આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે
આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે
‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું
અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું
બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો તો પડઘાનું
અડધું-પડધું શંકાનું ને અડધું શ્રદ્ધાનું
આમ કોઈનું નહીં, ને આમ બધાનું
‘સી.જી. રોડ’, ‘એસ.જી. રોડ’
નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે
પણ ક્યારેય આજીજી ન કરે
આશ્રમ જેવા આશ્રમને એ રોડ બનાવી દોડે
ગાંધી, સુભાષ, સરદાર અને નહેરુને તો બ્રીજ બનાવી
એમની પર માલની હેરાફેરી કરે
ફ્લાય ઓવરમાં ફ્લાય કરે
હોટલને પણ પતંગ બનાવી ઉડાડે
તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે
‘બકા… બકા…’ કહીને બચકું ભરી લે ને ખબર પણ ન પડે
મીઠાની જરીક મુઠ્ઠી ભરવા માટે
છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે
ટૂંકમાં,
માત્ર કૂપન માટે જ છાપું ન મંગાવતા આ શહેરને
પોળમાં રહેવું ગમે છે
ડ્હોળમાં નહીં!

– અનિલ ચાવડા

Share

46 Thoughts on “અમદાવાદ

 1. aapano amadaavaadI avaaj. laDhan saaMbhalavaanI gamI..
  bahu saras.

  Thanks

  Vijay Shah વિજય શાહ
  vijaykumar.shah@gmail.com
  Future belongs to those who dare!
  My web site http://www.vijaydshah.com and
  http://www.gujaratisahityasarita.org and
  http://www.gadyasarjan.wordpress.com

  my published e books on Book Ganga

  My books on Createspace e Store

  My books on Amazon

 2. himatlal joshi on 5 March, 2014 at 2:31 pm said:

  પ્રિય અનિલભાઈ
  તમારી અમદાવાદ્વાળી કવિતા વાંચી
  મને પણ આવી કવિતા બનાવવાની ઈચ્છા થઇ આવે છે .એક અમદાવાદનો દોહરો
  સોરઠનો સસ્સો અને કાબુલનો કુતો
  સાબરની ભેખડમાં સામો થયો હૂતો

  • આભાર હિંમતલાલભાઈ

   આપે મારી કવિતાવાંચી દોહરારૃપે આપનો અમદાવાદી પ્રેમ વ્યક્ત કર્યો તેથી આનંદ થયો..

 3. R S SHASTRI on 5 March, 2014 at 2:35 pm said:

  પ્રિય અનિલભાઈ,
  અમદાવાદની અત્યારની એકદમ સાચી તાસીર રજુ કરતુ આપનું કાવ્ય અમદાવાદ પૂર્વક જ વાંચ્યું અને મઝા આવી ગઈ…
  હા…ગાંધી – નહેરુને બ્રીજ બનાવી બધી રીતે મહાલવાનું અહીં શક્ય છે અને હોટલમાં પણ પતંગ ની જેમ ઉડવાનું અમદાવાદને ગમે છે
  બહુ સુંદર અનિલભાઈ તમારી વિચાર યાત્રા ક્યાંથી ક્યાં વિસ્તરે છે તે તમારા સાહિત્યિક વ્યક્તિત્વને માણવાની અમને પણ મઝા આવે છે.
  અભિનંદન….બસ સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં આવી સુંદર ઉડાન કરતા રહો અને અમને પણ કરાવતા રહો તે અભ્યર્થના સહ…..

  આપની બેન
  જ્યોત્સ્ના

  • આભાર જ્યોત્સનાબહેન,
   આપની લાગણી મારાં દરેક સર્જનને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળતી રહે છે.
   સર્જનમાં હંમેશાં ઉત્સાહ ઉમેરાતો રહે છે.

   આપનો આભારી છું જ્યોત્સનાબહેન…

 4. P.K.Davda on 5 March, 2014 at 8:14 pm said:

  સરળ રીતે વહેતી પંક્તિઓની સરસ કવિતા.

 5. વાહ અનિલભાઇ…શું બાકી સુક્ષ્મ નિરૂપણ કર્યું છે અમદાવાદનું…..વાહ !
  આ પંક્તિઓએ આખી રચનાને આગવો ઉઠાવ આપ્યો છે,
  – આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે
  – બૂમ પાડો તો બ્હેરું ને મૂંગા રહો તો પડઘાનું
  – તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે
  -આ શહેરને
  પોળમાં રહેવું ગમે છે
  ડ્હોળમાં નહીં!
  મિત્રભાવનાની ઇમાનદારીપૂર્વક કહું તો, આખીય રચનામાં – મડદાનું – શબ્દ કઠ્યો મિત્ર.
  (ફડકાનું – વિચારી જોજો)
  અને હા, પઠન પણ સરસ રહ્યું – અભિનંદન.

 6. parimal dalal on 7 March, 2014 at 2:23 pm said:

  Dear Anilbhai’
  I like your poem about AHMEDABAD,Yesterday you must have seen poem of my old friend
  Prof.Nalinbhai Rawal about “Three Monkeys” in Shatdal Purti in “Gujarat Samachar”O.K.
  -Parimal Dalal na Pranam.

 7. pandya chintan n on 7 March, 2014 at 2:25 pm said:

  બહુજ સરસ અનિલભાઈ………

 8. Good thoughts about amdavad. Nav Nadiadi, panch Petladi ne aek amdavadi. Jyy ho Amdavadino. Many meories of Amdavad have inspired with past life- Good luck – Jay Gajjar

 9. અમદાવાદની બારીકીઓને ખુબ સરસ રીતે ચીતરતી રચના ..
  આ બે રજૂઆત ખાસ સ્પર્શી ગઈ..
  અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
  નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે

 10. અમદાવાદ આખાને આબાદ બ્લોગ જગતે રમાડી દીધું…શ્રી અનિલભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. vatsala desai on 17 May, 2014 at 2:31 pm said:

  Nice Anil ji 208 ni zadpe dodtu saher

 12. Hemant on 3 October, 2018 at 2:29 am said:

  Where are you Anil Bhai?
  i am missing your poetry.

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation