• મેઘધનુષી મુશયરો

    મેઘધનુષી મુશયરો

  • http://www.anilchavda.com/%E0%AA%91%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-2010

    ગુજરાત ગૌરવ પુરસ્કાર

  • આઈ.એન.ટી. મુશયરો

    આઈ.એન.ટી. મુશયરો

  • સોલાપુર કવિ-સમ્મેલન

    સોલાપુર કવિ-સમ્મેલન

  • શયદા એવોર્ડ

    શયદા એવોર્ડ

  • ગુજરાત વિદ્યાપીઠ કવિ-સમ્મેલન

    ગુજરાત વિદ્યાપીઠ કવિ-સમ્મેલન

  • અસ્મિતાપર્વ-૨૦૦૭ કવિ-સમ્મેલન

    અસ્મિતાપર્વ-૨૦૦૭ કવિ-સમ્મેલન

  • ઘાટકોપર બ્રાહ્મણ સમાજ આયોજિત કવિ-સમ્મેલન, મુંબઈ

    ઘાટકોપર બ્રાહ્મણ સમાજ આયોજિત કવિ-સમ્મેલન, મુંબઈ

  • H. L. Collage કાર્યક્રમ

    H. L. Collage કાર્યક્રમ

  • પડધરી કવિ-સમ્મેલન

    પડધરી કવિ-સમ્મેલન

તું ય ઊભો છે હું ય ઊભો છું.

સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
ઈશુ ખ્રિસ્તના મુગટ સરીખા અણિયાળા આ જાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

આંખ અલગ છે સ્વપ્ન અલગ છે ચરણ અલગ છે માર્ગ અલગ છે સઘળે સઘળું સાવ અલગ છે,
મતભેદોના મસમોટા આ મયાવી કુંડાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

હું તો સાવ જ તળિયેથી તરબોળ થયો છું, તને કશું ન અનુભવાયું? તું ય ગજબ છે!
ચારેબાજું ટહુકાઓની મહેક વેરતા મળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

વ્યક્ત કરી દે લાગણીઓને તરત બધાની આંખ અને આ આંખ એટલે દરિયો,
આંખોના દરિયાની અંદર આંસુના પરવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

અંગઅંગથી તું સળગ્યો છે, તું દાઝ્યો છે તો એનાથી હું પણ ક્યાં બાકાત રહ્યો છું?
અફવાઓના આગકૂવામાં ધગધગ થાતી જ્વાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

બધા પ્રકારે – બધી રીતથી કરી ગણતરી તો પણ આવ્યો બંને જણનો એક જ ઉત્તર,
માત્ર બચ્યા છે શૂન્યો ને આ શૂન્યોના સરવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.

- અનિલ ચાવડા

શબ્દનું હુતૂતૂતૂ…

શબ્દના મહારથીઓ સાથે કવિતાનો જલસો માણવા આવો છોને?

ખલીલ ધનતેજવી, રાજેશ વ્યાસ મિસ્કીન, સૌમ્ય જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ, કૃષ્ણ દવે, હિતેન આનંદપરા, દિલીપ શ્રીમાળી
સંચાલન : મુકેશ જોશી

તારીખ ૧૫-૫-૨૦૧૨
ટાઉન હોલ, આશ્રમ રોડ, અમદાવાદ
સમય : રાત્રે ૯-૩૦ વાગે

૧૧-૫-૨૦૧૧ થી ટાઉન હોલ પરથી ટિકિટ મળી રહેશે…
ટિકિટ માટે સંપર્ક ૯૯૨૫૬૦૪૬૧૩, ૯૯૦૪૩૮૪૭૬૯

સાવ ઓરડે એકલવાયો

સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

મને થયું કે લાવ હવાના
કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડા નીતરે છે
એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

એક પડ્યું ટીપું ત્યાં
આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે
કશું જ ના સમજાય
અણસમજણની શગને હું શંકોરું ના શકોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

- અનિલ ચાવડા

In a room in solitude
[English translation by Pancham Shukla]

In a room in solitude was painting some silence,
At once a chirping sparrow came and beaked a void intense!

I thought that I should paint something on canvas of the air,
Like an oozing laundry should I also ooze on chair?
When I was on the verge of blooming buds-of-true-silence;
At once a chirping sparrow came and beaked a void intense!

A drop dribbled from no where and why ocean came in storm?
I banged my head so hard on thought, though nothing came in form,
Admitting my lack of sense I tried to shape incense;
At once a chirping sparrow came and beaked a void intense!

તો શું જોઈતું’તું ?

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

પાછું

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

-અનિલ ચાવડા

Powered By Indic IME