જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

Share

67 Thoughts on “જડ્યો જડ્યો હું જડ્યો…

 1. Sanju Vala on 22 August, 2014 at 5:34 pm said:

  Saras anil

 2. વાહ, સરસ ગીત.

  • ફેસબુક પર આ કૃતિ શેર કરી છે:
   https://www.facebook.com/groups/glauk/permalink/650602645038292/

  • આભાર પંચમભાઈ,

   આપે મારી કવિતા શેર કરી તેથી ખૂબ જ આનંદ થયો.
   આપે અગાઉ મારી કવિતા – સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું… – અનુવાદિત કરી હતી,
   તે હમણાં બેંગ્લોરમાં વંચાઈ, આપનો અનુવાદ બધાએ ખૂબ જ વખાણ્યો. એના પરથી પછી એ જ કવિતા કન્નડ ભાષામાં પણ અનુવાદિત થઈ.
   આપના આવા સુંદર અનુવાદ બદલ દિલથી આપનો આભાર માનું છું.

 3. વાહ… વાહ… અને વાહ…

  લયસ્તરો માટે આ ગીતની ઉઠાંતરી કરી લઉં છું…. કરી લઉં ને?!

  • આભાર વિવેકભાઈ

   એમાં આપે પૂછવાનું હોય વિવેકભાઈ

   લઈ જ લ્યો, વિવેકપૂર્વક…

 4. સુંદર ગીત..

 5. Balkrishna Vyas on 22 August, 2014 at 9:38 pm said:

  Good one.

 6. મુકેશ દવે on 23 August, 2014 at 7:27 am said:

  ખૂબ સરસ ….લયબદ્ધ રીતે અને હળવાશથી તત્ત્વજ્ઞાન .પીરસ્યુ છે. બહોત અચ્છે.

 7. sunilshah on 24 August, 2014 at 8:11 am said:

  સરસ, લયબદ્ધ ગીત ગમ્યું.

 8. Shubha on 25 August, 2014 at 2:30 pm said:

  khub khub abhinandan. Saras kavyarachana badal ane khas to atali nani vy ma khhud ne khoji sakya te badal baki to kaik loko no janmaro em j vahi jay che khud ni khoj ma !

  • આપના આવા સુંદર પ્રતિભાવ માટે આપનો દિલથી આભારી છું બહેન…

 9. Manish Sanghani on 25 August, 2014 at 11:13 pm said:

  khub saras kruti, Anilbhai…

 10. અશોક જાની 'આનંદ' on 26 August, 2014 at 5:04 pm said:

  વાહ..”કૂંપળવું ” અફલાતૂન શબ્દ પ્રયોગ અને અર્થસભર ગીત.. અભિનંદન ગીતપૂર્વક…!!

 11. અનિલભાઈ
  તમે પધ્ધતિ સરની ગજલ બનાવી જાણો છો .એ સાચી વાત છે કે મિત્રો અનેક પ્રકારના હોય છે કોઈ એવા મિત્રો હોય છે કે જેની વાતો કે કવિતાઓ સાંભળીને આપની ઉદાસીનતા દુર થઇ જાય છે .અને એટલેજ મને તમારી ગજલ વાંચવી ગમે છે . એક કચ્છી દોહરો તમને વાંચવા આપું છું જોકે તમને કવિતા વાંચવા આપવી એ સુરજ ને દીવાનો પ્રકાશ આપવા જેવી વાત છે .
  વિઠે જેંજી વટ સેન્સો ઘટે શરીરજો
  મોંઘા દઈને મટ હેડા મીતર રખજા પાસમેં

  • આભાર સાહેબ,

   આપ મારી દરેક કવિતાને પ્રતિભાવ આપતા રહો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે..
   તમે પ્રતિભાવ મારી કવિતાને ખૂબ જ ઉપકારક નીવડશે…

 12. P.K.Davda on 27 August, 2014 at 7:16 pm said:

  પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
  જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

  વાહ ! રજકણ જ્યારે પીંડમાં સમાઈ જાય ત્યારે જ ચાકડૅ ચડી શકે. ખૂબ જ અર્થપૂર્ણ પંક્તિ.

 13. વાહ ! ખૂબ સરસ અનિલભાઈ.

 14. જડ્યો જડ્યો એક મિત્ર જડ્યો.અભિનંદન.સરસ છે.

 15. Sanjay Pandya on 1 September, 2014 at 1:05 pm said:

  વાહ સરસ રચના બની છે કવિ !

 16. જ્યારે આપણને આપણી જાત જડી જાય; ત્યારે જાગૃતિની શરૂઆત અને જિંદગીની પણ સાચી શરૂઆત થઈ જતી હોય છે.
  ‘બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
  સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે.’
  – ‘રજની’ પાલનપુરી

 17. ખૂબજ સૂદર.
  ‘કુંપળવું’ નવું ક્રિયાપદ ગમ્યું.

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation