ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે;
ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય બાઈક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

પ્રથમ તો ફોસલાવી મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયા ને જણાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કદી મારા ઘરે મે’માન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને-
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કરે હેરાન હરપળ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય પણ,
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

– અનિલ ચાવડા

Share

52 Thoughts on “હજી થોડાક એવા મિત્ર છે

 1. narendrasinh on 2 August, 2014 at 6:26 pm said:

  very nice happy friendship day

 2. nice ghaav didha pachhi khabar pochhe , kem chho majaamaa ?

 3. Akbarali Narsi on 2 August, 2014 at 9:24 pm said:

  અનિલ ભાઈ “હજી થોડાક એવા મિત્રોનો” કંઈ વાંક ન કહેવાય કારણ ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાઈ જાય એવા મિત્રો મળે…….

 4. ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.
  રડું તો આંખોને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે…
  વાહ અનીલભાઈ, દિલ ખુશ કરી દીધું … તમારી ગઝલો અમારી જેમ કેટલાયની ઉદાસીને ફૂંક મારી દે છે..તમારા મિત્ર હોવાનો ગર્વ છે.

 5. અશોક જાની 'આનંદ' on 4 August, 2014 at 11:09 am said:

  હર એક ફ્રેંડ જરૂરી હોતા હૈ…!! 🙂

 6. દરેકને એવા મિત્રો તો હોય છે જ. શું કરીએ ?

  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.

 7. Nitin SHukla on 4 August, 2014 at 1:00 pm said:

  Anilbhai…Only lucky persons will have such friends….Kya Baat…Many thanks….Nitin

 8. Tejal Shah on 5 August, 2014 at 11:21 am said:

  Really very nice poem… good one

 9. R S SHASTRI on 6 August, 2014 at 12:22 pm said:

  DEAR BROTHER,
  HAPPY FRIENDSHIP DAY.
  YOUR POEM SHOWS THE REALITY OF THIS TIME WHICH WE R FACING.
  CONGRATULATION.

  YOUR SISTER
  JYOTSNA

 10. Class. FB na gazal page par ej divase vachi ti ne share kari ne vadhavi ti. Sundar rachna che. Ajna sandarbh man ekdum fit and ekdum HIT

 11. P.K.Davda on 6 August, 2014 at 7:28 pm said:

  શુભ શુભ બોલો, બધા સારા છે (આપ ભલા તો જગ ભલા)

  • આભાર પી. કે. દાવડા સાહેબ,
   અા ગઝલની દરેક પંક્તિ શુભ શુભ છે…

 12. bahu saras gajal hati aavi sundar gazalo aapta rahe

 13. ભૈલા, મઝા પડી ગઈ.

  ગોપાલ

 14. ખુબ સરસ અનિલભાઈ

 15. વાહ…અનિલભાઇ,
  પ્રથમ અભિનંદન રદિફ માટે, અને આખી ગઝલની માંડણી પછી જે સહજ અને સરળ શૈલીમાં આગળ વઘી, એ ભાવ અભિવ્યક્તિના નિરૂપણ બદલ બીજી વખતનાં અભિનંદન.
  આમ તો, અહીં તમે જે રજૂ કરી છે મિત્રતાની “ખાસિયત”થી અનેક મિત્રો “અસરગ્રસ્ત”
  મળવાનાં એની ખાતરી છે….!
  -અભિનંદન મિત્ર…

 16. chintan on 8 August, 2014 at 12:44 pm said:

  અભિનંદન …..

 17. Madhusudan Thakkar on 9 August, 2014 at 11:51 am said:

  Adbhut Gazal anilbhai apni … salam apni kalam ne…

 18. rachna creation on 9 August, 2014 at 12:32 pm said:

  nice. mota bhagna kehvata mitro aava j hoy chhe.

  pn…
  ketlak mitr aeva pn hshe je kahya vgar amji jay ke aapne taklif ma chhiye,
  aeva mitro jene raate 2 vagye pn aapne call karine madad mate dodavi shkiye chhie…..

  tmara jivan na aeva mitro mate pn gaza lakho…..

 19. pandya chintan n on 9 August, 2014 at 12:33 pm said:

  Anilbhai,
  Lage raho…….mast mast…..!!!

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation