જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

Share

67 Thoughts on “જડ્યો જડ્યો હું જડ્યો…

 1. સુધા મહેતા on 2 September, 2014 at 12:20 pm said:

  સ્પર્શની બલિહારી – અન્યમાં સ્વયંની ખોજ, વાહ, મજા આવી ગઇ।

 2. R.P ni kavita yaad aavi gai……………..
  bahu j sa-ras……………..
  jat jaDi javi e moTu sad bhagya chhe…………..!!!!!!

 3. Parimal Dalal. on 2 September, 2014 at 3:51 pm said:

  Very Philosophocal poem similar to great KABIR.
  Abhinandan.-Parimal Dalal.

 4. RJ Savani on 3 September, 2014 at 12:05 pm said:

  Sundar Rachana.

 5. Madhusudan Thakkar on 3 September, 2014 at 4:17 pm said:

  vah Adbhut Geet …..
  Madhusudan THAKKAR

 6. ખૂબ સરસ રચના .

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે ? હિન્દી ગુજનાગરી લિપિ માં લખવાનો અને શીખવાનો પ્રયત્ન કેમ નથી કરતા ?હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ?

  રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?

  ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

  આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.

  ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં!

 7. खरे खर पारख्यो, केमके मने हुं जड्यो। वाह वाह।

 8. પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
  જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

  – અનિલ ચાવડા

 9. Lata Hirani on 5 September, 2014 at 7:25 pm said:

  Beauuuuuutifull….

 10. શબ્દોની વિવિધતા, વિચારોની વિવિધતા, વાયરાની(અનિલ) વિવિધતા-પ્રતિભાવોના પ્રસાદની વિવિધતા અને છેલ્લે મારા પ્રતિભાવની વિવિધતા માટે તો તમારે જ કંઈક કહેવું રહ્યું!
  શુભેચ્છા સહ,
  ચીમન પટેલ ‘ચમન’

 11. Jayesh Bhatt on 6 September, 2014 at 5:34 pm said:

  Very nice enjoyable poem.

 12. અનિલભાઈ, સરળ શબ્દો માં ગહન વાત !
  ખાસ કરીને
  “એક સવારે આમ તમારું ગઈ.
  સવાર જેવું મળવું;
  છાતી અંદર રોકાયું ના
  રોકાતું કૂંપળવું!” ખુબ જ ગમી.

  કવિતા મને ફરીથી મને પોતાને મળવા માટે મજબુર કરી ગઈ !

 13. Shobha Kishor Mistry Bilimora on 6 September, 2014 at 7:08 pm said:

  Khub j saras

 14. વાહ સરસ રચના છે,
  છાતી અંદર રોકાયું ના
  રોકાતું કૂંપળવું!
  પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો

 15. નડ્યો નડ્યો હું નડ્યો…..
  નડ્યો નડ્યો હું નડ્યો છેવટે મને ખરેખર નડ્યો
  સુરજને ઢાંકી દે વાદળી એમ જ્યારે સૌની સામે હું પડ્યો
  ગરીબડા ઘરનો હું એકલો આધાર વળી
  માથે કુટુંબનો ભાર
  ઓળખે ન પારખે ન કોઈ મને પાસમાં
  કોઈ ન માથે આધાર
  પૈસાના લોભમાં લોભાયો હું અને
  ખોટા રવાડે ચડ્યો…
  નડ્યો નડ્યો હું નડ્યો છેવટે મને ખરેખર નડ્યો
  જાગ્યો તો જોયું કે
  ઘર ના કુટુંબ કંઈ સળીયાની પાછળ હું સુતો
  માટીના ઠીબરામાં દાળ અને રોટલા
  એને જોઈ હું રડ્યો
  આંખોમાં આંસુ ક્ષોભના વહે છે હવે
  શાને આ કુવે હું પડ્યો ?
  નડ્યો નડ્યો હું નડ્યો છેવટે મને ખરેખર નડ્યો

  રક્ષિત અરવિંદરાય દવે
  ૦૭.૦૯.૨૦૧૪

  • અરે વાહ રક્ષિતભાઈ

   મારા કાવ્ય પરથી આપે પ્રતિકાવ્ય લખ્યું તે બદલ આપનો આભારી છું.

 16. R S SHASTRI on 8 September, 2014 at 6:05 pm said:

  DEAR BROTHER.
  CONGRATULATION…….
  ENJOYED YOUR NICE POEM”JADYO JADYO HUNH JADYO…
  WISH YOU ALL THE BEST….GOD BLESS YOU FOR YOUR MORE & MORE CREATION….
  ……………………………………………………………………..YOUR SISTER
  ……………………………………………………………………………JYOTSNA

 17. Navin Vibhakar on 8 September, 2014 at 6:14 pm said:

  Anilbhai,
  sundar
  malyo, malyo, tamara jevo adbhut mitra malyo. dhanyvad. navin vibhakar.

 18. ketli moti vaat kevi saras rajuaat shabde shabde navo arth shabde shabde navo vichaar

 19. Pingback: શ્રી અનિલ ચાવડાને દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર - વેબગુર્જરી

 20. Kunjalchhaya on 13 September, 2014 at 10:46 am said:

  જાતને જડી જવાની મજા માણી..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation