એક હતી વાર્તા

એક હતી વાર્તા

પુસ્તકનું નામ: એક હતી વાર્તા
કિંમત : ૧૨૫/- રૂ.
પ્રકશક : નવભારત સહિત્ય મંદિર
૨૦૨, પેલિકન હાઉસ,
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૩૬૫

આ પુસ્તક આપે હાથમાં લીધું છે, તેને હું આપનું સૌભાગ્ય માનું છું. કારણ કે એક કવિ આત્માએ વિશ્વની શરૃઆતથી તે આજ સુધી ચાલી આવતી વિસ્મયભરી કથાઓને એટલી નજાકતભરી રીતે કહી છે કે ખલીલ જિબ્રાન યાદ આવી જાય. આ નાનકડી વાર્તાઓ વાંચીને કોઈ પણ વાચકને થાય કે આ તો હું જાણવા માગતો હતો, પણ જાણી શક્યો નહોતો.

ટૂંકી ટૂંકી આ કથાઓનો ખજાનો હાથવગો રાખજો, કારણ કે તેમાંનાં કયાં અમૂલ્ય મોતીની આપને ક્યારે જરૃર પડે તે કંઈ કહેવાય નહીં. અનેક ભાષાઓમાં અનેક પુસ્તકો તો છપાતાં રહેશે, પરંતુ અંતરમાં અજવાળું પાથરી દેતું આવું પુસ્તક દીવો લઈને ગોતવા જશો તો પણ નહીં મળે.

આ પુસ્તક એટલા માટે અનન્ય છે, કારણ કે તેની શૈલી અનન્ય છે. દરેક વાર્તામાં ક્યાંક ને ક્યાંક ચમકાર છે, નાવિન્ય છે. તમે કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો અહીં વાર્તાનાં પાત્રો બનીને તમારી સામે આવે છે. આ પુસ્તક તમે એક વાર વાંચવાનું શરૃ કરશો પછી એને પૂરું કરીને જ મૂકશો એવો મને વિશ્વાસ છે.

– આદિત્ય વાસુ

Share

2 Thoughts on “એક હતી વાર્તા

  1. atul shah on 14 April, 2014 at 11:36 am said:

    dil thi abhianandan anil bhai keep it up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *