શબ્દ સાથે મારો સંબંધ

Shabd-Sathe-Maro-Sambandh-1

પુસ્તકનું નામ : શબ્દ સાથે મારો સંબંધ
સંપાદન : હર્ષ બ્રહ્મભટ્ટ
કિંમત : 250/- Rs.
પ્રકશક : નવભારત સહિત્ય મંદિર
૨૦૨, પેલિકન હાઉસ,
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૩૬૫
————————————-

શબ્દ એ માણસની શોધ છે. અલ્ટીમેટલી, આ તમે વાંચો છો એ લેખ, કે આ વાંચીને જે વાંચવાનું મન થાય એ બૂક કે પછી ફોર ધેટ મેટર ફિલ્મ, ટીવી, નેટ, મોબાઈલ બધી જ રૃડી રમત શબ્દોના પ્રતાપે છે! વર્ડ ઈઝ વર્લ્ડ! હર્ષ બ્રહ્મભટ્ટ – અનિલ ચાવડાનું આ કાળજીપૂર્વક કરાયેલું સંપાદન ગુજરાતીના ઘણા સારસ્વતોને પોતાની અંગત ડાયરીના પાના ખોલવાનું ઈન્વિટેશન આપતું જંક્શન છે. બધાનો શબ્દ સાથે સંબંધ કેવો રહ્યો, કેમ બંધાયો, કેમ ખીલ્યો.. નવોદિત લેખકોને જાણવા-શીખવા મળે તેવી વજન વિના જ્ઞાાનનું વહન કરતી ટેક્સ્ટબૂક! ‘લખવાની પ્રેરણા’ જેવા ટિપિકલ સવાલના ઘણા ‘નોન-ટિપીકલ’ જવોબ અહીં છે. એમાં નીવડેલા સિદ્ધહસ્તો ઉપરાંત ગુજરાતીના તરોતાજા જવાં અવાજોના પડઘા પણ આબાદ ઝીલાયા છે. ભાષાના ચરણે ધરેલો વર્ડસનો ગુલદસ્તો એટલે આ બૂક એબાઉટ રાઈટિંગ.

– જય વસાવડા (‘અનાવૃત’ ગુજરાત સમાચારમાંથી)

Share

21 Thoughts on “શબ્દ સાથે મારો સંબંધ

 1. KHUSHBU PANCHAL(KHUSHI) on 20 September, 2013 at 1:51 pm said:

  KHU KHUB ABHINANDAN

 2. Respected sir,

  We are focused on establishing our NGO by the name of
  MAA (Management Agriculture Association)

  As we are aware that in the world, INDIA is amongst the first countries
  Which are suffering from
  Malnutrition & Hunger deaths
  … due to poorness and unavailability of good food at lower levels of human pyramid.

  Our Goal is to remove this kind of unfortunate happenings
  Our Goal is to reach to such people so that we can provide help
  Our Goal is to create such management system which works for the life of theirs
  Our Goal is help them like a Mother (MAA) do to her child

  … What we seek from you is help in any way possible
  & share the words about our management group.

  TO support us:

  Our e- mail ID is: maamanagement@gmail.com.
  Our contact is: +91-9427607665

  pl send us your voice to us . . .

  Thanks and Regards,

  Visionary: Mr. Bhavesh bhatt; E – 4, Ambawavadi flat; Bhuderpura; Ahmedabad; 380015

 3. અશોક જાની 'આનંદ' on 22 September, 2013 at 1:11 pm said:

  બન્ને સંપાદકોને અભિનંદન…!! પુસ્તક ક્યાંથી પ્રાપ્ત થઇ શકે ? તેના વિષે કંઇ પણ લખવું હોય તો વાંચવુ જરૂરી છે અને આવા સુંદર વિષયને લઇને આવેલું આ પુસ્તક જરૂરથી વાંચવુ ગમે… અવકાશે જણાવશો

  • આભાર અશોકભાઈ… આપે આ પુસ્તકમાં આટલો રસ લીધો તેથી આનંદ થયો. આ પુસ્તક નવભારત સાહિત્ય મંદિરમાંથી મળી શકે છે. અથવા તો ક્રોસવર્ડમાંથી પણ મળી રહેશે. આપનું સરનામું મને જણાવી આપશો તો હું પણ આપને પહોંચતું કરી આપીશું. પુસ્તકપૂર્વક આપને રુબરુ મળતા હું ગૌરવ અનુભવીશ….

 4. ખૂબ ખૂબ અભિનંદન..કવિ.

 5. સંપાદકોને અભિનંદન…
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 6. P.K.Davda on 25 September, 2013 at 7:16 pm said:

  Congratulations.

 7. Navin Banker on 25 September, 2013 at 9:00 pm said:

  પ્રિય અનિલભાઇ,
  જાન્યુઆરિની ૧૭મીએ અમદાવાદ આવું છું.અમદાવાદમાં ખરીદી કરવાના પુસ્તકોની યાદીમાં એક વધુ નામ નોંધી લીધુ. ફોન કરીને રુબરુ મળવા પણ આવીશ.
  પુસ્તક ખરીદીને વાંચવા અને વસાવવા આતુર છું. અમારા હ્યુસ્ટનના સાહિત્ય સરિતાના મિત્રોને પણ તેનો લાભ આપીશ. નવીન બેન્કર

  • આભાર નવીનભાઈ,
   આપની સાહિત્ય પ્રત્યેની અને મારાં સર્જન પ્રત્યેની લાગણીથી હું ઉત્સાહિત થયો છું. આપનો દિલથી આભાર માનું છું

 8. અનીલભાઈ,
  ‘હું લખું છું, કેમ કે…’ જેવા સુંદર વિષયવસ્તુને લઈ સંપાદિત થયેલ અને સર્જકોની સર્જનયાત્રા પર પ્રકાશ પાડતું આ પુસ્તક તમારી કવિ તરીકેની પહેચાનને એક નવું પરિમાણ બક્ષે છે. અનેકાનેક શુભેચ્છાઓ…

 9. Abhinandan,
  This type of work should be encouraged …Eager to see the book…

 10. Very well done…..Absolutely pleased for such a kind work by both of you. Abhinandan….
  ભીતરે અંકાય એવું લખ હવે,
  લાગણી વંચાય એવું લખ હવે;
  શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,
  પાંપણો ભીંજાય એવું લખ હવે;
  નફરતોની આ નદી પર પ્રેમના-
  સેતુઓ સર્જાય એવું લખ હવે;
  કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,
  કોઈ એને ગાય, એવું લખ હવે;
  નામ તારું આપમેળે થઇ જશે,
  પાંચમાં પૂછાય એવું લખ હવે;
  હો નવી પેઢીનો તું શાયર ભલે;
  વારસો સચવાય એવું લખ હવે;
  – Himal Pandya “Parth”

 11. તું જાણે છે? બધા દુઃખની દવા છે આ કવિતામાં,
  વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;
  ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
  પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;
  પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
  વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;
  એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
  ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;
  અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
  નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.
  -હિમલ પંડ્યા

 12. Mahesh Mehta on 26 September, 2013 at 8:09 pm said:

  Anil bhai , Harshbhai sir aapana shabd sathe maro sanbandh thi navo sanbandh bandhavo gamashe…..aapani kavitao tarafthi manvanchchhit apexao vanai gai chhe. Something new hoy chhe…chhatany parishram karavo nathi padato kavyatvne paamva mate……Aabhaar

  • આભાર મહેશભાઈ મહેતા સાહેબ…

   આપે મારાં સર્જનમાં આટલો રસ લીધો તેથી આનંદ થાયો…

 13. ચેતન મજમુદાર on 26 September, 2013 at 8:20 pm said:

  અભિનંદન જરૂર વાંચીશું સરનામું મળી ગયું
  ચેતન મજમુદાર

 14. nabhakashdeep on 29 September, 2013 at 5:15 am said:

  સંપાદકોને અભિનંદન..સુંદર વિષયને લઇને આવેલું આ પુસ્તક જરૂરથી વાંચવુ ગમે જ.

  Ramesh Patel(Aakashdeep)

 15. મહેન્દ્ર રાવલ on 5 June, 2014 at 8:02 pm said:

  અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *