મનની મોસમ : અનિલ ચાવડા

માણસમાં જે શ્રેષ્ઠ છે, એ જ ઈશ્વર છે.
– આફ્રિકન કહેવત

હુંકૂકડા પાસે બાંગ પોકારાવું છું. સવારમાં સૂર્યને જગાડું છું, તેના કિરણથી પુષ્પને ખીલવું છું. પુષ્પ ખીલી જાય પછી તેની પર ઝાકળની રંગોળી પૂરું છું. પછી ત્યાં પતંગિયાંઓને રમવા માટે મોકલી આપું છું. સુગંધને સરનામું આપ્યા વિના મોકલી આપું છું બધે ફરવા માટે. પંખીઓને જગાડું છું. તેમના ગળામાં ટહુકાની કૂંપળ ખીલવું છું. ક્યારેક પંખીના માળામાં પંખીની સાથે હું તરણા ગોઠવતો હોઉં છું, તો વળી ક્યાંક સગર્ભા સ્ત્રીના પેટમાં રહેલા બાળકમાં જીવ પૂરતો હોઉં છું. ક્યારેક ક્યાંક માની છાતીમાં ધાવણ બનીને ઊભરાઉં છું. હું ઠંડીમાં ઠૂઠવાતા માણસ પાસે થોડી ઘણી હૂંફ થઈને બેસું છું. ક્યારેક તાપ થઈ દઝાડું છું ક્યાંક. ક્યારેક ગરોળી જેમ ચીપકાઉં છું ભીંત પર, ક્યારેક ભૂખ્યા મગરમચ્છ જેમ તૂટી પડું છું કિનારે આવેલા કોઈ જીવ પર. ક્યારેક કોઈના મોઢાની ગાળ થાઉં છું. ક્યારેક કોઈની શ્રદ્ધાનો ગોળ ખાઉં છું. ક્યાંક હું મુક્ત ઊડતા પંખીની પાંખમાં ઊડવાનો જુસ્સો ભરી રહ્યો છું, તો વળી ક્યાંક કોઈ શિકારીની કમાન પર તીર થઈને ગોઠવાયો છું. ‘કીડીને કણ અને હાથીને મણ’ મળી રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખું છું.

કોઈ ડરીને પૂજે છે મને તો કોઈ કરગરીને! કોઈ નિયમવશ પૂજે છે તો કોઈ નિયમભંગ કરીને. કોઈ ધુત્કારે છે તો કોઈ મને સત્કારે છે. ક્યાંક હું ક્રોસ પર લટકી રહ્યો છું, તો ક્યાંક પથારીવશ શિષ્યોનું આક્રંદ રોકી રહ્યો છું. ક્યાંક પગમાં વાગેલા તીર સાથે ઘાયલ થઈને પડયો છું જંગલમાં, તો વળી ક્યાંક સરયુના પાણીમાં સમાધિ લઈ રહ્યો છું. ક્યાંક હું ‘પરિભ્રમણ’ શબ્દ પહેરીને પ્રવાસે નીકળી ગયો છું, તો ક્યાંક લોકોના ચિત્તમાં નવા અવતાર થવાની આશા થઈને બેઠો છું. ક્યાંક મેં ટોપી પહેરી છે, ક્યાંક પાઘડી, ક્યાંક સાફો તો ક્યાંક સાવ ઉઘાડે મસ્તક! ક્યાંક ચોટી બાંધી છે, ક્યાંક મુંડન કર્યું છે તો વળી ક્યાંક જટા વધારી છે. જો મને માનો તો હું બધે જ છું અને ન માનો તો ક્યાંય નથી. જો તમે મને ન માનો તોપણ હું બધે જ છું અને માનો તોપણ હું ક્યાંય નથી. આમ હું છું અને આમ નથી. હું નથી છતાં છું અને છું છતાં નથી!

સિયા સચદેવની સુંદર પંક્તિ છેઃ

ક્યું તુજ કો લગ રહા હૈ કિ તુજ સે જુદા હૂં મૈં,
મુજ મેં તું ખુદ કો દેખ તેરા આઈના હૂં મૈં.

તમે મારા માટે ગાળ બોલી શકો છો અને શ્લોક પણ. મને ર્મૂિતમાં પૂજી શકો અને ર્મૂિત વિના પણ. તમે મને ઠેસ મારી શકો અને ગળે પણ લગાવી શકો. તમે મને શ્વસી શકો અને ઉચ્છ્વાસી પણ શકો. તમે એમ કહેશો કે ‘હું ક્યાંય નથી’ તો તમે સાચા છો, જો એમ કહેશો કે ‘હું ક્યાં નથી?’ તોપણ તમે સાચા છો. હું ખોવાઈને જડું છું અને જડીને ખોવાઉં છું. હું ખોવાઉં છું એટલે જડું છું અને જડું છું એટલે ખોવાઈ જાઉં છું. જ્યાં તમામ શોધ પૂરી થાય છે, ત્યાં હું શરૂ થાઉં છું. દીવાલની આ તરફ હું છું અને પેલી તરફ પણ હું જ છું.

સૂર્યનો તાપ છું હું, તાપથી તપતો દરિયોય હું છું. તપવાથી નીકળતી વરાળ પણ હું છું અને વરાળથી બંધાતાં વાદળ પણ હું જ છું. વરસી રહેલો વરસાદ છું હું, પલળી રહેલી ધરતીય હું, ઊગી રહેલું વૃક્ષ હું, સુકાઈ રહેલું ઝાડ પણ હું જ. ઝાડને કાપતી કુહાડી હું અને કુહાડીને પકડી રહેલા હાથ પણ હું જ. લાકડાંમાંથી બનતું ર્ફિનચર હું, લાકડાંને ખાતી ઊધઈ પણ હું જ. ઊધઈને મારતી દવા પણ હું અને તેને પોષણ આપતી હવા પણ હું જ! હું ધર્મમાં છું અને વિજ્ઞાાનમાં પણ. જ્ઞાાનમાં છું અને અજ્ઞાાનમાં પણ. શ્રદ્ધાથી સીવેલું વસ્ત્ર પણ હું જ અને અંધશ્રદ્ધાનો ઓછાયો પણ હું જ. પાપ હું, પુણ્ય હું, સ્વર્ગ હું, નર્ક હું. પીડા હું અને આનંદ પણ હું જ! જન્મ હું અને મૃત્યુ પણ હું જ! ખીલવાની ઘટના હું અને ખરવાની ઘટના પણ હું જ! પ્રેમ પણ હું અને હું જ નફરત. જે ચીજ કહેશો તે ચીજમાં હું છું, જે ઉદાહરણ આપશો તે ઉદાહરણમાં પણ હું છું. બધે એટલે બધે હું જ હું છું અને છતાં ક્યાંય એટલે ક્યાંય હું નથી જ નથી. તમે જેને ‘ઈશ્વર’ કહો છો એ તો માત્ર એક શબ્દ છે. હું તો માત્ર અનુભૂતિ છું. મને અનુભવો તો હું તમારા શ્વાસે-શ્વાસે છું અને ન અનુભવો તોય તમારી સાવ પાસે છું.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર. ‘મનની મોસમ’ કોલમમાંથી)

Share

44 Thoughts on “ઈશ્વર : હું છું અને હું નથી

 1. હું ક્યાંય નથી. આમ હું છું અને આમ નથી. હું નથી છતાં છું અને છું છતાં નથી! વાહ….હ્રદયસ્પર્શી..

 2. પ્રકાશ છે એમના માટે, જેમની આંખ સક્ષમ છે નિહાળવા માટે.પ્રકાશ નથી એમના માટે જેમની આંખ સક્ષમ નથી તે નિહાળવા માટે. આવું જ ઈશ્વર સંબધે છે. પ્રકાશ છે કે નથી તે ગૌણ છે. આંખ છે કે તે નથી તે વધુ અગત્યનુ છે. પણ આપણો અહમ ખુદ અંધ છે તે સ્વિકારવા તૈયાર નથી અથવા તો આળસુ જીવો ઝાઝી લમણાઝીકમા પડ્યા વગર ઈશ્વરના અસ્તિત્વને સ્વિકારી લેવું વધુ પસંદ કરે છે અને તેવો વર્ગ મોટો છે. ભાગ્યેજ કોઈ વિરલા અંધત્વ સ્વિકારી તેનો ઈલાજ કરવા કે કરાવવા તૈયાર થાય છે.

 3. kishor dodiya on 26 September, 2014 at 10:42 pm said:

  vah anilbhai khovai ne jadu chhu ne jadine khovai jau chhu adbhut….

 4. તમે એમ કહેશો કે ‘હું ક્યાંય નથી’ તો તમે સાચા છો, જો એમ કહેશો કે ‘હું ક્યાં નથી?’ તોપણ તમે સાચા છો. …. જ્યાં તમામ શોધ પૂરી થાય છે, ત્યાં હું શરૂ થાઉં છું….mast

 5. એ ભાઈ તમે લેખ લખ્યો છે કે કવિતા ? હહાહાહાહા … અહી ન્યુ જર્સીમાં સાહિત્ય સંમેલન હતું. વિરામના સમયે ચા નાસ્તો કરતા સૌમ્ય જોશી અત્રે પધારેલા હતા તેમની મારફાડ કવિતાઓ સાંભળીને એના વિષે ચર્ચા કરતા તમને પણ યાદ કરેલા. નવી પેઢીના કવિઓમાં તમે અને સૌમ્ય ઉત્તમ કવિઓ છો. પણ મને એક ચિંતા રહેતી હોય છે કે અછાંદસ કવિતાનાં સુનામીમાં છંદોબદ્ધ કવિતાઓ ભુસાઈ જશે કે શું?

  • આભાર ભૂપેન્દ્રભાઈ,

   આપને લેખ ગમ્યો તેથી આનંદ થયો.
   સૌમ્ય જોશી મારા ગમતા કવિ છે. તેમની સાથે ઢગલાબંધ કાર્યક્રમો કર્યા છે તેનો આનંદ છે. મને નથી લાગતું કે અછાંદસ કવિતાના પૂરમાં છંદોબદ્ધ કવિતા ભૂંસાઈ જશે.
   દરેકનો એક સમય હોય છે. ત્યારે અછાંદસનો હતો, અત્યારે ગઝલ, અછાંદસનો વધારે છે.

 6. Very nice article Anilbhai. It is “you” or it is “I”. It is “nothing”. Very well said.

 7. Kem cho Anilbhai, Ati sundar…. Bhagvan badhama hoy che but apde kai rite manie che e khub agatya nu che….

 8. વાહ…ખૂબ સરસ ચિંતન.

 9. P.K.Davda on 4 October, 2014 at 7:52 pm said:

  સોઅહમ ! તત્વમસી !

 10. અનિલભાઇ,ખુબ સરસ અભિવ્યક્તિ..જાણે વિભૂતિયોગ નવમો અધ્યાય યાદ આવી ગયો.

 11. aataawaanihimatlal joshi on 6 October, 2014 at 1:16 pm said:

  બહુજ ઉત્તમ લેખ તમે વાંચવા આપ્યો
  પરમેશ્વર સર્વ વ્યાપી સર્વજ્ઞ છે .

  यारको हमने जा ब जा देखा
  कहीं ज़ाहिर कहीं छुपा देखा
  कहीं वो बादशाहे तख़्त नशीं
  कहीं कासा लिए गदा देखा
  खुदाको हमने जा ब जा देखा

 12. સમર્થ તત્વવેત્તા ચાર્વાક દર્શનના લખનાર ,સત્ય વક્તા ,અને જનતાના રોષના ભોગ બનેલા અને જનતાના હાથેજ મૃત્યુ પામેલા ગુરુ બૃહસ્પતિએ પરમેશ્વરની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે .
  અખિલ બ્રહ્માંડની રચના કરનાર અને તેનું સંચાલન કરનાર પરમેશ્વર એક છે . 1
  તે સર્વવ્યાપી ,સર્વ શક્તિમાન ,સર્વજ્ઞ , નિરાકાર છે . 2
  તે સ્તુતિ નિંદાથી પર છે . 3
  તે કોઈનું સંતાન નથી ,તેમજ તેને કોઈ સંતાન નથી . 4
  તે જડ ચેતન સર્વને સ્વયં પ્રેરણા આપે છે . 5
  તેને કોઈ સહાયકની આવશ્યકતા નથી . 6

 13. વાહ….!
  અનિલભાઇ,
  આ “મનની મોસમ”માં જીવન ગણાતી વાસ્તવિક્તાનાં એકેક બદલાવ અને પ્રભાવનો, તમે બહુજ સ્પષ્ટ ચિતાર આપો છો.
  અને અમે, એની સાથે અમારા અનિલને ય દરેક વખતે જુદા-જુદા ભાવવિશ્વમાં ઓગળતો,નિખરતો અને ઝળહળતો માણી રહ્યાં છીએ.
  -અભિનંદન.
  આ બહુ ગમ્યું મિત્ર !,
  શ્રદ્ધાથી સીવેલું વસ્ત્ર પણ હું જ અને અંધશ્રદ્ધાનો ઓછાયો પણ હું જ.

 14. માનનિય કવિ શ્રી અનિલભાઈ,
  તમારો લેખ ખૂબજ રસપૂર્વક વાંચ્યો. ભગવાનને કોઈ પણ સ્વરુપે માનવામાં હું ખૂબજ આસ્થા રાખું છું. અભિપ્રાય માટે આ મારી રચના તમને જરુર ગમશે!

  ह्स्तीका तेरी मुझको एह्सास हो गया है,

  तुम कहां हो मेरे मालिक तुझे ढूंढूं कहां कहां मै.

  तुम राम हो मंदिरमें या खुदा हो मस्जिदमें,

  तुम साहेब हो गुरूद्वारे या ईसु हो गिरजाघरमें,

  तुम एक या जुदा हो तुझे ढूंढू कहां कहां मै,

  ह्स्तीका तेरी मुझको एह्सास हो गया है.

  तुम कणमें हो या पर्वत में धरापे हो या गगनमे,

  मुझमें हो या सभीमें समजना पाया कभी मैं,

  तुम जीव हो या शिव हो तुझे ढूंढू कहां कहां मै,

  ह्स्तीका तेरी मुझको एह्सास हो गया है.

  मुझे रोना है बहुत रोना तेरे कदमो में सर झुकाकर,

  फिर गोदमें उठालो जब चाहे मुंझे उठाकर,

  तुम माता हो या पिता हो तुझे ढूंढू कहां कहां मै,

  ह्स्तीका तेरी मुझको एह्सास हो गया है.

  तेरा “साज” बुला रहाहै आवाझ दो कहां हो,

  तेरा रूप होतो मुंझको दिदार करादो मुंझको,

  ये आंखे तरस रहीं है,तुझे ढूंढू कहां कहां मै,

  ह्स्तीका तेरी मुझको एह्सास हो गया है.

  *********************************

  ‘साज’ मेवाडा
  From my blog site – http://venunad.wordpress.com

  • આભાર મેવાડા સાહેબ,

   આપ આપની કવિતા દ્વારા પ્રતિભાવ આપ્યો તે વિશેષ આનંદની વાત છે.

 15. અશોક જાની 'આનંદ' on 7 October, 2014 at 3:45 pm said:

  તમારી આ કોલમ મારે ત્યાં આવતા ‘સંદેશ’ની સંસ્કાર પૂર્તિમાં અચૂક વાંચુ છું, ગમે છે,, તમારા વિષયોની પસંદગી સરસ હોય છે..

 16. માન્યતાઓ જો આંખો ખોલી શકે, તો તે કામની.નહીં તો……
  જીવનમાં એક વધારાનો બોજો અથવા બીજી એક ગુલામી.
  કદાચ નીચેના લેખના વિચારો તમને ગમે…
  http://gadyasoor.wordpress.com/2010/01/13/hypnotism_3/

 17. Dear Anilbhai, 08/10/2014…….-Wednesday .at 2.00.P.M.
  I am very happy by reading your artical about God.I have thought to my students
  about God for years.Best discription of GOD is given in Holy Vedas that God is ,the “Neti-Neti” You cannot know Him fully,but by effort & Sadhana you can realise him
  as a Ultimate Reality & Dear friend of All humanbeings.Thanks again.
  I will be very glad to meet you at my Home.Please contect me on Phone no.22141301.
  Thanks again.-Yours friend-Parimal Dalal na JayshreeKrishna.

 18. લેખ ખૂબજ રસપૂર્વક વાંચ્યો …તમે એમ કહેશો કે ‘હું ક્યાંય નથી’ તો તમે સાચા છો, (Y)

 19. THANKS. VERY THOUGHTFUL ARTICLE. GOOD LUCKK – JAY GAJJAR

 20. DARPAN PUROHIT on 9 October, 2014 at 12:59 pm said:

  ANILBHAI
  KHUB J SARAS LAKKHU CHE – TAME JIVAN MA UTARVA JEVU JANAVYU
  KHUB J MAJA PADI

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation