આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે
આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે
‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું
અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું
બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો તો પડઘાનું
અડધું-પડધું શંકાનું ને અડધું શ્રદ્ધાનું
આમ કોઈનું નહીં, ને આમ બધાનું
‘સી.જી. રોડ’, ‘એસ.જી. રોડ’
નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે
પણ ક્યારેય આજીજી ન કરે
આશ્રમ જેવા આશ્રમને એ રોડ બનાવી દોડે
ગાંધી, સુભાષ, સરદાર અને નહેરુને તો બ્રીજ બનાવી
એમની પર માલની હેરાફેરી કરે
ફ્લાય ઓવરમાં ફ્લાય કરે
હોટલને પણ પતંગ બનાવી ઉડાડે
તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે
‘બકા… બકા…’ કહીને બચકું ભરી લે ને ખબર પણ ન પડે
મીઠાની જરીક મુઠ્ઠી ભરવા માટે
છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે
ટૂંકમાં,
માત્ર કૂપન માટે જ છાપું ન મંગાવતા આ શહેરને
પોળમાં રહેવું ગમે છે
ડ્હોળમાં નહીં!

– અનિલ ચાવડા

Share

46 Thoughts on “અમદાવાદ

 1. FINE
  બહુજ સરસ અનિલભાઈ
  બહુજ સરસ અનિલભાઈ
  અને વધુ કહેવાનું મન થાય કે।

  ……………… અડધી ચા બે મિત્રો વ્હેચીને પીએ
  મફત ચટણી માટે ટીફીન ઘેરથી લઇ હોટેલે ખાય
  વધારમાં છાપું માગી પન્ખા નીચે વાટ થી વાંચે
  વાહ તારી જાહો જલાલી વાહ

 2. Super Anilbhai….Amdavad na mijaj ne aabad pakadyo chhe…Salam

 3. સરસ અનિલભાઈ.

  મારા મતે ” છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે ” એ પંક્તિએ કાવ્ય એની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.

 4. krushna dave on 26 February, 2014 at 5:07 pm said:

  anil rod vali vat thi jame chhe.sari rachana chhe.

  • આભાર કૃષ્ણભાઈ

   તમારા જેવા સર્જકની દાદ મળે એટલે ધન્ય થઈ જવાય…

 5. શ્રી અનિલભાઈ ,

  અમદાવાદના વતની તરીકે અમદાવાદ ઉપરની આપની અગદ્યાપદ્ય કાવ્ય રચના વાંચવાનો આનંદ લીધો .

  વિડીયોમાં આ કાવ્યનું પઠન કરતા પણ આપને જોયા એથી આનંદ બેવડાયો .

 6. બહોત ખૂબ. ….

 7. બહુ સરસ,થોડું ટૂંકું હોત તો આદિલના માણેક ચોકની જેમ લોકોની જીભે ચઢી જાય– નીચેની લાઈનો મને ગમી. ખૂબ સરસ.

  અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
  કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું
  બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો તો પડઘાનું
  અડધું-પડધું શંકાનું ને અડધું શ્રદ્ધાનું
  આમ કોઈનું નહીં, ને આમ બધાનું

 8. Wah amadawad wali to saaari che pan kamse kam je tame sambhalavi tema vadhare maza avvi

 9. KhubJ Sundar Rachana…..saras Anil Bhai

 10. અશોક જાની 'આનંદ' on 28 February, 2014 at 10:34 am said:

  વાહ અમદાવાદની લાક્ષણીકતા સુપેરે વણાઇ છે અછાંદસમાં

 11. BHARAT A PATEL on 28 February, 2014 at 3:04 pm said:

  waah bhai waah
  mazaa aavi gayi

 12. BHARAT A PATEL on 28 February, 2014 at 3:06 pm said:

  ANILBHAI I PROUD OF YOU

 13. Manish Sanghani on 28 February, 2014 at 10:23 pm said:

  Superb Anilbhai……
  The real charm of Amdavad…..

 14. Manish Sanghani on 28 February, 2014 at 10:32 pm said:

  Video is also very good, anilbhai…
  Enjoyed…
  Thanks.

 15. નમસ્કાર

  ખૂબ જ સરસ…..

  આભાર
  બૂક્સોનક્લીક

 16. Fr. Jagdish Parmar SJ on 4 March, 2014 at 1:05 pm said:

  hubhu varnan karyu chhe tale anilbhai

 17. sharad parmar on 4 March, 2014 at 7:03 pm said:

  namrta etli k road ne ji ji kahi bolave…….wah….

 18. Bahuj saras Amadavadnu darshan kavyma…..
  Ji Ji kahane ajiji kyarey na kare–Amadavadini lakshnikata.

 19. અમદાવાદની બારીકીઓને ખુબ સરસ રીતે ચીતરતી રચના ..
  આ બે રજૂઆત ખાસ સ્પર્શી ગઈ..
  નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે
  તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે..

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation