સુખ-દુઃખ મારી દ્રષ્ટિએ…

Sukh-dukh-Mari-Drushtie...

પુસ્તકનું નામ: સુખ-દુઃખ મારી દ્રષ્ટિએ…
કિંમત : 400/- રૂ.
પ્રકશક : નવભારત સહિત્ય મંદિર
૨૦૨, પેલિકન હાઉસ,
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૩૬૫
————————————–

કયો માણસ એવો છે જે સુખ અને દુઃખના અનુભવમાંથી પસાર નથી થયો? સુખ અને દુઃખ નામન સાયકલ પર દરેક માણસે પોતાના પગથી પેડલ માર્યાં છે અને જીવનનો રસ્તો કાપવાના પ્રયત્નો કર્યા છે. પછી એ સૃષ્ટિ પરનો કોઈ પણ જીવ કેમ ન હોય! દરેક વ્યક્તિએ એનો આનંદ પણ લીધો છે અને દરેક વ્યક્તિ એની ઠેસથી ઘવાઈ પણ છે. સુખ અને દુઃખ જીવતરની આંગળી પકડીને દરેક વ્યક્તિની સાથે જ રહ્યા છે.

દરેક વ્યક્તિના જીવનમાં બનેલા પ્રસંગો, ઘટનાઓ, અવસરો તથા અનુભવો અલગ અલગ જ હોવાના. માટે એની સાથે જોડાયેલાં સુખ અને દુઃખ પણ અલગ અલગ જ હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે.

અહીં ગુજરાતના જાણીતાં વ્યક્તિત્વો, સર્જકો, વિદ્વાનો દ્વારા પોતાના જીવનમાં અનુભવાયેલાં સુખ અને દુઃખની વાત કરવામાં આવી છે. અહીં સુખ અને દુઃખ વિશેના દરેક સર્જકના અલગ અલગ અનુભવો છે અને દરેકનું પોતાનું અલગ તત્ત્વજ્ઞાન છે. અહીં સ્વાનુભવનું સરનામું છે, અંગત જીવનમાં ઉડેલા રંગના વિવિધ છાંટણા છે.

– અનિલ ચાવડા (પુસ્તકની પ્રસ્તાવનામાંથી)

Share

2 Thoughts on “સુખ-દુઃખ મારી દ્રષ્ટિએ…

  1. અનિલભાઇ,
    પુષ્તકની પ્રસ્તાવના વાંચી, સુખ દુઃખનું તત્તવ જ્ઞાન સમજવું ઘણું અઘરું છે. સુખ દુઃખની વાત સાથે મને નરસિંહ મહેતાના કાવ્યની બે લીટી યાદ આવી જાય

    સુખ દુઃખ મનમાં ન આણીઍ,
    ઘટ સાથે રે ઘડીયા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *