમાં કૂદકા લગાવતા, એકવાર પડી ગયા હતા તો કેવા કાંટા વાગેલા એ બધી વાતો કરીને અમે બહુ મજા કરીએ છીએ.

પ્રશ્ન: જીવનમાં સંઘર્ષ કર્યા તેવા સંઘર્ષ એક નવા સર્જક તરીકે સાહિત્યજગતમાં પણ કરવા પડ્યા હશે.
એવા સંઘર્ષ ખાસ નથી થયા પણ એમાં ઉપયોગી ઘણી બધી વ્યક્તિઓ થઈ. જેમ કે હું કવિતા લખતો, પણ બહુ શરમાળ હતો. એચ. કે. કોલેજમાં ભણતો ત્યારે પણ કોઈને ખાસ હું કવિતા બતાવતો નહીં. બારમા ધોરણમાં ભણતો ત્યાં સુધીમાં તો મેં ૫૦૦-૭૦૦ જેટલી કવિતા લખી નાખેલી. પછી મને ખબર પડી કે આમાં છંદો હોય, છંદો શીખવા પડે. પછી છંદ શીખવા માટે શું કરવાનું એ મને ખબર નહોતી પડતી. બારમા ધોરણમાં પહેલાં સંસ્કૃત છંદો અભ્યાસક્રમમાં આવતા, પણ સંસ્કૃત છંદોમાં ગઝલ લખવી એટલે માથાના વાળ ઊખડી જાય એવું છે. પણ તોયે એ વખતે મેં મહેનત કરીને થોડી ગઝલો સંસ્કૃત છંદોમાં લખી. પછી કોલેજમાં આવીને ખબર પડી કે આ છંદો થોડા અલગ છે. મારો એક હોસ્ટેલનો મિત્ર ઉમેશ, છંદોની ચોપડી વાંચતો હતો, એણે મને થોડું સમજાવ્યું. એ જમિયત પંડ્યાની ચોપડી હતી. એ ચોપડી એની પાસેથી એક રાત લાવીને એમાંથી અગત્યનું બધું મેં મારી નોટબુકમાં ઉતારી લીધું અને બીજા દિવસે સવારે એ ચોપડી એને પાછી આપી દીધી. કોલેજ કરતો ત્યારે અમદાવાદમાં બુધસભા અને શનિસભા ચાલતી, બુધસભા તો હજુ પણ ચાલે છે. એમાં હું જતો, ધીમે ધીમે એમાં કવિતા આપવા માંડ્યો. એમાં કવિતા વંચાય, લોકોના અભિપ્રાયો મળે. બુધસભામાં કવિતા આપતો પણ ક્યારેય એ પસંદ ન થતી. એક વર્ષ સુધી હું સતત ત્યાં કવિતા આપતો જ રહ્યો, પણ દર વખતે કંઈકને કંઈક ખૂટતું જ હોય. એટલે હું કંટાળી ગયો. એવા વિચારો પણ ક્યારેક આવી જાય કે આ લોકો કોઈ નવાને આગળ આવવા નથી દેતા. પણ કવિતા લખવાની એક ચાનક હતી, કારણ કે એના સિવાય બીજો કોઈ આધાર હતો જ નહીં. ત્યાર પછી દોઢેક વર્ષ પછી એક કવિતા સ્વીકારાઈ. ત્યારે મને એટલો બધો આનંદ થયેલો કે અત્યારે આ એવોર્ડ મળ્યો એના કરતાં પણ પેલો આનંદ કદાચ મોટો હતો. એ વખતે હું બી.એ ના બીજા વર્ષમાં ભણતો હતો.

પ્રશ્ન: તમારી સર્જનાના મૂળમાં શું છે? કયું એવું બળ છે જે તમને લખવા પ્રેરે છે?
આમ જુઓ તો એવું ખાસ કંઈ નહીં અને આમ જુવો તો ઘણું બધું છે. લખવાનું કોઈક કરણસર શરુ નહોતું કર્યું, બસ ગમતું હતું અને લખતો હતો. પછી પ્રેરણા મળવાનું તો જુદીજુદી ઘટનાઓમાંથી ઊભું થયું, પ્રાસંગિક પ્રેરણાઓ મળતી રહી. જેમકે ગણપત વતી હું એની પત્નીને પત્રો લખતો. હું બારમા ધોરણમાં અમદાવાદમાં હતો ત્યારે એક છોકરીને પ્રેમ કરતો. અમે એકબીજાને પત્રો લખતા. રોજ એ હોસ્ટેલની સામે પસાર થાય એટલે એ પત્ર વાળીને એની અંદર કાંકરો ભરાવીને નાંખે. હું પણ એ જ રીતે પત્ર લખી, એના ઘર સામેથી પસાર થાઉં ત્યારે એના ધાબા પર ફેંકી દેતો. દરેક પત્રમાં હું એને કવિતાઓ લખતો. પછી બુધસભામાં હું બધાની કવિતાઓ સાંભળું ત્યારે મને બહુ જ મજા આવતી. એટલે રમેશ પારેખથી માંડીને અનિલ જોષી જેવા ગુજરાતી સાહિત્યના સારાસારા કવિઓને હું વાંચતો અને વાંચું ત્યારે મને પણ અંદરથી લખવા માટે એક લાગણી થઈ જતી. હું ત્યારે લખતો ખરો, પણ લખવા માટે જે કૂંપળ અંદરથી ફૂટવી જોઈએ એ હજુ નહોતી ફૂટતી એવું મને લાગે છે. પણ જે વ્યવસ્થિત અને સુગઠિત કામ થવું જોઈએ તે બુધસભા અને શનિસભાના કારણે થયું. એમાં ચીનુકાકા હોય, લાભશંકર ઠાકર ક્યારેક આવી જાય, ક્યારેક માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, તો ક્યારેક શોભિત દેસાઈ કે અનિલ જોષી આવી જતા અને સારી ચર્ચા થતી. એમાં ઘણું શીખવા મળ્યું. એટલે આવી નાનીનાની પ્રેરણાની કૂંપળો ભેગી થઈને મને નાનકડા વૃક્ષ સુધી પહોંચાડ્યો એમ કહી શકું.

પ્રશ્ન: જો અનિલ ચાવડા સુખી-સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હોત તો એ લખતા હોત?
આ સવાલ આમ થોડો અઘરો છે, પણ એ શક્ય છે કે હું લખતો હોત. કદાચ જુદી રીતે લખતો હોત. આ બધા અનુભવોનો ટેકો ન હોત, પણ જુદા અનુભવોનો ટેકો હોત. જેમ મજૂરીએ જતો કે રાતના ખેતરમાં જઈને સુઈ રહેતો એ અનુભવ લખવામાં મદદરૂપ થાય છે, જેમ મહેણાં-ટોણા સાંભળવા પડતા, રવડવું-રઝળવું પડતું, એ બધી ઘટનાઓ મારી પાસે ન હોત, પણ એ સંજોગોમાં કદાચ મારી પાસે કંઈક જુદું જ દર્દ હોત. કેમકે ઘણા મોભાદાર કે પૈસાદાર માણસો સારું લખતા જ હોય છે. ધનવાન હોવું ને લખવું કે ન લખવું એને કોઈ સીધો સંબંધ હોય એમ હું અંગતપણે માણતો નથી. નહીતર તો બધા જ ગરીબ લોકો લેખક કે કવિ ન હોત? લેખનનું સંધાન કદાચ સીધું હૃદય સાથે, લાગણી સાથે અને પોતાની માનસિક-ચૈતસિક શક્તિ સાથે છે, લેખન પ્રત્યેના લગાવ સાથે છે.

પ્રશ્ન: તમારાં કાવ્યોમાં વ્યક્ત થતો પ્રકૃતિપ્રેમ, વૃક્ષપ્રેમ ઉડીને આંખે વળગે એવો છે.
પ્રકૃતિ સાથે નાનપણમાં બહુ જ જીવ્યો છું. પછી બહાર નીકળ્યો ત્યારે એની સાથેનો નાતો તૂટી ગયો, પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે પણ ખેતરે તો જતો. પણ લખવાનો વિચાર આવે ત્યારે ચોક્કસપણે પ્રકૃતિને લઈને લખું એવો વિચાર ન હોય, પણ લખવા માટેનો એક ઢાંચો કે એક માળખું બંધાયું હોય. જે વિચાર મનમાં આકાર લઈ રહ્યો હોય એને વ્યક્ત કરવા, જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.

પ્રશ્ન: કાવ્યનો પ્રથમ તણખો ક્યારે, કેવી રીતે પ્રગટે અને પછીની સર્જનપ્રક્રિયા કેવી હોય?
કવિતાના તણખાનું પ્રગટવું એ આમ તો બહુ વ્યક્તિગત અનુભવ હોય છે. ઘણીવાર એ વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે એ તણખો એનામાં પ્રગટ્યો અને એણે લખ્યું. ક્યારેક મનમાં અચાનક કંઈક ઝબકારો થાય કે આ વાત બહુ સરસ છે, એ સરસ રીતે મૂકાવી જોઈએ. અથવા એવું પણ થાય કે કોઈક ડૂમો કે ડચૂરો ભરાઈ ગયો હોય જે કોઈને કહી ન શકાતું હોય અને કહ્યા વિના રહી પણ ન શકાતું હોય. એ નહીં કહેલી વાત ક્યારેક શબ્દોનાં કપડાં પહેરીને કવિતા થઈને બહાર આવતી હોય છે. ક્યારેક કોઈક નવો વિચાર રજૂ કરવા માટે પણ કવિતા બનતી હોય છે. દરેક વિચાર કવિતા થાય એ પણ જરૂરી નથી. ઘણીવાર અમુક યાદો, અનુભવો, સ્થિતિ, આ લેખન નામની ઘટના તરફ દોરી જાય છે. જે લોકો કવિતા નથી લખતા તે લોકો પણ આ બધું અનુભવતા જ હોય છે. પણ એમણે શબ્દોનાં મોતીને દોરામાં ગૂંથવાની કળા નથી કેળવી હોતી. પરંતુ દરેક વ્યક્તિનો કવિતા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ હોય જ છે એમ હું માનું છું. એક પણ વ્યક્તિ એવી નથી હોતી કે જેણે પોતાના જીવન દરમિયાન ક્યારેય એકે કવિતા લખી ન હોય, પછી એ પોતે જોડકણા લખતો હોય, કે કોઈકની શાયરી નોટબુકમાં ઉતારતો હોય કે પછી ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકતો હોય. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક રીતે કવિતા સાથે જોડાયેલી હોય જ છે, પણ કેટલીક વ્યક્તિઓ સંપૂર્ણપણે એમાં જોડાઈ શકતી નથી.

પ્રશ્ન: તમે ગઝલમાં વ્યક્ત થવાનું પસંદ કરો છો, અને તમારી ગઝલોને મરમીઓ બિરદાવે પણ છે. ગઝલ કેમ વધુ પ્રિય છે?
આમ તો એવું કંઈ ખાસ કારણ નથી કે ગઝલમાં જ વ્યક્ત થવું, પણ ગઝલ મારા ભાવોને, મારા વિચારોને, મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે. જેમકે હું દુકાનમાં જાઉં તો મારા શરીરને અનુકૂળ આવે એવું જ કપડું ખરીદું. હું સાડા પાંચ ફૂટનો હોઉં અને સાત ફૂટનો પાટલુન ખરીદું તો મને એ લાંબુ જ પડવાનું છે. એટલે મારી આંતરયાત્રાને અનુરૂપ સ્વરૂપ મારે પસંદ કરવું જોઈએ અને ગઝલ મને વધારે માફક આવે એવી છે અને માત્ર ગઝલ જ માફક આવે છે એવું પણ નથી. ઘણી ભાવના ગઝલમાં હું વ્યક્ત નથી પણ કરી શકતો. હું ક્યારેક અછાંદસ, ક્યારેક લઘુકાવ્યો પણ લખું છું, મેં અઢળક ગીતો લખ્યાં છે, થોડાંઘણાં સોનેટ પણ લખ્યાં છે. મોટેભાગે વિચાર પોતે જ એને અનુકૂળ સ્વરૂપ શોધી લેતો હોય છે. મેં ઘણી વાર્તાઓ અને લેખો પણ લખ્યા છે.

પ્રશ્ન: અર્વાચીન ગઝલ વિશે આજે ફરિયાદો પણ થાય છે, તમને એ ફરિયાદોમાં કેટલું વજૂદ જણાય છે?
ફરિયાદો આમ તો એટલી બધી યોગ્ય નથી, પણ ગઝલ એક બહોળો અને મોટો વિસ્તાર ધારણ કરી રહી છે અને હવે ખાસ્સી લોકપ્રિય પણ થઈ છે. એના લીધે ઘણા સર્જકોને એના પ્રત્યે ભય રહે એ સ્વાભાવિક છે. કારણ કે ગઝલનું સ્વરૂપ એટલું બધું હાવિ થઈ ગયું છે કે બીજાં બધાં સ્વરૂપો દબાઈ જવા માંડયાં છે. એક સમયે સોનેટ વિપુલ પ્રમાણમાં લખાતાં. એ વખતે એવું મનાતું કે સોનેટ ન લખે એ કવિ નથી. અત્યારે એવું માનવામાં આવે છે કે જે ગઝલ ન લખે તે કવિ નથી. જ્યારે મોટું પુર આવતું હોય ત્યારે સાથેસાથે ઘણાં બધાં ડાળખાં, ઝાડી-ઝાંખરાં ઘણું બધું તણાઈને આવતું હોય છે. પણ જ્યારે પુર ઓસરે ત્યારે જે સારું અને શુદ્ધ હોય એ જ પાણી વહેતું રહેતું હોય છે. અત્યારે ગઝલની સ્થિતિ કદાચ આવી છે. અત્યારે પુર આવ્યું છે, પણ જ્યારે પુર ઓસરશે ત્યારે જે શુદ્ધ કવિતા છે એ જ ટકશે. અને લાંબા ગાળાનું સાહિત્ય એ છે જેમાં સત્વ હોય. ટૂંકા ગાળાના શાબ્દિક ઉપયોગો અને નાનાં-મોટાં છમકલાં કરવાથી એ સાહિત્યની ઉંમર લાંબી થતી નથી. નરસિંહ મહેતાને આજે પણ લોકો સાંભળે છે, પણ એમણે સાહિત્ય સર્જનના ભાવ સાથે લખ્યું નહોતું. આજે સર્જકોમાં સર્જક હોવાનો બહુ મોટો ભાવ હોય છે. જોકે એ કંઈ ખરાબ નથી, પણ એ સારું પણ નથી. સર્જક હોવાનો ભાવ તમારા પર હાવિ થઇ જાય ત્યારે થોડી મુશ્કેલી થાય, કરણ કે ત્યારે તમે તમારું લખેલું શ્રેષ્ઠ ગણવા માંડો, એવું બની શકે. પણ તમે જે લાખો છો એ નિજાનંદ માટે લાખો છો એ જુદી વાત છે અને બીજાનંદ માટે લખો એ પણ જુદી વાત છે. બંનેનો સમન્વય થાય તો વધારે સારું.

પ્રશ્ન: તમે અખબારમાં કટાર-લેખન પણ કરો છો. કાવ્ય-સર્જન અને કટાર-લેખન, આ બે તદ્દન નોખા લેખન-પ્રકારો કઈ રીતે સમાંતરે ચાલે છે?
કવિતા મને વધુ પ્રિય છે એ સ્વાભાવિક છે. બીજું, લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવી એ કંઈ નકામી વસ્તુ નથી. મારા માટે સૌથી મોટું એ છે કે એમાં મને પૈસા મળે છે. બીજું એ કે હું કવિતાના ક્ષેત્રથી કંઈક જુદા ક્ષેત્ર સાથે જોડાઉં અને એનો પણ મને અનુભવ મળે. ત્રીજું પાસું એ કે હું ગદ્યમાં પણ કામ કરી શકું, એ બને. મારે સતત લખતા રહેવું પડે અને એ રીતે હું મારી કલમને સતત સજાગ રાખી શકું, એ માટે પણ એ કામ સાથે જોડાયો.

પ્રશ્ન: જો લખતા ન હોત તો અનિલ ચાવડા આજે શું કરતા હોત?
સ્વાભાવિક છે કે હું ગામમાં મજૂરી કરતો હોત. લખું છું એના લીધે જ અમદાવાદમાં ટકી શક્યો. જો લખતો ન હોત તો હું મારું ભણવાનું પૂરું કરીને જો કોઈક નાની-મોટી નોકરી મળી હોત તો એ કરતો હોત. અથવા કારખાનામાં કે ખેતરમાં મજૂરી કરતો હોત. કારણ કે અમારા પરિવારમાં માર

Share

75 Thoughts on “અનિલ ચાવડા સાથે સંવાદ – આરાધના ભટ્ટ

 1. ami raeesh on 14 April, 2015 at 3:35 pm said:

  લેખ વાંચ્યો,
  સુંદર..
  રઈશ મનીઆર

  • આભાર રઈશભાઈ,
   આપ જેવા દિગજ્જ કવિનો પ્રતિભાવ મને મળી શકે, તેમાં મારી ધન્યતા છે.
   આપનો આભારી રહીશ.

 2. jetasi rathod aeesh on 14 April, 2015 at 3:36 pm said:

  Anilbhai…..!
  Khub khub Abhinandan….!
  – Vijay. Chaladari

 3. chadravada mistry on 14 April, 2015 at 3:40 pm said:

  Anil,
  Nice to know of you via the interview.
  What I read, I brought to my heart.
  I express my feelings via this Kavya-like Rachana>>>>>>>>>>>>>>>>>

  અનિલ ચાવડા કહાણીમાં કાવ્ય-પ્રેમ !

  ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામે જન્મી,
  ભલે ગરીબાય હોય, પણ બાળપણથી જે છે કાવ્ય લેખન પ્રેમી,
  એ છે અનિલ ચાવડા, બીજો કોઈ નહી !…………………………(ટેક)

  ગામડે શાળાઓમાં ભણતા, અમદાવાદમાં કોલેજ અભ્યાસ કરતા,
  કાવ્ય સર્જનની આદતે, ભજન મંડળે કોઈવાર ભજનો રચતા,
  લાગ્યો રે નાતો સાહિત્ય સંગે અનિલને !…………………………..(૧)

  ગામડે ગરીબી અને ખેતી મજુરી નિહાળી ‘ને અનુભવી,
  જીવનમાં સંઘર્ષ કરવાની આદતે, ઉચ્ચ શિક્ષણનો મતલબ જાણી,
  કાવ્ય રચવાની લગનીનો રંગ લાગ્યો છે અનિલને !…………………(૨)

  કાવ્યો લખે પણ ના જાણે કાવ્યોમાં છંદો હોવા જરૂરીત,
  એક પુસ્તક વાંચન અને કવિઓ દ્રારા પ્રેરણાઓ મેળવી,
  અંતે, શુધ્ધ કાવ્ય-રચનાઓ બની છે અનિલની !………………….(૩)

  પ્રકૃતિ, જીવન અનુભવો કાવ્ય સર્જન પ્રક્રિયામાં ફાળો દેતા,
  કાવ્યો દ્વારા લોકપ્રિયતા અને અનેક એવોર્ડો હાંસીલ કરતા,
  આખરે, યુવાજીવને મળે કવિપદ અનિલને !……………………….(૪)

  શરૂઆતે અછંદ અને પછી ખરેખર શુધ્ધ કાવ્યો લખી,
  અંતે જીવન સફરે,ગઝલ રચનાઓ લખવાનું પસંદ કરી,
  ગુજરાત સાહિત્યકારોમાંથી એક યાત્રા છે અનિલની !……………….(૫)

  કવિતા સર્જન સાથે અખબારોમાં પણ લેખન કરનાર,
  સંસારી જીવન સફરે જીવન માટે કલમનો આધાર લેનાર,
  ચંદ્ર આજે વંદન અર્પે છે અનિલને !………………………………(૬)

  કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૧૩,૨૦૧૫ ચંદ્રવદન

  • પ્રિય ચંદ્રવદનભાઈ મિસ્ત્રી,
   આપે મારા પર એક સુંદર કવિતા રચી – કવિતા દ્વારા જ પ્રતિભાવ પાઠવ્યો તે વિશેષ ગમ્યો.
   આપનો આભારી છું.

 4. balkrishna vyas on 14 April, 2015 at 3:44 pm said:

  Thrilled to read your interview.
  It is true that you have surpassed the turmoils of your really hard days successfully and today what you are is the result.
  Here reminds me our Great witty Mr. Shahabudhdhin Rathod who often says in public that: ” HASYA HAMESHA KARUNAMATHI J JANME CHHE.”

  With the warmest regards and with all the best wishes,

  Yours truly,

  BALKRISHNA VYAS.

 5. અનિલભાઈ, અભિનંદન.
  મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછરેલ તોપણ તમે સારા કવિ છો. મને આશ્ચર્ય નથી થયું.
  Good wishes.
  Saryu Parikh.

 6. Manish Sanghani on 14 April, 2015 at 6:48 pm said:

  સુંદર ઇન્ટરવ્યુ અનિલભાઈ. આપના જીવનમાંથી વાચકોને ઘણી પ્રેરણા મળી શકે તેમ છે.
  આભાર.

 7. sharad on 14 April, 2015 at 7:20 pm said:

  Anilbhai saras.malavanu occhu thayu chhe pan tame khub saral manas chho avu lage chhe

 8. readsetu on 14 April, 2015 at 9:27 pm said:

  ખૂબ જ સરસ અનિલભાઈ. નવનીતમાં વાંચ્યા અને અહી પણ. તમારા માટે ગૌરવ થાય છે. આટલી નાની ઉમરે કેટલા ઊંચા પડાવ પર પહોંચી ગયા.. એ અંદરનું સત્વ છે જેણે તમને આ દક્ષતા બક્ષી…..
  ‘બાઈ મીરા કહે પ્રભુ ….’ મજા પડી !!!
  લતા હિરાણી

  • આપની લાગણી બદલ આપનો આભારી છું લતાબહેન,
   હજી હું કંઈ એટલા ઊંચા પડાવે નથી પહોંચી શક્યો,
   હજી કંઈ થઈ નથી શક્યું, પ્રયત્ન કરું છું કે હજી કંઈક કરી શકું.
   આપની આવી લાગણી અવિરત બની રહે તેવી પ્રભુપ્રાર્થના કરું છું.

 9. કુણાલ on 15 April, 2015 at 3:52 pm said:

  aa interview vachi ne tamara pratye nu maan or vadhi gayu !

  khub khub abhinandan ane anekanek shubhechhao … !!

 10. તમારી વાતો ગમી. સીધી અને સરળ, છતાં દમદાર ! ઝાલાવાડની આ ખૂબી છે.
  ઝાલાવાડની ધરતી સુક્કી ખરી, લુખ્ખી નહીં !
  આપણે ભોગાવાનાં પાણી પીધા છે એટલે આપણે ભેરુ કહેવાઈએ. (મારું ઘર ટાંકીચોકમાં.)
  તમારા વિષે વાંચ્યું હવે તમારી કવિતાઓ વાંચીશ.

 11. vallabh bhakta on 16 April, 2015 at 10:40 am said:

  anilbhai aaje aapana vise janau aabhar lakhata rahesho

 12. Dilip Gohil on 17 April, 2015 at 3:00 pm said:

  અનિલને થોડો વધુ જાણ્યો.
  છેલ્લા બે દાયકા સુરેન્દ્રનગર જિલ્લાના છે. લગભગ દરેક ક્ષેત્રમાં સુરેન્દ્રનગરના તારલાઓ ટમટમી રહ્યા છે. ભાવનગર જિલ્લાનો ઇજારો ઓછો થયો છે.

 13. Anil,Read your interview. so very pleased to know more about you.my respect for you
  has grown even more.your honesty is so very touching.wish you all the very best.
  Vijay Desai

 14. Anil Limbachiya on 18 April, 2015 at 6:18 pm said:

  Khub Saras ane saral interview Anilbhai…
  All the best….

  Anil Limbachiya
  Palanpur.

 15. P.K.Davda on 18 April, 2015 at 8:51 pm said:

  શ્રી અનિલભાઈ,
  તમારો ફોન નંબર અને અનુકુળ સમય મને pkdavda@gmail.com માં મોકલજો. મારે તમારી સાથે “મળવા જેવા માણસ” લેખમાળા વિષે વાત કરવી છે.
  -દાવડા

 16. અનિલભાઈ,
  હૃદયસ્પર્શી જીવનસંઘર્ષ અને સાહિત્યસંઘર્ષ ! આગે બઢતે રહો !
  હાર્દિક શુભેચ્છાસહ,
  વલીભાઈ
  તા.ક. આરાધનાબહેનને પણ અભિનંદન. સરસ ઈન્ટરવ્યૂ લીધો.

 17. Akshay Dave on 18 April, 2015 at 10:06 pm said:

  Wah Anil Anil bhai…. very inspiring….!

 18. Radhika Patel on 19 April, 2015 at 8:47 am said:

  Sangharsh Ni kavyagatha tatha kavyani sangarshgatha…vanchi ne aanand thayo….aabhar…Anil bhai.

 19. santosh on 20 April, 2015 at 1:31 pm said:

  Anilbhai,
  Abhinandan….prerana rup interview …yuvano mate khas……modasa aavavanu gothavajo..
  Dr santosh Devkar

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation