એક સુંવાળું ફૂલ, ફૂલ પે ઝાકળબિંદુ, ઝાકળ અંદર મહેલ, મહેલમાં તું છે;
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
સુગંધ પોતે દે સરનામું, પણ સરનામે પ્હોચું ત્યાં તો
સ્વપ્નપરીની પાંખોને ફફડાટ,
પનીહારી થઈ આવ હવે તું મને ભરી લે હું જ નીર છું
હું જ સ્વયં છું એક નદીનો ઘાટ.
નામ જરા જ્યાં લઉં તારું ત્યાં એવું લાગે જીવનભરની શીતળ થઈ ગઈ લૂ છે.
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
વાદળ થાઉં થાઉં કરતો હોઉં હજી હું ત્યાં તો
મારી આજુબાજુ કોઈ થતું આકાશ,
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
એમ વણાતું જાય કોઈ મારામાં જાણે વસ્ત્રો અંદર ભળી ગયેલું રૂ છે.
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
– અનિલ ચાવડા
nice 1
Very Good..
Very nice
excelent
એમ વણાતું જાય કોઈ મારામાં જાણે વસ્ત્રો અંદર ભળી ગયેલું રૂ છે.
અચ્છા હૈ અનિલભાઈ…સુંદર મઝાનું ગીત
આભાર સુનિલભાઈ
waaaaaaaaaaaah
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
Beautiful. ….
superb
khub sundar roopako and upmao … majaanu geet Anilbhai… khub abhinandan… !!!
વાદળ થાઉં થાઉં કરતો હોઉં હજી હું ત્યાં તો
મારી આજુબાજુ કોઈ થતું આકાશ,
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
એમ વણાતું જાય કોઈ મારામાં જાણે વસ્ત્રો અંદર ભળી ગયેલું રૂ છે.
Kya Baat! Abhinandan!
આભાર નીતિનભાઈ શુક્લ સાહેબ
પનીહારી થઈ આવ હવે તું મને ભરી લે,
હું જ નીર છું, હું જ સ્વયં છું એક નદીનો ઘાટ
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ
એમ તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
એમ વણાતું જાય કોઈ મારામાં જાણે વસ્ત્રો અંદર ભળી ગયેલું રૂ છે.
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
ખુબ સરસ ગીત ..
khoob saras anilbhai …
નામ જરા જ્યાં લઉં તારું ત્યાં એવું લાગે જીવનભરની શીતળ થઈ ગઈ લૂ છે.
વાહ! સરસ કલ્પના છે.
વાહ ઘણા સમય પછી આટલુ સુંદર ગીત વાંચ્યું અને તમારી કલ્પના પર આફરિન થવાનુ મન થાય છે એનો મતલબ શું એ આખા ગીતની રુહ છે અભિનંદન…અભિનંદન અભિનંદન
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
વાહ! મીઠી મજાની રચના.
સરયૂ
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’… બહુ ગમ્યું… સુંદર ગીત…. !!
સાદ્યંત સુંદર ગીતરચના….
પ્રિય અનિલભાઈ ,
તમારી કવિતામય શબ્દોથી સજાવેલી કવિતા ખુબ જ ગમી…કલ્પનાની અનોખી દુનિયામાં કોઈ આવીને અમુલ્ય, અદ્વિતીય પ્રેમનો એહસાસ કરાવે તે કંઈ નાની સુની વાત નથીજ..હા,સીધેસીધું ન કહેવાય તેવા પ્રેમને કવિતામય શબ્દોમાં કહેવાની અસર જ કેવી સુંદર હોય છે જે વાત તમે “એનો મતલબ શું છે “કાવ્ય દ્વારા સચોટ રીતે રજુ કરી છે ….
ફુલ પર ઝાકળ, ઝાકળમાં મહેલ અને મહેલમાં તું….વાહ કેવી મીઠડી કલ્પના છે…પણ “તારા વિષે રોજ મને આવી કલ્પના આવે તેનો મતલબ શું છે ?’ એમ કહી તમે કાવ્યમાં ઘણી બધી કલ્પનાઓને રમતી મૂકીને એ કલ્પનાના મતલબનો પ્રશ્નાર્થ રજુ કરીને ખુબ જ ભાવ ભરી વાત વહેતી મૂકી છે કાવ્યમાં….અભિનંદન….
બસ લખતા રહો ને અમને તમારા અનોખા સાહિત્ય વ્યક્તિત્વનો અનુભવ કરાવતા રહો તે અભ્યર્થના સહ
તમારી બેન
જયોત્સ્નાની અનેક શુભેચ્છાઓ
very very refreshing……loving…….loved the rhythm of poem
keep going…..love
chintan
waah bhai waah, mazaa mazaa aawi gayee.
khub j jordaar prem geet thayu chhe aa. perfectly for valentine day.
valentine day nimitte ek prem geet hu moklu chhu, janawjo kain sudhara karwa jewu lage to kavi.
છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ‘ને છોકરાને ફૂટી ગઇ પાંખો,
છોકરાનાં સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો..
આંખોની સામે એ છોકરી ના હોય તો ય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઇ જાતી “લવ લેટર” બંનેની આંખો..
છોકરીની નજરોએ કર્યું…….
છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે “હું રાજા”,
અંગોમાં છોકરીના ઉગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજા.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….
-અર્પણ